• Home
  • Youth Zone
  • Inspirational
  • 23 year old jayna ledford is a transgender ballet dancer who didn't get admission in a dance studio as a girl but never lost courage

પાથ બ્રેકર / 23 વર્ષીય જેના લેડફોર્ડ ટ્રાન્સજેન્ડર બેલે ડાન્સર છે, છોકરી તરીકે ડાન્સ સ્ટુડિયોમાં એડમિશન ન મળતું છતાં હિંમત ન હારી

23-year-old jayna ledford
 is a transgender ballet dancer who didn't get admission in a dance studio as a girl but never lost courage
23-year-old jayna ledford
 is a transgender ballet dancer who didn't get admission in a dance studio as a girl but never lost courage
23-year-old jayna ledford
 is a transgender ballet dancer who didn't get admission in a dance studio as a girl but never lost courage

Divyabhaskar.com

Nov 30, 2019, 09:24 AM IST

યૂથ ઝોન ડેસ્ક: 23 વર્ષીય જેના લેડફોર્ડ ફિલિપિનો- અમેરિકન ટ્રાન્સજેન્ડર બેલે ડાન્સર છે. તેણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને બેલે ડાન્સ વર્લ્ડમાં પોતાનું સ્થાન બનાવ્યું. તેનું કહેવું છે કે આ બેલે વર્લ્ડમાં માત્ર બે જ પ્રકારના ડાન્સર્સ હોય છે એક મેલ અને બીજા ફિમેલ ડાન્સર્સ એમની વચ્ચે બીજું કઈ હોતું નથી. તે હાલ પ્રોફેશનલ બેલેરિના એટલે કે ફિમેલ બેલે ડાન્સર છે. તે ગર્વથી કહે છે કે તે ટ્રાન્સજેન્ડર બેલેરિના છે.

એડોપ્ટેડ ચાઈલ્ડ
જેનાનો જન્મ Leyte માં થયો હતો. જ્યારે તે 17 મહિનાની હતી ત્યારે તેને લેડફોર્ડ પરિવારે અડોપ્ત કરી. ત્યારબાદ તે ઇન્ડિયાના શિફ્ટ થઇ ગઈ. નાનપણથી તેને બેલે ડાન્સિંગમાં રસ હતો પરંતુ બાળક તરીકે તેને હંમેશાં મુશ્કેલી થતી કે તેને છોકરી તરીકે ડાન્સ કરવો છે કે છોકરા તરીકે. 6 વર્ષની ઉંમરે તેણે બેલે શીખવાનું શરૂ કર્યું પણ 10 વર્ષની થઇ ત્યાં સુધી તેણે આને ગંભીરતાથી લીધું ન હતું.

છોકરી તરીકે ડાન્સ કરવાની ના પાડી

do what you love 🦋

A post shared by Jayna Noelle🦋 (@jaynaledford) on

જેના સૌથી પહેલા યુએસના ઇન્ડિયાનાના એક સ્ટુડિયોમાં ડાન્સ શીખવા માટે ગઈ હતી. ત્યાં તે છોકરી તરીકે જોડાવા માગતી હતી કારણકે આખો ક્લાસ છોકરીઓનો હતો. તે ત્યાં leotard (બેલે ડાન્સ કરતી વખતે મહિલાઓ જે પોશાક પહેરે છે તે) પહેરીને ડાન્સ કરતી હતી. બીજી છોકરીઓની જેમ તે પણ તેના ડ્રેસ નીચે ટાઈટ્સ એટલે કે લેગિન્સ પહેરવા ઇચ્છતી હતી પણ તેના ટીચરે તેને મનાઈ ફરમાવી દીધી. ટાઈટ્સ પહેર્યા વગર તેને ડાન્સ કરવું અસહજ લાગતું હતું માટે તેને છોકરા તરીકે ટ્રેનિંગ લેવાની શરૂ કરી.

પરિવારે તેને સપોર્ટ કર્યો
જ્યારે ડાન્સ સ્ટુડિયો તેને છોકરી તરીકે સ્વીકારતા ન હતા ત્યારે તેનાં માતા પિતાએ તેની સાચી ઓળખને સ્વીકારી તેને સપોર્ટ કર્યો. તેમણે જેનાનું એડમિશન એવા સ્ટુડિયોમાં કરાવ્યું જ્યાં તેને છોકરી તરીકે ડાન્સ શીખી શકે. પરિવાર જ્યાં પણ સ્થળાંતર કરતો તેની સાથે જેના પણ જતી અને દરેક જગ્યાએ બેલે ડાન્સ માટે ક્લાસ શોધીને પ્રેક્ટિસ ચાલુ રાખતી.

દુનિયા સામે ટ્રાન્સ ડાન્સર હોવાનું સ્વીકાર્યું
જેનાના મતે તેને ડાન્સમાં વર્ણવી ન શકાય એવી ખુશી મળે છે અને તે સમગ્ર જીવન ડાન્સ કરવા ઈચ્છે છે. તેણે ધીરે ધીરે પોતાની જાતને સ્વીકારવાનું શરૂ કરી દીધું. તેણે દુનિયા સામે પણ બિન્દાસપણે સ્વીકાર્યું કે તે ટ્રાન્સ ડાન્સર છે. ત્યારબાદ ઘણા લોકો તેને પર્સનલી મેસેજ કરતાં અને તેની હિંમત માટે તેને બિરદાવતા. લોકો કહેતા કે તેણે ઘણા બધા લોકોને પ્રેરણા આપી છે. જ્યારે તેણે આ સ્વીકાર્યું ત્યારે તે જે ડાન્સ સ્કૂલમાં હતી ત્યાં તે મેલ ડાન્સર તરીકે જોડાઈ હતી. તેના ટ્રાન્સ જેન્ડર હોવાના ખુલાસા બાદ સ્કૂલે તેને ફિમેલ ડાન્સર તરીકે જોડાવાની ના કહી દીધી હતી. તેનું કરિયર રિસ્ક પર હતું તેમ છતાં તેણે હિંમત ન હારી અને આગળ વધી.

પોઇન્ટ શૂઝમાં ટ્રેનિંગ લીધી

thursday’s vibe

A post shared by Jayna Noelle🦋 (@jaynaledford) on

મેલ ડાન્સર અને ફિમેલ બેલે ડાન્સરને ઘણું અલગ અલગ શીખવવામાં આવે છે. મેલ ડાન્સર તરીકે ડાન્સ કર્યા બાદ એક ફિમેલ ડાન્સર તરીકે પોઇન્ટ શૂઝમાં ટ્રેનિંગ લેવી ઘણી અઘરી હતી. on pointe અથવા en pointe એ ક્લાસિકલ બેલે ડાન્સિંગની એક ટેક્નિક છે જેમાં પગના અંગુઠે ઊભું રહેવાનું હોય છે.

લોકોની મદદ કરવા ઈચ્છે છે
તેની હિંમત બદલ તેને collins higginsનો યુથ ક્રેઝ અવોર્ડ પ્રાપ્ત થયો હતો. તેણે જેન્ડર બાયસ, સ્ટીરિયોટાઈપ વચ્ચેથી પણ પોતાના માટે રસ્તો બનાવ્યો અને પોતાનું સપનું સાકાર કરવા માટે આગળ વધતી રહી. તેણે પ્રાઈઝ મની ટ્યુશન માટે અને લોકોની મદદ માટે ઉપયોગ કરવાનું વિચાર્યું છે.

તમે જેવા છો એવા રહેવાનો સંદેશ
જેના યંગ ડાન્સર્સને મેસેજ આપવા માગે છે કે તમે જેવા છો એવા જ રહો. લોકો શું વિચારશે તે બાબતે ડરો નહીં. તમે લોકોના વિચાર બદલી નહીં શકો પણ તમે તેને સાચું સમજાવી શકો છો.

X
23-year-old jayna ledford
 is a transgender ballet dancer who didn't get admission in a dance studio as a girl but never lost courage
23-year-old jayna ledford
 is a transgender ballet dancer who didn't get admission in a dance studio as a girl but never lost courage
23-year-old jayna ledford
 is a transgender ballet dancer who didn't get admission in a dance studio as a girl but never lost courage
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી