પ્રેરણા / પિતાના નિધન બાદ મોટી દીકરીએ ઉપાડી જવાબદારી, નાની બહેનને બનાવી એન્જિનિયર અને 25 મજૂરોના પરિવારનો સહારો બની

seema sandhu from faridabad managed her father's business after his death

divyabhaskar.com

Apr 15, 2019, 05:11 PM IST

હરિયાણાઃ હરિયાણાના ફરિદાબાદમાં ડબુઆ કોલોનીમાં રહેતી સીમા સંધુ તેના પરિવારની સૌથી મોટી પુત્રી છે. 2009માં તેના પિતા લાજપત રાયનું હાર્ટ એટેક આવવાથી મૃત્યુ થયું હતું. ત્યારબાદ માતા બિમલા અને બે નાની બહેનો રેનુ અને મોનિકાની જવાબદારી સીમાના ખભે આવી ગઈ. તે સમયે સીમા દિલ્હીની એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતી હતી. પરંતુ પરિવાર માટે તેણે નોકરી છોડી પિતાનો લાકડાનો વ્યવસાય સંભાળી લીધો. તેના પિતાની દુકાનમાં લગભગ 25 મજૂરો કામ કરતા હતા.


સીમાએ જોયું કે પિતાના મૃત્યુ પછી વ્યવસાય બંધ થવાની અણીએ આવી ગયો હતો. મજૂરોના કુટુંબો પણ ગરીબીમાં જીવતા હતા. આ બધાંનું જીવન બહેતર બનાવવા માટે સીમાએ પિતાનો વ્યવસાય સંભાળવાનું નક્કી કર્યું. સીમાના આ નિર્ણય બાદપિતા સાથે કામ કરતા વેપારીઓએ પણ ખૂબ નાણાકીય નુકસાન પહોંચાડ્યું. પિતાએ કામ માટે જે વેપારીઓ પાસેથી કાચો માલ મગાવ્યો હતો, તે પણ પૈસા આપવા માટે દબાણ કરવા લાગ્યા. બીજી બાજુ જે વેપારીઓને સીમાના પિતાએ માલ વેચ્યો હતો, તેઓ પણ પૈસા આપવામાં ગલ્લાંતલ્લાં કરવા લાગ્યા. આ તમામ મુશ્કેલીઓ વેઠ્યાં છતાં સીમાએ હિંમત ન હારી. લગભગ 3 વર્ષની સખત મહેનત રંગ લાવી અને તેણે સમગ્ર આર્થિક નુકસાનનું વળતર ચૂકવ્યું. થોડા વર્ષોમાં પિતાનો લાકડાનો વેપાર ફરી જામી ગયો.


સીમાએ માત્ર પિતાનો ધંધો જ ન સંભાળ્યો પરંતુ પોતાની બે નાની બહેનો માટે પિતા સમાન બની તેમનું ધ્યાન પણ રાખ્યું. સીમાએ બંને બહેનો મોનિકા અને રેનુને એન્જિનિયરિંગના અભ્યાસ માટે બેંગલોર મોકલી. અભ્યાસ પૂર્ણ થયા પછી તેણે બંને બહેનોના ધૂમધામથી લગ્ન પણ કરાવ્યા. પરંતુ પોતે ક્યારેય ઘર વસાવવાનું ન વિચાર્યું. આજે તે એકલા હાથે પિતાનો ધંધો સંભાળી રહી છે અને પોતાના પરિવારની સાથે 25 મજૂરોને પણ પરિવારોનું ગુજરાન ચલાવવાના પૈસા આપી શકે તે માટે વધુ પ્રયત્નો કરી રહી છે.

X
seema sandhu from faridabad managed her father's business after his death
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી