એક પગમાં પોલિયો હોવા છતાં સ્વિમિંગ શીખીને પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેળવ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માત્ર ત્રણ જ મહિનામાં ભાવના બારોટે સ્વિમિંગ શીખ્યું
  • ખેલ મહાકુંભમાં શોર્ટપુટમાં પણ ગોલ્ડ મેળવ્યો હતો 
સુરત: 'માણસ શરીરથી વિકલાંગ હોઈ શકે છે, પરંતુ મનથી વિકલાંગ ન હોય તો કંઈ પણ કરી શકે છે. વિકલાંગ વ્યક્તિ મક્કમ મનોબળ રાખે તો બધી કોઈ પણ જગ્યાએ પહોંચી શકે છે. પેરાલિમ્પિકમાં જ્યારે ભાગ લેવા માટે ગઈ હતી ત્યારે સ્પર્ધકોને જોઈને ડરી સ્પર્ધામાંથી નિકળી જવાના વિચાર કર્યો હતો. પરંતુ હિંમત કરીને કુદી પડી એટલે ગોલ્ડ મેડલ મેળવ્યો.' વિકલાંગ ભાવના બારોટે પેરાલિમ્પિક ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જમણા પગમાં પોલિયો હોવા છતાં એમણે પેરાલિમ્પિકમાં સ્વિમિંગ સ્પર્ધામાં મેડલ ગોલ્ડ મેળવ્યો હતો. આ ઉપરાંત એમમે ખેલ મહાકુંભમાં શોર્ટ પુટમાં ગોલ્ડ મેળવ્યો હતો. 

વર્ષ 2015થી બેન્કમાં બિઝનેસ એસોસિએટની જોબ કરી રહી છું. સ્પોર્ટ્સમાં મને પહેલેથી જ રસ ન હતો. એક દિવસ ઓનલાઈન વિડિયો જોઈ રહી હતી. જેમાં ઓસ્ટ્રેલિયાના નિકને બંને હાથ અને પગ નથી છતાં સ્વિમિંગ કરી રહ્યા હતાં. એને જોઈને મને પ્રેરણા મળી. મને વિચાર આવ્યો કે, 'મારે તો માત્ર એક જ પગ નથી તો હું પણ સ્વિમિંગ કરી જ શકું.' એટલે મેં પણ સ્વિમિંગ કરવાની શરૂઆત કરી હતી. જ્યારે સ્વિમિંગ શીખવાની શરૂઆત કરી ત્યારે મને અનેક તકલિફો પડી. કારણ કે, મારે માત્ર એક જ પગ દ્વારા સ્વિમિંગ કરવાનું હતુ. પુલમાં સાઇકલિંગ કરતી વખતે મારો જમણો પગ પાણીમાં અધ્ધર રહેતો હતો અને ખાલી મારા ડાબા પગથી હું સાઇકલિંગ સ્ટ્રોક્સ મારતી હતી. જેનાં કારણે મારા ડાબા પગ પર જ પ્રેશર આવતું હતુ અને જ્યારે હું પુલની બહાર નીકળું ત્યારે મારે લાકડીનાં સહારે ચાલવુ પડતું હતું. નહિં તો હું લાકડી વગર પણ ચાલી શકુ છું.

જમણા પગમાં પોલિયો હોવાને કારણે મારી સ્વિમિંગમાં જોઇએ એટલી ઝડપ આવતી ન હતી, પણ તેમ છતા મેં પ્રેક્ટિસ કરી અને પેરાલંપિક્સમાં ડિસેબલ કેટેગરીમાં 50 મિટર ફ્રી સ્ટાઇલમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો, જેમાં 50 મિટર અંતર કાપતા મને 1.45 મિનિટનો સમય લાગ્યો હતો. જ્યારે કોમ્પિટીશન થવાની હતી ત્યારે હું ખુબ જ નર્વસ હતી. અનેક સારા ખેલાડીઓને જોઈને હું ડરી ગઈ હતી અને સ્વિમિંગ કર્યા વગર જ સ્પર્ધામાંથી નિકળી જવાનો વિચાર કર્યો હતો. ત્યારે આસપાસના લોકોએ મને મોટીવેટ કરી હતી. એટલે પછી કંઈ વિચાર્યા વગર જ સ્વિમિંગ પુલમાં છલાંગ લગાવી દીધી છે. જ્યારે હું ફિનિશિંગ લાઈન પર પહોંચી ત્યારે મને ખબર નહોતી કે, પેહેલી આવી છું પરંતુ જ્યારે સ્વિમિંગ પુલની બહાર નિકળી ત્યારે મને ખબર પડી કે, હું પહેલા નંબરે આવી છું.  ભાવનાએ કહ્યું, કે જો હું હાર માની ગઈ હોત તો મારી કરીયર સમાપ્ત થઈ જાત. હિંમત કરી એના કારણે ગોલ્ડ મેડલ મેળવી શકી છું. વખતે મને અહેસાસ થયો કે તમે કોઇપણ દિવસ શરીરથી ડિસેબલ નથી હોતા તમે મગજથી ડિસેબલ હોવ છો. જ્યાં સુધી તમે મનથી મક્કમ છો તો તમારી ફિઝિકલ ડિસેબિલિટી તમારા મનોબળની આડે આવતુ નથી.

અન્ય સમાચારો પણ છે...