હટકે આઈડિયા / મેન્ટલી રિટાયર્ડ અને હેન્ડિકેપને ફ્રીમાં બ્યૂટી સલૂનની તાલીમ અપાય છે

This vadodara institute is giving free saloon education to dumb and deaf students

  • 3 મહિનાનો કોર્સ અને ઓન જોબ ટ્રેનિંગ અપાય છે 
  • 2017માં નિતારા બ્યૂટી એકેડમી અને સલૂનની શરૂઆત કરાઇ 
     

divyabhaskar.com

Mar 14, 2019, 12:58 PM IST

વડોદરા: મેન્ટલી રિટાયર્ડ, ડેફ એન્ડ મ્યુટ, હેન્ડિકેપ અને અંડર પ્રીવલેજ બેકગ્રાઉન્ડ ધરાવતા લોકોને વિનામૂલ્યે બ્યૂટી સલૂનની તાલીમ આપીને પગભર કરવાના ઉદ્દેશ્યથી વર્ષ 2017ના જુલાઈ મહિનામાં શહેરના સેફલર ગ્રુપ દ્વારા નિતારા બ્યૂટી એકેડમી અને સલૂનની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં 3 મહિનાનો કોર્સ અને 3 મહિનાની ઓન જોબ ટ્રેનિંગ આપવા માટે 300 કલાકનો કોર્સ કરાવીને લોકોને તૈયાર કરવામાં આવે છે. દસ હજાર રૂપિયાનો કોર્સ કોઈપણ પ્રકારની ફી વગર કરાવીને વડોદરા શહેર જિલ્લામાં અત્યારસુધી 125 લોકોને પ્લેસમેન્ટ આપવામાં આવ્યું છે તેમ ઇન્ટરનેશનલ બ્યૂટી થેરેપીસ્ટ કમિટીના સભ્ય અને બ્યૂટી ઓબ્જેક્ટ મેટર એક્સપર્ટ મનીષા કુલકર્ણીએ જણાવ્યું હતું.

* મેન્ટલી રિટાયર્ડ, ડેફ અને મ્યુટ લોકોને ટ્રેનિંગ આપવા સાઈન લેન્વેજ શીખી
15 વર્ષનો મારો બ્યૂટી સલૂન ક્ષેત્રનો અનુભવ છે. એ અનુભવના આધાર પર એક વસ્તુ હું સમજી ગઈ કે મેન્ટલી રિટાયર્ડ, ડેફ એન્ડ મ્યુટ અને હેન્ડિકેપ લોકોને કામ કરવાની અને શીખવાની ધગશ નોર્મલ લોકો કરતા વધારે હોય છે. તેઓ એક જ વારમાં દરેક વસ્તુ સમજી જતા હોય છે. બસ લોકોએ તેમને સ્વીકારવાની જરૂર છે. જયારે સમાજમાં લોકો તેમને સ્વીકારતા થઇ જશે ત્યારે તેઓ પણ ગર્વથી જીવી શકશે. - વૈશાલી ચૌહાણ , ટ્રેનર

* લાખ રૂપિયાનો કોર્સ ફક્ત દસ હજારમાં કરાવવામાં આવશે
માય સલૂન કોન્સેપ્ટ અંતર્ગત જરૂરિયાત મંદ બ્યૂટીશ્યનને નિતારા બ્યૂટી એકેડમી અને સલૂન કલાકના 100 રૂપિયાના ભાડા પેટે આપવામાં આવે છે. જેમાં તેઓને મશીનરી અને ઈન્ફાસ્ટ્ક્ચર આપવામાં આવશે. આ સાથે 1 એપ્રિલથી આંતરરાષ્ટ્રીય કક્ષાનો લાખ રૂપિયાનો બ્યૂટી કોર્સ ફક્ત દસ હજારમાં કરાવવામાં આવશે. જેમાં ભારતભરમાંથી લોકો ભાગ લઇ શકશે. એક મહિનાના કોર્સમાં એક બેચમાં ફક્ત 10 વિદ્યાર્થીઓ જ હશે.

* આજુબાજુમાં શું ચાલી રહ્યું છે તે જોયા વગર તેઓ કામ પ્રત્યે જ ધ્યાન આપે છે 
સમા વિસ્તારમાં મારુ બ્યૂટી એન્ડ હેર સલૂન છે. નિતારા બ્યૂટી એકેડમી અને સલૂનમાંથી ટ્રેનિંગ લીધેલ મુકબધીર બ્યૂટીશ્યન જયારે કામ કરે છે ત્યારે ફક્ત તેનું ધ્યાન કામમાં જ હોય છે. આ ગુણ સામાન્ય બ્યૂટીશ્યનમાં નથી જોવા મળતો. તેઓએ ને ફક્ત કામથી કામ હોય છે જેના કારણે મારા સલૂનમાં આવનાર અનેક લોકો તેઓ પાસે કામ કરાવવાનું પસંદ કરે છે. તેમની સાથે કામ કરવાનો આનંદ અલગ છે, જે દરેક બ્યૂટી સલૂન વાળાઓએ કરવો જોઈએ. - પૂજા પંડ્યા, ઓનર

X
This vadodara institute is giving free saloon education to dumb and deaf students

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી