સ્ટાર્ટઅપ / જૂનાં કપડાં 'નવાં' બનાવી જરૂરિયાતમંદોના ચહેરા પર મુસ્કાન લાવી રહ્યું છે કોલકાતાનું સ્ટાર્ટઅપ 'ટ્વર્લ' 

Sujata chatterjee started new startup of old clothes and donate it

divyabhaskar.com

Apr 03, 2019, 01:11 PM IST

કોલકાતાઃ રિટેલ ઉદ્યોગના સતત વિકાસને કારણે લોકો હવે વધુ ખરીદી કરવા લાગ્યા છે. જેના કારણે હવે વોર્ડરોબમાં એટલાં કપડાં ભેગાં થાય છે કે આપણે તેમાંનાં ઘણાં કપડાંનો ઉપયોગ નથી કરતા હોતા. આ સમસ્યા લગભગ દર બીજી વ્યક્તિની છે. પરંતુ સામાન્ય રીતે લોકો તેને અવગણે છે. તેઓ ક્યારેય એવું નથી વિચારતા કે આ પડી રહેલાં જૂનાં કપડાં જરૂરિયાતમંદ લોકોને કામ આવી શકે છે. જોકે, આ વાત પર વિચાર કરવા માટે આપણને મજબૂર કર્યાં છે કોલકાતાની સુજાતા ચેટર્જીએ, જે કંઇક આ જ વિષય પર કામ કરી રહી છે.

સુજાતાએ 2017માં આંત્રપ્રેનર તરીકે શરૂઆત કરી અને twirl.store ખોલ્યો.. આ સ્ટાર્ટઅપ દ્વારા સુજાતાનો મુખ્ય ઉદ્દેશ કપડાંનો બગાડ રોકવાનો હતો. સાથોસાથ તેનાથી મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન, કુદરતી સંસાધનોનું રક્ષણ અને ગરીબ સ્થિતિમાં જીવતા લોકોની કપડાંની જરૂરિયાતો પૂરી કરવા જેવા હેતુઓ પણ પાર પડતા હતા. પોતાના બ્રાન્ડ નેમ વિશે વાત કરતાં સુજાતા કહે છે કે, 'ટ્વર્લ'નો અર્થ થાય છે ફરવું કે ચક્કર લગાવવું. આ બ્રાન્ડ નેમ રિટેલ માર્કેટમાં ચકડોળની જેમ ચાલતી પ્રક્રિયા તરફ આંગળી ચીંધે છે, જેમાં જૂની વસ્તુઓને ફરી-ફરીને વાપરવા યોગ્ય બનાવામાં આવે છે.'

ભેટ અથવા રિવોર્ડ સિસ્ટમ દરેક ગ્રાહકને ખેંચી લાવે છે. આ ખ્યાલને સમજીને 'ટ્વર્લ' જૂનાં કપડાં દાનમાં આપતાં લોકોને રિવોર્ડ પોઇન્ટ્સ આપે છે. જેનો ઉપયોગ તેઓ અન્ય વેબસાઇટ પર વેચાતી પ્રોડક્ટ્સ ખરીદવામાં કરી શકે છે. 'ટ્વર્લ' સમગ્ર દેશના ગમે તે ખૂણામાંથી જૂનાં કપડાંને લઈ જવા માટે કોઈ ચાર્જ વસૂલતું નથી. જૂનાં અથવા વપરાયેલાં કપડાં ભેગાં કર્યાં બાદ ટીમ કાં તો તેને દાન કરી દે છે અથવા તો પછી તેને રિસાઇકલ કરે છે. 'ટ્વર્લ'ની ટીમ દાવો કરે છે કે, તેઓ અત્યાર સુધી દસ હજાર પ્રોડક્ટ્સને રિસાઇકલ કરી ચૂકી છે.

સુજાતાએ એક મીડિયા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, કોલકાતાની ઝૂંપડપટ્ટીઓ સહિત શાંતિનિકેતન અને સુંદરવન વગેરે ગામોમાં ડોનેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે. કંપની તેના સાથીઓ અને ગ્રાહકોને અગાઉથી આ ડ્રાઇવ વિશે જાણ કરે છે. આ કાર્યક્રમોની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લોકોને પણ જાગ્રત કરવામાં આવે છે. સુજાતા કોલકાતા અને તેની આસપાસ રહેતી મહિલાઓને રોજગાર પૂરો પાડવા અને તેમને સશક્ત બનાવવા તરફ પણ કામ કરી રહી છે. કપડાંને રિસાઇકલ કરવાથી લઇને પ્રોડક્ટ બનાવવા સુધીની બધી જવાબદારીઓ આ ગ્રામીણ મહિલાઓ દ્વારા હાથ ધરવામાં આવે છે.

કોલકાતામાં જન્મીને મોટી થયેલી સુજાતાએ પોતાની કારકિર્દીની શરૂઆત આઇટી કંપની સાથે કરી હતી. ત્યારબાદ જ્યારે તેણે આ સ્ટાર્ટઅપ શરૂ કરવાનું વિચાર્યું તો શરૂ શરૂમાં આસપાસના કોઈ ગામના લોકોએ તેને સપોર્ટ ના આપ્યો અને તેના પર વિશ્વાસ ના કર્યો. તેમ છતાં હિમ્મત હારવાને બદલે સુજાતાનો ઉદ્દેશ વધુ મજબૂત બન્યો અને આ રીતે તેણે 'ટ્વર્લ'ની શરૂઆત કરી.

X
Sujata chatterjee started new startup of old clothes and donate it
Sujata chatterjee started new startup of old clothes and donate it
Sujata chatterjee started new startup of old clothes and donate it
Sujata chatterjee started new startup of old clothes and donate it
Sujata chatterjee started new startup of old clothes and donate it

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી