પ્રેરણા / દીકરાને ક્રિકેટર બનાવવા માતાએ કચરો વીણી સંઘર્ષ કર્યો, હવે ભારતની દિવ્યાંગ ક્રિકેટ ટીમમાંં રમશે

divyabhaskar.com

Mar 11, 2019, 01:10 PM IST
Surat Divyang Pravin Wankhede selected for Indian handicapped cricket team

 • 12મી માર્ચે ભારત અને નેપાળ વચ્ચે યુપીમાં યોજાનર મેચમાં રમશે
   

સુરત: 'એમને પગની એડી નથી પણ કાબેલિયત અને હિંમત ગજબની છે. ઘરમાં રૂપિયાની તંગી છે પરંતુ જોશથી ભરેલી તિજોરી ક્યારેય ખાલી થતી નથી. પ્રેક્ટિસ કરવા માટે સુવિધા નથી છતાં ઝૂનુનને ક્યારે ઓછો થવા દિધો નથી.' 40 ટકા વિકલાંગ પ્રવિણ વાનખેડે ભારતની દિવ્યાંગ ક્રિકેટ ટીમમાં પસંદ થયા છે. અત્યંત ગરીબીમાં ઉછર્યા હોવા છતાં ફરિયાદ કરવાની જગ્યાએ સફળતાનો રસ્તો શોધ્યો. જિંદગીનો દરેક દિવસ સંઘર્ષથી ભરેલો હતો. માતા એસએમસીના ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનમાં કામ કરે છે. 12મી માર્ચના રોજ ઉત્તર પ્રદેશમાં ભારત અને નેપાળ વચ્ચે મેચ રમાશે જેમાં ભારતની ટીમમાં ઓલરાઉન્ડર તરીકે રમશે.

હું જાગ્યો ત્યારે ડોક્ટરે કહ્યું કે, તમે 40 ટકા વિકલાંગ થઈ ગયા છો

- 'નાનો હતો ત્યારે ખુબ ક્રિકેટ રમતો હતો. ત્યારે સપનું પણ જોયુ કે, મારે ક્રિકેટર બનવું છે, પરંતુ ગરીબીએ ક્રિકેટની સ્પિચ સુધી પહોંચવા જ ન દીધો. પપ્પા અને મમ્મી મજૂરી કરે એટલે ઘરમાં રૂપિયા ક્યાંથી હોય. અરે બેટ અને બોલ લેવાના પણ રૂપિયા ન હતાં. કપડાં ધોવાના ધોકાથી પ્રેક્ટિસ કરતો હતો. માત્ર ધોરણ 6 સુધી જ અભ્યાસ કરી શક્યો છું. લોકો કહેતાં 'ગરીબી ફેમિલીમાં જન્મ થયો છે...! સપના ઊંચા ન રાખ. છાનો માનો કામે લાગી જા.' ભણવાનું પણ જેના નસીબમાં ન હોય તે ક્રિકેટર બની શકે..? આવો સવાલ મારી જાતને અનેક ‌વખતો પુછતો હતો.

- કંપનીમાં ડિલિવરીમેન તરીકે જોબ લાગી. એક દિવસ ટેમ્પોમાં બેસીને અમે સામાનની ડિલિવરી કરવા માટે જતાં હતાં ત્યારે ટેમ્પો પલ્ટી ગયો હતો. જ્યારે હું જાગ્યો ત્યારે મને ખબર પડી કે હું હોસ્પિટલમાં છું. મને ખબર ન હતી કે, મારી સાથે શું ઘટના બની છે. ડોક્ટરે કહ્યું કે, 'તમે 40 ટકા વિકલાંગ થઈ ગયા છો.' મારા એક પગની એડી કપાઈ ગઈ હતી. અત્યંત દુ:ખ થયું હતું. રડવાથી જિંદગીમાં કંઈ થશે નહીં એ મને ખબર હતી. ગેસની કંપનીમાં રિક્ષામાં ગેસની બોટલો ડિલેવરીનું કામ શરૂ કર્યું. ગેસ કંપનીમાં છેલ્લાં 5 વર્ષથી કામ કરી રહ્યો છું.

- મને ક્રિકેટ રમવાનો શોખ હતો એટલે ક્રિકેટના ગ્રાઉન્ડ પર ગયો. મને લોકો કહેતાં કે, 'ડાન્સર આવ્યો, ડાન્સર આવ્યો.' તારી પાસે પગ છે નહીં તો તું ક્રિકેટ કેવી રીતે રમી શકીશ. 'મેં એમને જવાબ આપવાની જગ્યાએ બેટ પકડ્યું અને એક જ ઓવરમાં ચાર સિક્સર મારી. લોકોની બોલતી બંધ થઈ અને મારી હિંમત વધી. ત્યારે જ એક હેન્ડિકેપ છોકરો મને ક્રિકેટ રમતા જોઈ ગયો અને મને કહ્યું 'હેન્ડિકેપ લોકોની ટીમ છે તમને રસ હોય તો આ ટીમમાં તમને સ્થાન મળે.' બસ ત્યાર પછી ક્યારેય પાછળ ફરીને જોયું નથી. ગુજરાતની ટીમમાં 25થી વધારે મેચ રમી ચૂક્યો છું. એક ટુર્નામેન્ટમાં મને મેન ઓફ ધ સિરિઝનો ખિતાબ મળ્યો એટલે આ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સિલેક્ટ થયો છું. હવે માત્ર દેશને જીતાડવાનું સપનું છે.' - પ્રવિણ વાનખેડે

X
Surat Divyang Pravin Wankhede selected for Indian handicapped cricket team
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી