ગૌરવ / કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા બાદ બે ભાઈઓએ વર્લ્ડ ટ્રાન્સપ્લાન્ટ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યાં, ભારતને 7 મેડલ મળ્યાં

After two kidney transplants, two brothers win gold medals at World Transplant Games, India gets 7 medals

  • યૂકેમાં 17થી 23 ઓગસ્ટ સુધી યોજાયેલા વર્લ્ડ ટ્રાન્સપ્લાન્ટ ગેમ્સ, તેમાં 60 દેશોના 2,200 ખેલાડીઓએ ભાગ લીધો
  • બેંગલુરુના ડો. અર્જુન શ્રીવત્સ અને અનિલ શ્રીવત્સે અલગ અલગ રમતમાં મેડલ જીત્યા
  • બે વખત હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવી ચૂકેલી બેંગલુરુની રીનાએ ભારતીય ખેલાડીઓનું મેનેજમેન્ટ કર્યું

Divyabhaskar.com

Aug 27, 2019, 03:09 PM IST

યૂથ ઝોન ડેસ્ક. યૂકેમાં 17થી 23 ઓગસ્ટ સુધી વર્લ્ડ ટ્રાન્સપ્લાન્ટ ગેમ્સમાં કર્ણાટકના બે ભાઈઓએ ગોલ્ડ મેડલ જીત્યો છે. બેંગલુરુના ડો. અર્જુન શ્રીવત્સ અને તેમના ભાઈ અનિલ શ્રીવત્સે અલગ અલગ રમતમાં મેડલ જીત્યાં છે. વર્લ્ડ ટ્રાન્સપ્લાન્ટ ગેમ્સમાં આ વર્ષે 60થી વધારે દેશોના અંદાજે 22,00 જેટલા સહભાગીઓએ ભાગ લીધો હતો. તેમાં ભારતે ચાર ગોલ્ડ અને ત્રણ સિલ્વર મેડલ જીત્યાં છે.

આ રમતમાં ઓર્ગન ડોનેટ અથવા રિસીવ કરનારા સહભાગીઓ જ ભાગ લઈ શકે છે. અર્જુને રિસીવર કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. જ્યારે તેના ભાઈ અનિલે ડોનર્સની કેટેગરિમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. અનિલે 2014માં પોતાના ભાઈ અર્જુનને પોતાની એક કિડની ડોનેટ કરી હતી. ત્યારબાદ બંને ભાઈઓએ એક સાથે આ ગેમ્સમાં ભાગ લીધો હતો.

ભોપાલની અંકિતાએ બે ગોલ્ડ મેડલ જીત્યાં

અર્જુન ઉપરાંત ભોપાલની અંકિતા શ્રીવાસ્તવે બે ગોલ્ડ મેડલ જીત્યાં છે. યૂકેમાં ભારતીય ખેલાડીઓની ટીમનું મેનેજમેન્ટ બેંગલુરુની રીનાએ કર્યું હતું. તે પહેલી એવી ભારતીય મહિલા છે, જેને બે વખત પોતાનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવી ચૂકી છે. ડો. અર્જુનના જણાવ્યા પ્રમાણે, આ રમતોનું આયોજન અંગદાન પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે કરવામાં આવે છે.

X
After two kidney transplants, two brothers win gold medals at World Transplant Games, India gets 7 medals

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી