તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈન્ટરનેટના અભાવે અલિશને નોકરી ગુમાવવી પડી હતી હવે 'ઈ-નેટ વેન' સેવાથી ગામમાં ઈન્ટરનેટની સુવિધા પૂરી પાડે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તેલંગણાના અલિશે દરરોજ સવારે 9 વાગે ઈ-નેટ મોબાઈલ વેન લઈને નીકળે છે
  • હવે ગ્રામીણોને સરકારી નોકરી અથવા બીજી અરજીઓ માટે શહેર જવાની જરૂર નથી પડતી

યૂથ ઝોન ડેસ્ક. ઇન્ટરનેટના અભાવને લીધે, નોકરી હાથમાંથી નીકળી ગઈ જેની અસર તેલંગણાના અલિશ પર એવી પડી કે તેને અંતરિયાળ ગામમાં ઈન્ટરનેટ ઉપલબ્ધ કરાવવાનું નક્કી કર્યું. અલિશ મોબાઈલ ઈન્ટરનેટ કેફે ચલાવે છે અને પોતાની સેવા ખમ્મમ (તેલંગાણા)ની આસપાસનાં ઘણાં ગામોમાં ઈન્ટરનેટની સેવા આપી રહ્યો છે. 29 વર્ષનો અલિશ દરરોજ સવારે 9 વાગે પોતાની 'ઈ-નેટ મોબાઈલ વેન' લઈને નીકળે છે અને ગામડે ગામડે ફરે છે. જેને પણ ઈન્ટરનેટ સાથે જોડાયેલું અગત્યનું કામ કરવાનું હોય છે તે ઈ-નેટ વેનની મદદ લઈ શકે છે. હવે ગ્રામજનોને કોઈ સરકારી અરજી, આધારકાર્ડ, પાસપોર્ટ, નોકરી સંબંધિત કામ માટે શહેરમાં જવું પડતું નથી.

6.5 લાખ રૂપિયામાં શરૂ કર્યો હતો બિઝનેસ
અલિશની ઇ-નેટ વાનમાં બે કમ્પ્યુટર, 1 પ્રિન્ટર, ફોટોકોપી મશીન અને ઇન્વર્ટર ઉપલબ્ધ છે. છેલ્લા એક વર્ષથી તે આ કામ કરી રહ્યો છે. અલિશે વર્ષ 2016માં હૈદરાબાદની એક ખ્યાતનામ કોલેજમાંથી પાવર ઈલેક્ટ્રોનિક્સમાં એમટેક કર્યું, પરંતુ સારી નોકરી ન મળવાથી તે પોતાના ઘરે ખમ્મમ પાછો આવી ગયો. અહીં ડેટા એન્ટ્રી ઓપરેટરની જોબ કરતો અને તેને 12 હજાર રૂપિયા સેલરી મળતી હતી. આ બધાની વચ્ચે એક સારી નોકરીની ઓફર આવી, પરંતુ તે નોકરી તેના હાથમાંથી નીકળી ગઈ કેમ કે, ડોક્યુમેન્ટ્સ કંપનીને મેલ કરવાના હતા અને ગામમાં એક પણ ઈન્ટરનેટ ફેફેની સુવિધા નહોતી. આ ઘટના બાદ નાનાં-નાનાં અંતરિયાળ ગામ સુધી ઈન્ટરનેટ ઉપલબ્ધ કરવવા માટે ઈ-નેટ વેનની શરૂઆત કરી.
અલિશના જણાવ્યા પ્રમાણે, મોટાભાગે ઈન્ટરનેટની સમસ્યાઓ ગ્રામીણ વિસ્તારોના લોકો થાય છે. તેના કારણે ઘણા યુવાનોને સારી એવી તક ગુમાવવી પડે છે. તે લોકો સરકારી યોજનાનો લાભ નથી લઈ શકતા. વર્ષ 2018માં મેં મારી પોતાની ઈ-નેટ વેન સેવા શરૂ કરી હતી. તેને ખમ્મમ શહેરની આસપાસ વસતા ગામડામાં લઈ જવાનું શરૂ કર્યું. આ કામ માટે ખમ્મમના ક્લેક્ટર કે.વી. કર્નન અને બેંક અધિકારી સાથે સંપર્ક કર્યો. તે બધા લોકોને આઈડિયા પસંદ આવ્યો અને 5 લાખની લોન લીધી. કેટલીક બચત મેં પણ કરી હતી અને 6.5 લાખ રૂપિયામાં તેની શરૂઆત કરી.
અલિશના જણાવ્યા પ્રમાણે, મોટાભાગે ઈન્ટરનેટની સમસ્યાઓ ગ્રામીણ વિસ્તારોના લોકોને નડે છે. તેના કારણે ઘણા યુવાનોને સારી એવી તક ગુમાવવી પડે છે. તે લોકો સરકારી યોજનાનો લાભ નથી લઈ શકતા. વર્ષ 2018માં મેં મારી પોતાની ઈ-નેટ વેન સેવા શરૂ કરી હતી. તેને ખમ્મમ શહેરની આસપાસ વસતા ગામડામાં લઈ જવાનું શરૂ કર્યું. આ કામ માટે ખમ્મમના ક્લેક્ટર કેવી કર્નન અને બેંક અધિકારી સાથે સંપર્ક કર્યો. તે બધા લોકોને આઈડિયા પસંદ આવ્યો અને 5 લાખની લોન લીધી. કેટલીક બચત મેં પણ કરી હતી અને 6.5 લાખ રૂપિયામાં તેની શરૂઆત કરી.
અલિશ કહે છે તે. હું મારા કામથી સંતુષ્ટ છું. આ કામથી હું લોકોની મદદ કરી શકું છું અને સાથે સારા પૈસા પણ કમાઈ રહ્યો છું. મે ચાર્જ પણ ઓછો રાખ્યા છે, જેથી ગરીબ લોકોને સમસ્યા ન થાય. તેમ છતાં હું મહિનામાં 40 હજાર રૂપિયાની કમાણી કરું છું. પરંતુ સરકારી યોજનાઓ અને સરકારી નોકરીઓની અરજી વખતે હું 60 હજાર રૂપિયા કમાણી કરું છું. અલિશની સાથે એક આસિસ્ટન્ટ પણ કામ કરે છે. જરૂર પડે ત્યારે તે બંને ગામડાંના લોકોને ફોર્મ ભરવામાં અથવા કોઈ પણ પ્રકારની ઓનલાઈન અરજી મોકલવવામાં મદદ કરે છે.
અલિશે કહ્યું કે, શરૂઆતમાં ઘણા લોકો મને ડરાવતા હતા અને ટિપ્પણી પણ કરી હતી કે મારો આ આઈડિયા નહીં ચાલે. પરંતુ હું મારી સાથે સાથે બીજા લોકોને પણ નોકરી અપાવવામાં મદદ કરી રહ્યો છું તે મારા માટે બહુ ખુશીની વાત છે.