તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહીદ મેજર મહાદિકની પત્ની સૈન્યમાં જોડાશે, એપ્રિલથી ટ્રેનિંગ શરૂ થશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • મહાદિક ભારત-ચીન સરહદે વિસ્ફોટકોની ટેન્ક ચેક કરતી વખતે વિસ્ફોટમાં શહીદ થયા હતા 
 • 49 અઠવાડિયાંની ટ્રેનિંગ પૂરી કર્યા બાદ માર્ચ, 2020માં તેઓ લેફ્ટનન્ટ તરીકે સૈન્યમાં જોડાશે

મુંબઇ: શહીદ મેજર પ્રસાદ મહાદિકની પત્ની ગૌરી મહાદિક સૈન્યમાં જોડાશે. તેમણે સૈન્યમાં જોડાવા માટેની જરૂરી સર્વિસ સિલેક્શન બોર્ડ (એસએસબી)ની પરીક્ષા પાસ કરી લીધી છે. ચેન્નઇની ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમી (ઓટીએ)માં એપ્રિલથી તેમની ટ્રેનિંગ શરૂ થશે. તેમના પતિએ પણ ત્યાં જ ટ્રેનિંગ લીધી હતી. 49 અઠવાડિયાની ટ્રેનિંગ પૂરી કર્યા બાદ માર્ચ, 2020માં તેઓ લેફ્ટનન્ટ તરીકે સૈન્યમાં જોડાશે. 

 

તેમના પતિ ડિસેમ્બર, 2017માં અરુણાચલના તવાંગમાં ચીન સરહદે વિસ્ફોટકોની ટેન્ક ચેક કરતી વખતે અચાનક થયેલા વિસ્ફોટમાં શહીદ થયા હતા. ગૌરી મહાદિકે જણાવ્યું કે, સૈન્યમાં જોડાઇને તેઓ પતિને શ્રદ્ધાંજલી આપવા માગે છે. તેઓ પતિની જ વર્દી અને તેમના સ્ટાર ધારણ કરશે. હાલ ગૌરી મુંબઇની એક ફર્મમાં કંપની સેક્રેટરી અને વકીલ છે. તેઓ ઇન્ડો-જર્મન ચેમ્બર ઓફ કોમર્સ સાથે પણ કામ કરી ચૂક્યાં છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો