તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વોશિંગ્ટનમાં 3 મિત્રોએ શરૂ કરી હેલ્થ ફૂડ રેસ્ટોરન્ટ, બાર વર્ષમાં 90 રેસ્ટોરાં સાથે 7000 કરોડનો બિઝનેસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રેસ્ટોરન્ટ માત્ર સલાડ જ વેચવાના ધ્યેય સાથે શરૂ કરેલી
  • અમેરિકાના લોકપ્રિય હેલ્થ ફૂડ ચેઈન સ્વીટ ગ્રીનની કહાની, 20 નવી રેસ્ટોરન્ટ શરૂ કરશે

અમેરિકા: મિકોલસ જામેટ, જોનાથન નેમાન અને ફિટનેસ માટે હંમેશા સજાગ રહેતા હતા. વોશિંગ્ટનની જ્યોર્જ ટાઉન યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન ત્રણેય જંકફૂટ ખાવાની પરેજી પાળતા હતા. પરંતુ સમસ્યા આ હતી કે, શહેરમાં અન્ય કોઈ સ્થળે વાજબી ભાવે હેલ્ધી ફાસ્ટફૂડની રેસ્ટોરન્ટ ન હતી. આથી તેઓએ પોતાની રેસ્ટોરન્ટ શરૂ કરવા નિર્ણય લીધો. લોકેશન માટે જ્યોર્જ ટાઉનના બંધ પડેલા પબનો ઉપયોગ કર્યો. રેસ્ટોરન્ટમાં માત્ર સલાડ જ વેચવાના ધ્યેય સાથે રેસ્ટોરન્ટ શરૂ કરી. થોડા મહિનામાં જ મિત્રો અને પરિવાર તરફથી રૂ. 2 કરોડ (3 લાખ ડોલર)નુ ફંડ એકત્ર કર્યુ. ઓગસ્ટ, 2007માં ત્રણેયએ ભેગા મળી સ્વીટ ગ્રીન નામથી હેલ્ધી ફાસ્ટફૂડ રેસ્ટોરન્ટ શરૂ કરી.

 

અમેરિકામાં જુદા-જુદા શહેરોમાં 90 સ્વીટ ગ્રીન રેસ્ટોરન્ટ

રેસ્ટોરન્ટના સ્ટાફ પેટે કોલેજના અમુક વિદ્યાર્થીઓને હાયર કર્યા. રેસ્ટોરન્ટને લોકપ્રિય બનાવવા માટે જાતે જુદા-જુદા શહેરોમાં જઈ જાહેરાતો આપી. રેસ્ટોરન્ટ માટે વેબસાઈટ તૈયાર કરી. જોનાથન જણાવે છે કે, ટૂંકસમયમાં જ રેસ્ટોરન્ટની બહાર લાઈનો લાગવા માંડી. લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત્તા વધતા રેસ્ટોરન્ટની લોકપ્રિયતા વધી. તેઓ એક જ આઉટલેટ મારફત શહેરના લોકોની માગ પૂર્ણ કરવા અસર્મથ બન્યા. બાદમાં વોશિંગ્ટનમાં બીજી રેસ્ટોરન્ટ શરૂ કરી. સતત પ્રયાસો સાથે ફૂડ બિઝનેસ સાથે જોડાયેલા ઉદ્યોગપતિ વોલ્ટર રોબ, અબજોપતિ રોકાણકાર સ્ટીવ કેસ તથા ફ્રાન્સના શેફ ડેનિયલ બોલુદ રોકાણ માટે પ્રેરાયા. આજે અમેરિકામાં જુદા-જુદા શહેરોમાં 90 સ્વીટ ગ્રીન રેસ્ટોરન્ટ છે. 2019માં તે વધુ 20 રેસ્ટોરન્ટ શરૂ કરવા જઈ રહ્યા છે. 2016માં તેનુ હેડક્વાર્ટર વોશિંગ્ટનમાંથી ખસેડાઈ લોસ એન્જલ્સ શિફ્ટ કરવામાં આવ્યુ. 

 

* રેસ્ટોરન્ટ US ખેડૂતો પાસેથી ફળ-શાકભાજી ખરીદે છે
નિકોલસ જણાવે છે કે, સ્વીટ ગ્રીનની શરૂઆત દરમિયાન જ નિર્ણય કર્યો હતો કે, ફળ અને શાકભાજી માટે ખેડૂતોનો સીધો સંપર્ક કરીશુ. તેમાંય માત્ર અમેરિકી ખેડૂતો પાસેથી ખરીદી કરીશુ. જેના લીધે કોઈ ફળ અને શાકભાજીનુ ઉત્પાદન કોઈ સિઝનમાં નબળુ રહે તો રેસ્ટોરન્ટ તે સંબંધિત સલાડ વેચતુ નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો