વડોદરા IT ઇન્સપેક્ટર વાઈફ હત્યા ભાગ-2 / પોલીસની ઘનિષ્ઠ પૂછપરછમાં પત્નીની હત્યાની કબૂલાત કરી

Crime Story: Vadodara IT inspector killed wife part-2

  • પતિ રાત્રે તેની પ્રેમિકા સાથે કલાકો સુધી વાતો કરતો હોવાનું બહાર આવ્યું હતું
  • પોલીસ ખાડો ખોદાવતા ખાડામાંથી ગંધ આવતા પતિ ઉંધો ફરી બેસી ગયો હતો

Divyabhaskar.com

Jun 11, 2019, 12:06 AM IST

વડોદરાઃ મુનેશના ભાઇ પ્રભંજનકુમારે કહ્યું કે 12 એપ્રિલે બનેવી લોકેશ કુમારે તેને કોલ કરી મૂનેશ હોસ્ટેલમાં નથી, એટલે તું ત્યાં જઇ આવ. હું જયપુર સ્થિત પીજીમાં ગયો તો તેની રૂમમેટ આશા યાદવે કહ્યું કે, મુનેશ તો તેના પતિ લોકેશના કોઇ જરૂરી કામથી નીકળી છે. જ્યારે લોકેશ અજાણ હોવાનું કહેતો હતો. એટલું જ નહીં ધરપકડના બે દિવસ પહેલા સુધી લોકેશ અમારા સંપર્કમાં હતો. મુનેશની શોધખોળ કરવાનો ડોળ કરતો હતો. પોલીસ અધિકારીઓને ફોન કરે, સીસીટીવીની ચકાસણી કરવા સહિતની કામગીરી કરતો હતો.

લોકેશકુમારની ઘનિષ્ઠ પૂછતાછમાં હત્યાનો ભાંડો ફૂટ્યો

જયપુરની ગાંધીનગર પોલીસના એએસપી કવેન્દ્રસિંહ સાગરે મોબાઇલ કોલ ડીટેઇલ મેળવી હતી. જેમાં મુનેશે 11 એપ્રિલે રાત્રે 8 વાગે છેલ્લો કોલ લોકેશને કર્યો હતો. આ ઉપરાંત લોકેશ રાત્રે રાત્રે તેની પ્રેમિકા સાથે કલાકો સુધી વાતો કરતો હોવાનું બહાર આવ્યું હતું. જયપુરની ગાંધીનગર પોલીસના શંકાના દાયરામાં ખુદ પતિ લોકેશકુમાર આવી જતાં તેની ઘનિષ્ઠ પૂછપરછમાં હત્યાનો ભાંડો ફૂટ્યો હતો. જયપુર પોલીસ હત્યાના 10 દિવસે વડોદરા આવી હતી અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને હરણી પોલીસને સાથે લઇ મકાન પાછળના બગીચામાં ખાડો ખોદાવતા મુનેશની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે આરોપી પ્રવેન્દ્ર શર્માની ભાવનગરથી ધરપકડ કરી હતી.

દોરી નીકળતા પુરાવો હાથ લાગ્યાનો હાશકારો થયો

22 એપ્રિલે સવારે 10:50 કલાકે જયપુર પોલીસ રવિવારે સવારે લોકેશકુમારને લઇ વડોદરા આવી હતી. 11:20 કલાકે મકાન બંધ હોવાથી તાળુ તોડીને પ્રવેશ કર્યો તો રૂમમાં ગાદલુ, ઓશિકા-ધાબળો હતા. બપોરે 12:30 વાગે ઘર પાછળના બગીચામાં ખાડો ખોદવા બે મજૂરો બોલાવ્યા હતા. બપોરે 1:05 કલાકે મામલતદારની હાજરીમાં ખોદવાનું શરૂ કરાયું હતું. 2: 10 કલાકે અઢી ફૂટ ખાડો કરવા છતાં કશું ન નીળકતા પોલીસે લોકેશ કુમારની ફરી પૂછપરછ કરી હતી. ખાડો ખોદીને પોલીસ 2 કલાકે થાકી ગઇ હતી અને અકળાઇને લોકેશને કહ્યું હતું કે, 'દ્રશ્યમની જેમ જો કૂતરું નીકળ્યું તો તને ધોઇ નાખીશું' 3:09 કલાકે ચાર ફૂટ 3 ઇંચ ખાડો થયા બાદ દોરી નીકળતા પુરાવો હાથ લાગ્યાનો હાશકારો થયો હતો.

પીઆઈએ જાતે ખાડામાં પાવડો ચલાવ્યો હતો

3:43 ખાડામાંથી ગંધ આવતા લોકેશકુમાર ઉંધો ફરી બેસી ગયો હતો. 3:52 કલાકે મુનેશના મૃતદેહનો સાધારણ ભાગ દેખાયો, મજૂરે પેટનો ભાગ છે તેવું કહ્યું હતું. 3:56 કલાકે FSL અધિકારીએ ખાડાની માપણી કરતાં 5 ફૂટ 6 ઇંચ હોવાનું નોંધાયું હતું. 4:27 કલાકે મૃતદેહના પેટના ભાગે આંતરવસ્ત્રો દેખાયા હતા. જોકે દુર્ગંધથી ત્રસ્ત બંને મજૂરે ચાલતી પકડી હતી. અને આખરે પોલીસે જેસીબી મંગાવી ખાડો પહોળો કર્યો હતો. 5:14 કલાકે અન્ય 4 મજૂરોમાંથી એક મજૂરને તો ઉલટી થઇ ગઇ હતી જેથી હરણી પીઆઇ રાણાએ જાતે ખાડામાં પાવડો ચલાવ્યો હતો. 6:40 કલાકે આખરે મૃતદેહને બહાર કાઢી કોફીનમાં મૂકાવી દીધો હતો.

ખાડો ખોદાતો ગયો, તેમ ટેપથી માપ લેવાતું ગયું

મજૂરો જેમ જેમ ખાડો ખોદતા ગયા તેમ પોલીસ તેનું માપ લેતી ગઇ હતી. 4.3 ફૂટે દોરી મળ્યા બાદ વધુ એક ફૂટ ખોદકામ કરતાં 5.6 ફૂટે લાશ દેખાઇ હતી. પોલીસે દોરીનું માપ કરતાં 17 ફૂટ લાંબી નીકળી હતી. જયપુર અને વડોદરાના 25 પોલીસોની ટીમે સાડા પાંચ કલાકે પત્ની મુનેશની લાશને કાઢી હતી. પોલીસ ખાડો ખોદાવી રહી હતી, ત્યારે લોકેશ હાથ પકડીને સતત ત્યાં ઉભો રહ્યો હતો.

(આવતી કાલે વડોદરા IT ઇન્સપેક્ટર વાઈફ હત્યા ભાગ-3માં વાંચો, પોલીસને આડાપાટે ચઢાવવા માટે લોકેશે 12 પ્લોટ ઉભા કર્યાં, રીઢા ગુનેગારને પણ ટક્કર મારે તેવો પતિએ પત્નીની હત્યાનો પ્લાન બનાવ્યો હતો)

X
Crime Story: Vadodara IT inspector killed wife part-2
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી