પ્રેરણા / છેલ્લાં 36 વર્ષથી તમિલ નાડુમાં 70 વર્ષીય સીતારામ બાબા રોજ 500થી વધારે લોકોને મફત જમાડે છે

70-year-old sitaram baba  serves food to people for free in tamil nadu

  • સીતારામ બાબા મૂળ ગુજરાતી છે
  • તેઓ રોજ સવારે 5 વાગ્યે ઊઠીને રસોઈ બનાવે છે
  • ભોજનનો ખર્ચો આશ્રમને દાનમાં આવેલા રૂપિયામાંથી કરવામાં આવે છે

Divyabhaskar.com

Nov 03, 2019, 02:25 PM IST

યૂથ ઝોન ડેસ્ક: 70 વર્ષીય સીતારામ દાસ બાબા તેમના કામથી આખા દેશને પ્રેરણા આપે છે. મૂળ ગુજરાતના રહેવાસી તેઓ હાલ તમિલ નાડુમાં રામેશ્વરમ શહેરમાં રહે છે. તેમનાં આશ્રમે આવતા કોઈ પણ વ્યક્તિને તેઓ ભૂખ્યા જવા દેતા નથી.

સીતારામ બાબાનો દિવસ સવારે 5 વાગ્યે શરુ થઈ જાય છે. તેઓ છેલ્લાં 36 વર્ષથી આશ્રમે આવતા 500થી 600 લોકો મારે રસોઈ બનાવે છે. તેઓ ભોજન નોર્થ ઇન્ડિયન અને સાઉથ ઇન્ડિયન એમ બંને પ્રકારનું બનાવે છે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું કે, હું છેલ્લાં 36 વર્ષથી આ સેવા આપું છું. આ આશ્રમના દ્વારા દરેક લોકો માટે ખુલ્લા છે. અહીં આવવા માટે ધર્મ કે જાતિનું કોઈ બંધન નથી. હું અહીં આવતા લોકોને મારા હાથે બનેલી વાનગી પ્રેમથી જમાડું છું.

આ આશ્રમ રામનાથ સ્વામી મંદિરમાં આવેલો છે, જેનું નામ બજરંગ દાસ બાબા આશ્રમ છે. અહીં શ્રદ્ધાળુઓ જે કોઈ દાન કરે છે, તેમાંથી આ આશ્રમ ચાલે છે. સીતારામ બાબાની સાથે એબ્ય 10 લોકોની ટીમ છે, જે આ આશ્રમને સંભાળવામાં મદદ કરે છે. આશ્રમની મુલાકાત લેતા લોકો 11:30થી 2:00 વાગ્યા સુધી બપોરનું ભોજન કરી શકે છે. આ ભોજન માટે તેઓ એક રૂપિયો પણ લેતા નથી, ભોજનનો ખર્ચો દાનમાં આવેલા રૂપિયામાંથી કરવામાં આવે છે.

X
70-year-old sitaram baba  serves food to people for free in tamil nadu

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી