મર્ડર મિસ્ટ્રી / વેદપ્રકાશ ભંડારી હત્યા કેસ ભાગ: 1, મિત્રની પત્ની સાથેના પ્રેમનો ભાંડો ફૂટતાં શરૂ થયો ખેલ

Murder Mystery-  Ved Prakash Bhandari murder case Part 1

  • મિત્ર બની ગયેલા ભાડૂત જ મકાનમાલિકની પત્નીના પ્રેમમાં પડ્યા, જે છૂપો ન રહ્યો ને કરુણ અંજામે પહોંચ્યો

Divyabhaskar.com

Sep 15, 2019, 11:24 AM IST

જયદેવ પટેલ: અમદાવાદ શહેરના ભદ્ર વિસ્તાર ત્યારે લારીગલ્લાનાં દબાણોથી ઊભરાતો ન હતો. ભદ્રકાળી માતાજીની મંદિરની સામે ખુલ્લી જગ્યા 'ઘોડાગાડી સ્ટેન્ડ' તરીકે ઓળખાતું હતું, જેની બાજુમાં જૂનો પ્રેમાભાઈ હોલ જ્યાં થોડેક દૂર જૂના કારંજ પોલીસ સ્ટેશનનું મકાન હતું. આ પછી છેક ત્રણ દરવાજાથી શરૂ કરીને પાનકોરનાકા, રતનપોળથી લઈને ગાંધી રોડ (જૂનો રિચી રોડ) પર રાહદારીઓ જ્યાં વાહનોની અવરજવર માટે પૂરેપૂરી મોકળાશ હતી. તે જમાનો પેડલ રિક્ષા, ઘોડાગાડી, બાઇસિકલ તથા છૂટીછવાઈ મોટર સાઇકલો અને સ્કૂટરનો હતો. 1953ના વર્ષ દરમિયાન આ જગ્યાએ પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આવ્યો હતો.

ભંડારાની અમદાવાદમાં બદલી થઈ હતી
ભારત સરકારના એન્ફોર્સમેન્ટ વિભાગના વરિષ્ઠ અધિકારી વેદપ્રકાશ ભંડારીની અમદાવાદ શહેર ખાતે બદલી થઈ હતી. આથી તેમણે નવરંગપુરા વિસ્તારમાં મકાનમાલિક મધુકાંત હીરાલાલ લાખિયાના મકાનમાં ભાડૂત તરીકે મુકામ કરીને બદલીના સ્થળની જવાબદારી સંભાળી લીધી હતી.

અને એક દિવસ પ્રેમ ચક્કરનો ભાંડો ફૂટી ગયો....
વેદપ્રકાશ ભંડારી મધુકાંત લાખિયાના પરિવાર સાથેના સહજ પરિચય બાદ નિકટના સંબંધો સ્થપાયા હતા. મધુકાંત લાખિયાનાં સંતાનોના અભ્યાસ અંગે ભંડારીએ રસ દાખવીને તેમને માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું હતું. દરમિયાન મધુકાંત લાખિયાનાં પત્ની ચંદ્રકાંતા સાથેના ભંડારીનો પરિચય પ્રગાઢ બનીને પ્રણયમાં પરિણમ્યો હતો. જોકે બંને વચ્ચે છાનીછૂપી રીતે ચાલી રહેલા પ્રેમના ચક્કરનો એક દિવસ ભાંડો ફૂટી ગયો હતો, જેના કારણે મધુકાંત લાખિયા તથા વેદપ્રકાશ ભંડારી વચ્ચે ક્યારેક તકરાર અને લડાઈ-ઝઘડા ચાલ્યા કરતા હતા.

પત્નીની બેવફાઈથી તંગ આની મધુકાન્ત લાખિયાએ કેસ કર્યો હતો
જોકે, વેદપ્રકાશ ભંડારી અને ચંદ્રકાંતાબહેન લાખિયા તેમના નિકટના સંબંધોમાં એટલે દૂર નીકળી ગયા હતા કે હવે ત્યાંથી પાછા ફરવાનું મુનાસિબ માન્યું ન હતું. મધુકાંત લાખિયાએ પણ પત્નીને આ માર્ગેથી પાછી ફરી જવા સમજાવવાના લાખ પ્રયાસો કર્યા હતા. બાળકોના ભવિષ્યની પણ દુહાઈ દઈને તેને આ બધા નાટક પર પડદો પાડી દેવા વિનંતી કરી હતી. આમ છતાં પરાયા પુરુષના મોહમાં આંધળી બની ગયેલી પત્નીને આ બધી સમજાવટ ગળે ઊતરી ન હતી. પત્નીની બેવફાઇથી તંગ આવી ગયેલા મધુકાન્ત લાખિયાએ આખરે ભદ્રની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ કર્યો હતો. પોતાની પત્નીને લલચાવી-ફોસલાવીને તેની સાથે અનૈતિક તથા આડાસંબંધો રાખનાર વેદપ્રકાશ ભંડારીને એનાં અપકૃત્યો બદલ સજા ફરમાવવા દાદ માગી હતી. આ ફોજદારી ફરિયાદની 30મી માર્ચ 1953ના રોજ મુદત હોવાથી બંને પક્ષના સભ્યો અદાલતમાં હાજર રહ્યા હતા.

(પત્નીની બેવફાઈથી કંટાળી ગયેલા પતિ મધુકાંત લાખિયાએ કોર્ટમાં વેદપ્રકાશ ભંડારી સામે કેવા આક્ષેપો કર્યા. વાંચો આવતા અંકમાં... )

X
Murder Mystery-  Ved Prakash Bhandari murder case Part 1

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી