કેલરી બર્ન / 77 કલાક સાઈક્લિંગમાં માત્ર 7 કલાકની ઉંઘ લઈને ફિનિશ કરી 'લોંગ ડિસ્ટન્સ રાઈડ'

divyabhaskar.com

Mar 13, 2019, 03:51 PM IST
Rider completed 77 hours of cycling long distance ride with just seven hours of sleep

અમદાવાદ: રાજકોટ ખાતે 1200 કિ.મીની લોંગ ડિસ્ટન્સ બાઈસિક્લ રાઈડ યોજાઈ હતી. આ કોમ્પિટિશનમાં ભાગ લેનાર સાઇક્લિસ્ટે 90 કલાકમાં રાઈડ પુરી કરવાનો ટાસ્ક અપાયો હતો. જેમાં શહેરના સાઇક્લિસ્ટ કિશન ગોંડલિયાએ 1200 કિ.મીનું અંતર 77 કલાકમાં પુરુ કરીને રેસ ફિનિશ કરી હતી. 77 કલાકમાં તેઓએ માત્ર 7 કલાકની ઊંઘ ખેંચી હતી. આ સાથે જમવાનું અને અન્ય ટાઈમ 77 કલાકમાંથી બાદ કરતા તેઓએ 54 કલાક સાઈકલ ચલાવી હતી. કિશન ગોંડલિયાએ નોર્મલ સાઈકલની જગ્યાએ ઝાડા પૈડાવાળી માઉન્ટેન બાઈક ચલાવી હતી. કિશન ગોંડલિયા પાસેથી શહેરના હેલ્થ કોન્સિયન્સ લોકો માટે સિટી ભાસ્કરે જાણ્યું હતું કે નોર્મલ સાઈકલની જગ્યાએ માઉન્ટેન સાઈકલ ચલાવવાથી કેટલી કેલેરી બર્ન થાય છે.

* કિશન ગોંડલિયાએ રોડ બાઈસિકલની જગ્યાએ ચલાવી માઉન્ટેન સાઈકલ
22ની સ્પીડે સાઈકલ રાઈડથી કેટલી કેલરી બર્ન થાય છે
1 કલાકમાં માઉન્ટેન બાઈક ચલાવવાથી 315 કેલરી ઓછી થઇ શકે
1 કલાકમાં રોડ બાઈસિકલ ચલાવવાથી 259 કેલરી ઓછી થઇ શકે
(નોંધ : વજન મુજબ કેલરી વધારે ઓછી થઇ શકે છે)


* કિશને બર્ન કરી 17 હજાર કેલેરી
જમવાનું, અન્ય સ્ટોપ અને ઊંધને બાદ કરતા કિશન ગોંડલિયાએ કુલ 54 કલાક સાઈકલ ચલાવી છે. 54 કલાકમાં તેઓએ 17000 કેલેરી બર્ન કરી છે. રાઈડમાં કિશનનું 3 કિલો જેટલુ વજન ઉતર્યુ છે. કિશન ગોડલિયાએ આ અંગે કહ્યું કે, 'હું તો સાઈકલ શોખથી ચલાવું છું પણ આજે ઘણા લોકો સાઈકલ વજન ઘટાડવા માટે ચલાવતા હોય છે. તેઓ ઉત્સાહમાં રોડ બાઈક ખરીદી લે છે પણ તેનાથી જેટલી જોઈએ એટલી કેલરી બર્ન થતી નથી. જેની જગ્યાએ એજ સ્પીડ પર અને એટલી જ મિનિટ કે કલાક માઉન્ટેન સાઈકલ ચલાવવાથી વધારે ઝડપી કેલરી બર્ન થાય છે.

X
Rider completed 77 hours of cycling long distance ride with just seven hours of sleep
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી