સંઘર્ષ / માતા-પિતાનાં મૃત્યુ પછી 10 વર્ષીય ડેંગ ખેતીકામ કરીને ગુજરાન ચલાવે છે

After the death of his parents, 10-year-old Deng do farming and live life in Vietnam
After the death of his parents, 10-year-old Deng do farming and live life in Vietnam
After the death of his parents, 10-year-old Deng do farming and live life in Vietnam

  • ડેંગ તમામ ઘરકામ સંભાળે છે અને સ્કૂલમા અભ્યાસ કરવા માટે પણ જાય છે
  • ડેંગ તેના ઘરની આસપાસ શાકભાજી ઉગાડીને આજીવિકા ઊભી કરે છે
  • રમવા-કૂદવાની ઉંમરમાં ડેંગ રસોઈ બનાવવા માટે જાતે લાકડા કાપે છે

Divyabhaskar.com

Dec 03, 2019, 03:01 PM IST

યૂથ ઝોન ડેસ્કઃ માતા-પિતા વગર એક બાળકનું જીવન અકલ્પનીય બની છે. વિયતનામમાં રહેતો 10 વર્ષનો ડેંગ વેન ખ્યુએન જીવન જીવવા કોઈ પર નિર્ભર ન રહેવા માટે એક મિશાલ બન્યો છે. 10 વર્ષીય ડેંગના માતા-પિતા તેના બાળપણમાં જ તેને છોડીને મૃત્યુ પામ્યા હતા. ડેંગને કોઈ ભાઈ કે બહેન પણ ન હતી. આટલી નાની વયે ડેંગ તમામ રોજિંદા જીવનના કામ કરીને સ્કૂલે જાય છે અને ખેતીકામ કરીને ગુજરાન ચલાવે છે.

ડેંગ નથી ઈચ્છતો કે કોઈ પરિવાર તેને ખોળે લે
ડેંગની દાદીએ તેનો સાથ ન આપતા ડેંગએ જાતે જ પોતાના જીવનમાં લડત આપીને જીવવાનું શરૂ કર્યું હતું. રમવા-કૂદવાની ઉંમરમાં ડેંગ ખેતીનું કામ કરીને ગુજરાન ચલાવે છે. તે તમામ ઘરકામ સંભાળે છે અને સ્કૂલમા અભ્યાસ કરવા માટે પણ જાય છે. કેટલાક પરિવારે ડેંગને ખોળે લેવા માટે કહ્યું હતું પરંતુ ડેંગએ સ્વાભિમાન સાથે ઇનકાર કર્યો હતો.

નાની વયે માતા-પિતાનો સાથ ગુમાવ્યો
ડેંગની નાની ઉંમરે જ તેની માતાનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ તેના પિતા તેની દાદી પાસે મૂકીને કામ કરવા માટે શહેર જતા રહ્યા હતા. ડેંગના પિતા એક કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતા હતા જ્યાં એક અકસ્માતમા તેમનું મોત થયું હતું. ડેંગના પિતાના મૃત્યુ પછી તેની દાદીએ ડેંગને ત્યજીને બીજા લગ્ન કર્યા હતા. ત્યારથી ડેંગ એકલો જ રહીને ઘરના તમામ કાર્યો આપમેળે કરી જાતે જ ગુજરાન ચલાવે છે.

ખેતી કામ કરીને ગુજરાન કરે છે
ડેંગ તેના ઘરની આસપાસ શાકભાજી ઉગાડે છે. તે જમવાનું બનાવવા માટે જાતે જ લાકડાઓ કાપીને લાવે છે. ડેંગ ખેતરમાં કામ કરે છે અને એક તૂટેલી ઝૂપડીમાં રહે છે. ડેંગ નથી ઈચ્છતો કે તેને કોઈ પરિવાર ખોળે લે. ડેંગ જણાવે છે કે તે પોતાનું ધ્યાન જાતે જ રાખી શકે છે.

X
After the death of his parents, 10-year-old Deng do farming and live life in Vietnam
After the death of his parents, 10-year-old Deng do farming and live life in Vietnam
After the death of his parents, 10-year-old Deng do farming and live life in Vietnam

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી