તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

150 ટન લોખંડના ભંગારમાંથી એમ.એસ. યુનિ.ના 7 આર્ટિસ્ટ દ્વારા સાત અજાયબીનું નિર્માણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દિલ્હીના સેવન વન્ડર્સ પાર્કમાં એમ.એસ. યુનિ.ના પૂર્વ છાત્રોએ બનાવેલા સ્કલ્પચર મૂકાશે 

પાર્થ પંડ્યા, વડોદરા: દેશમાં વડોદરા બાદ દિલ્હી ખાતે લોખંડના ભંગારમાંથી સ્કલ્પ્ચરનું નિર્માણ મ. સ. યુનિ.ના ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા કરાયું છે.દિલ્હી ખાતે સરાઇ કાલે ખાન વિસ્તારમાં આવેલ રાજીવ ગાંધી સ્મૃતિ વનમાં સેવન વન્ડર્સના નામે સાત અલગ-અલગ વિશ્વ- પ્રસિદ્ધ અજાયબીનાં લોખંડના ભંગારમાંથી બનાવેલાં સ્કલ્પ્ચર મુકાયાં છે.180 દિવસની મહેનત બાદ 150 ટન લોખંડના ભંગારને ઉપયોગમાં લઇને સ્કલ્પ્ચર તૈયાર કરવામાં આવ્યાં છે. 

 

દેશભરમાં પ્રથમ વખત ભંગારનો ઉપયોગ કરીને સ્કલ્પ્ચર વડોદરામાં તૈયાર કરવામાં આવ્યાં

ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા વડોદરામાં વર્ષ-2017માં લોખંડના ભંગારમાંથી સ્કલ્પ્ચર તૈયાર કરાયા હતાં. જે ટ્રાફિક સર્કલ પર મૂકાયા છે. દેશભરમાં પ્રથમ વખત ભંગારનો ઉપયોગ કરીને સ્કલ્પ્ચર વડોદરામાં તૈયાર કરવામાં આવ્યાં હતાં.દેશમાં દિલ્હીમાં બીજી વખત અનોખો પ્રયોગ કરવામાં આવ્યો હતો.દિલ્હીમાં સરાઇ કાલે ખાન વિસ્તારમાં આવેલ રાજીવ ગાંધી સ્મૃતિ વનમાં સેવન વન્ડર્સ ઓફ વર્લ્ડ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે.અગાઉ આ જગ્યા કચરો નાંખ‌વા માટે ઉપયોગમાં લેવામાં આવતી હતી. સેવન વન્ડર્સના નિર્માણમાં દિલ્હીના લગભગ તમામ ભંગારને ઉપયોગમાં લેવામાં આવી ચૂક્યો છે.

 

અંદાજિત 100 લોકોએ 150 ટન લોખંડના ભંગારમાંથી 7 અજાયબી બનાવી

સેવન વન્ડર્સ તરીકે તાજમહલ (આગ્રા), એફિલ ટાવર(પેરિસ), સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી(અમેરિકા), ગ્રેટ પિરામિડ ઓફ ગાઝા(ઇજિપ્ત), લીનિંગ ટાવર ઓફ પીસા(ઇટલી), ક્રાઇટ્સ ધી રીડીમ્બર (બ્રાઝીસ), કોલોસીયમ (રોમ)ને બનાવીને મૂકવામાં આવ્યાં છે. ફાઇન આર્ટસ ફેકલ્ટીના પૂર્વ વિદ્યાર્થી અનુજ પોદ્દાર, રાકેશ રાણા, સંદિપ પીસાલકર,પ્રેમ કુમાર વૈશ્ય ઉર્ફે ડેવિડ તથા રામકુમાર દ્વારા દિલ્હીને સાત અજાયબી આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવવામાં આવી હતી. તેમની સાથે મળીને અંદાજિત 100 લોકોએ 150 ટન લોખંડના ભંગારમાંથી 7 અજાયબી બનાવી હતી. 

 

સ્કલ્પ્ચર 100 વર્ષ સુધી યથાવત્ રહેશે 

7 અજાયબીનાં સ્કલ્પ્ચર પર વિશેષ કોટિંગ કરવામાં આવ્યું છે. જેને કારણે આગામી 100 વર્ષ સુધી તે યથાવત્ રહેશે.દિલ્હી ખાતે તૈયાર કરાયેલ રાજીવ ગાંધી સ્મૃતિ વન અગાઉ ડમ્પિંગ સાઇટ હતું.જ શરૂઆતના દિવસોમાં કામ કરતાં જમીનમાંથી સતત પાણી નિકળતું હતું.જેને કારણે કામની ગતિ એક સમયે ધીમી પડી હતી.ત્યાર બાદ કામ પૂર્ણ કરવામાં સફળતા મ‌ળી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો