રાજકોટ હિરેન રાવલ હત્યા ભાગ-3 / દિયરની હત્યામાં ભાભી જેલવાસ ભોગવી રહી છે

Rajkot Hiren raval Murder Part-3

  • સુરભીનો મિજાજ પારખી ચેતને હિરેનને ફ્લેટમાંથી બહાર જતા રહેવાની સલાહ આપી'તી
  • ભાભીના હાથે દિયરની ક્રુર હત્યા સમયે ભાભીની પુત્રી અને પૂર્વ પતિ ઘરમાં જ હાજર હતા 

Divyabhaskar.com

Jul 06, 2019, 12:06 AM IST

રાજકોટઃ પતિ સાથે ઝઘડા બાદ સુરભીએ મોબાઈલ કરી પ્રેમી દિયર હિરેનને બોલાવ્યો હતો. મગળવારે રાત્રે પોણા બારેક વાગ્યે હિરેન તેનાં ફ્લેટે આવતા જ તેનાં ભાઈ ચેતને સુરભીનો મિજાજ પારખી તેને હાલમાં ત્યાંથી જતા રહેવાની સલાહ આપી ફ્લેટની બહાર હડસેલી દીધો હતો. પરંતુ સુરભીએ હિરેનને ફ્લેટની અંદર બોલાવી પૂર્વ પતિ ચેતનને હોલમાંથી પરાણે બહાર કાઢી કહ્યું કે અમારા મામલામાં તમારે વચ્ચે ન આવવાનું, તેમ કહેતા ચેતનભાઈ અંદરના રૂમમાં પુત્રી સલોની જ્યાં સૂતી હતી ત્યાં જતા રહ્યા હતા. પરિણામે સલોની પણ જાગી ગઈ હતી અને તેણે ચેતનભાઈને કહ્યું કે પપ્પા આને સમજાવોને તો ચેતનભાઈએ કહ્યું કે બેટા તને તો ખબર છે આપણું ચાલતું નથી. બીજી તરફ હોલમાં સુરભીએ દિયર હિરેનને જલ્દી મેરેજ કરી લેવાનું કહી કહ્યું કે આપણે આ રીતે નથી રહેવું. તું લગ્ન કરી લે. કોઈ રસ્તો કાઢ. આ વાત પરથી બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી.

રાત્રે દોઢ વાગ્યા સુધી ઝઘડો થયો હતો

તામસી સ્વભાવની સુરભીએ હિરેનને મોટેથી કહ્યું કે જો તારાથી રસ્તો ન નીકળે તો તું મરી જા. જેથી હિરેને કહ્યું કે, તો તું જ મને મારી નાખ. એટલે તને શાંતિ થાય. મંગળવારની મોડી રાત્રે દોઢ વાગ્યા સુધી બંને વચ્ચે ઝઘડો ચાલુ રહ્યો હતો અને અંતે આવેશમાં આવી સુરભીએ છરીનાં ત્રણ ઘા ઝીંકી પ્રેમી હિરેનને પતાવી દીધો હતો. જો કે ત્યારબાદ તામસી સુરભીએ દિયરે આત્મહત્યા કરી લીધાની ખોટી સ્ટોરી ઉભી કરી પોલીસને ચકરાવે ચડાવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસના આકરા વલણ પાસે સુરભી ભાંગી પડી હતી.

ભાભીને જેલમાં ધકેલવામાં આવી

સગા દિયર હિરેન ઉર્ફે ભોલો નવીનચંદ્ર રાવલની છરીના ઘા ઝિંકીને હત્યા કરવાના ગુનામાં પકડાયેલી સુરભી ચેતનભાઇ રાવલને કોર્ટના આદેશ મુજબ જેલ હવાલે કરવામાં આવી હતી. બનાવ બાદ ત્રણ માસે ભાભીએ કોર્ટમાં જામીન માટે અરજી કરતા તેની અરજી કોર્ટે માન્ય રાખી ન હતી.

જામીન અરજી ફગાવાઈ

આરોપી સુરભીભાભીએ જેલમુક્ત થવા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે જામીન અરજીના વિરોધમા સરકારી વકીલે દલીલ કરી હતી કે હત્યા જેવો ગંભીર ગુનો છે. આરોપીના કપડાં પર મૃતકના લોહીના નિશાન મળી આવ્યાં છે. માટે તાકીદે જામીન ન આપવા જોઇએ કોર્ટે પણ સરકારી વકીલની દલીલ માન્ય રાખતા તેની જામીન અરજી કોર્ટે ફગાવી દીધા હતા. હાલ સુરભી જેલવાસ ભોગવી રહી છે.

X
Rajkot Hiren raval Murder Part-3
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી