જયપુર / 5000 સ્પર્ધકોમાં 16 વર્ષનો મુસ્લિમ ટીનેજર ‘ભગવદ્ ગીતા’ પર આધારિત ક્વિઝ કોમ્પિટિશન જીત્યો

16-year-old Muslim teenager wins Bhagwad Geeta quiz in Jaipur
16-year-old Muslim teenager wins Bhagwad Geeta quiz in Jaipur

  • આની પહેલાં અબ્દુલ મુસ્લિમ ધર્મનો પવિત્ર ગ્રંથ કુરાનની સ્પર્ધા પણ જીતી ચૂક્યો છે
  • અબ્દુલના પિતા તેને ‘ભગવદ્ ગીતા’ વિશે જ્ઞાન આપતા હતા, તેઓ કરિયાણાની દુકાન ચલાવે છે
  • કૃષ્ણના કાર્ટૂન જોઈને નવમા ધોરણમાં ભણતા અબ્દુલે તેમના વિશે વાંચવાનું શરુ કરી દીધું હતું

Divyabhaskar.com

Feb 09, 2020, 04:21 PM IST

યૂથ ઝોન ડેસ્ક: હાલમાં જ 16 વર્ષના મુસ્લિમ ટીનેજરે ‘ભગવદ્ ગીતા’ ક્વિઝ કોમ્પિટિશન જીતી છે. આ સ્પર્ધાનું આયોજન અક્ષય પાત્ર ફાઉન્ડેશને હરે ક્રિષ્ના મિશન સાથે ભેગા મળીને કરીને કર્યું હતું. આ સ્પર્ધામાં દેશભરમાંથી 5000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અબ્દુલ કાગ્ઝીએ આ સ્પર્ધા જીતીને ધર્મ વચ્ચે કોઈ ભેદભાવ હોતો નથી તે વાત સાબિત કરી બતાવી છે.

અબ્દુલ નાનપણમાં ભગવાન કૃષ્ણ પર આધારિત કાર્ટૂન જોતો હતો
નવમા ધોરણમાં ભણતા અબ્દુલને સંસ્કૃત ભાષામાં સારું જ્ઞાન છે. આ વર્ષે સ્પર્ધાની થીમ ‘કૃષ્ણને જાણો’ હતી. અબ્દુલ નાનપણમાં ‘લિટલ ક્રિષ્ના’ નામની કાર્ટૂન સિરીઝ જોતો હતો, ધીમે-ધીમે તેનો રસ માત્ર કાર્ટૂન જોવામાં જ નહીં પણ ભગવાન કૃષ્ણને જાણવામાં વધતો ગયો. ત્યારબાદ તેણે માતૃનાથે ભગવાન કૃષ્ણ પર લખેલી બુક વાંચી.

પિતાએ કહ્યું, ‘તારા દિલનું સાંભળ’
અબ્દુલના પિતા અબ્દુર કાલીમને રાજસ્થાનના સાંગાનેર શહેરમાં કરિયાણાની દુકાન છે. અબ્દુલને તેના પિતાએ ધર્મ બાબતે ક્યારેય કોઈ પણ ઠપકો નથી આપ્યો, તેઓ બસ એક જ વાત કહેતા આવ્યા છે કે તું માત્ર તારા દિલનું સાંભળ. અબ્દુલે પોતાના પર વિશ્વાસ રાખીને પિતાના મોબાઈલમાંથી સ્પર્ધાની તૈયારી કરી હતી.

અબ્દુલે ભગવાન કૃષ્ણનું પેન્ટિંગ પણ દોર્યું
હરે ક્રિષ્ના મિશનના કલ્ચરલ એજ્યુકેશન સર્વિસના હેડ સ્વામી સિદ્ધ સ્વરૂપ દાસે જણાવ્યું કે, અબ્દુલ ભારત દેશના તમામ ધર્મમાં ધાર્મિકતા ફેલાવવાના અમારા મિશનને દેશભરમાં ફેલાવી રહ્યો છે. મુસ્લિમ ટીનેજર થઈને તેણે હરે ક્રિષ્ના મિશનની બે સ્પર્ધામાં ભાગ લોધો હતો. તેમાં ભગવાન કૃષ્ણનું પેન્ટિંગ કરવાની સ્પર્ધા પણ સામેલ હતી. 5000 વિદ્યાર્થીઓમાંથી અબ્દુલ જ્ઞાન વધારે હતું.

અબ્દુલે કુરાનની સ્પર્ધા પણ જીતી છે
અબ્દુલના પિતા તેને ધાર્મિક અભ્યાસમાં મદદ કરે છે. તેઓ ગર્વ અનુભવે છે કે, તેનો દીકરો માત્ર હિન્દુઓના પવિત્ર ગ્રંથ શ્રી ભગવદ્ ગીતાની સ્પર્ધા જ નહીં પણ કુરાનઈ કોમ્પિટિશન પણ જીતી છે. અબ્દુલમાં પવિત્ર ગ્રંથ કુરાનનાં જેટલું જ જ્ઞાન શ્રી ભગવદ્ ગીતાનું પણ છે.

X
16-year-old Muslim teenager wins Bhagwad Geeta quiz in Jaipur
16-year-old Muslim teenager wins Bhagwad Geeta quiz in Jaipur

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી