દિલ્હી / 20 વર્ષનો પંકજ પીઠ પર છોડ અને ઓક્સિજન માસ્ક પહેરીને લોકોને પર્યાવરણ બચાવવા સંદેશ આપી રહ્યો છે

A young man walking around with plants and oxygen masks on his back to teach to save the environment

  • પંજક મૂળ બિહારનો રહેવાસી છે, તેના પિતા શાકભાજી વેચે છે
  • પંકજ કુમાર નોઈડા, દિલ્હી અને ગુરુગ્રામના આજુબાજુના વિસ્તારોમાં વૃક્ષો બચાવવાનો મેસેજ ફેલાવે છે 

Divyabhaskar.com

Dec 03, 2019, 09:15 AM IST

યૂથ ઝોન ડેસ્ક: દિલ્હી અને એનસીઆરમાં વધતા જતા પ્રદૂષણને સ્થાનિકોનું શ્વાસ લેવું મુશ્કેલ બની ગયું છે. આ પ્રદૂષણ વચ્ચે 20 વર્ષનો એક યુવક પર્યાવરણને બચાવવા માટે અલગ રીતે શીખ આપી રહ્યી છે. પંકજ કુમાર નોઈડા, દિલ્હી અને ગુરુગ્રામના આજુબાજુના વિસ્તારોમાં પોતાની પીઠ પર 20 લીટર પાણીનો જાર અને મોઢા પર માસ્ક લગાઇને ફરે છે. તેના જારમાં એક છોડ પણ છે. પંકજ વૃક્ષી દ્વારા મળતાં ઓક્સિજનના મહત્ત્વ બાબતે લોકોને જાગૃત કરી રહ્યો છે.

પંકજે કહ્યું કે, મારા જારમાં આર્ટિફિશિયલ છોડ છે. હું લોકોને કહેવા માગું છું કે, જો આપણે આજે પર્યાવરણને બચાવવા માટે પ્રયત્નો નહીં કરીએ તો ભવિષ્યમાં પણ આપણે આ જ રીતે રિયલ છોડ અને ઓક્સિજન માસ્ક લઈને ફરવું પડશે.

પંકજને લોકો શું વિચારે છે, તેનાથી ફરક નથી પડતો
પંકજે ગળામાં પણ એક બોર્ડ લટકાવ્યું છે, જેમાં લખ્યું છે કે વૃક્ષ બચાવો અને તેની રક્ષા કરો, નહીં તો આવું ભવિષ્ય હશે. આ મેસેજ અંગ્રેજી અને હિન્દી એમ બંને ભાષામાં લખ્યો છે. પંકજે કહ્યું કે, ઘણા લોકો મારી સામે આશ્ચર્યની નજરે જોવે છે, પણ તેઓ શું વિચારે છે તેનાથી મને કોઈ ફરક પડતો નથી.

તેના પિતા શાકભાજી વેચે છે
પંકજ મૂળ બિહારનો રહેવાસી છે. તે જુલાઈ મહિનાથી આ મેસેજ લોકો સુધી પહોંચાડી રહ્યો છે. પંકજ બિઝનેસ આઉટસોર્સીંગનું કામ કરે છે. તેમના પિતા શાકભાજી વેચે છે અને માતા ગૃહિણી છે.

X
A young man walking around with plants and oxygen masks on his back to teach to save the environment

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી