છોટાઉદેપુર ત્રિપલ મર્ડર ભાગ-3 / પત્ની અને બે સંતાનોની હત્યા કર્યા બાદ પતિએ બીજી યુવતી સાથે લગ્ન કર્યા હતા

chhotaudepur mother and two child murder case part-3

  • વિક્રમ છેલબટાઉ યુવાન હતો, 2018માં ઉનાળામાં બીજા લગ્ન કરવા માટે ભીલપુર આવ્યો હતો
  • મુખ્યમંત્રીને રજૂઆત કરીને મામલાની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવાની માંગણી કરી હતી

Divyabhaskar.com

Sep 07, 2019, 12:06 AM IST

વડોદરાઃ દીકરી શકુંતલા પોતાની ફરજ ચૂકી ગઇ હતી અને પિતાની વાત ન માનીને વિક્રમ સાથે પ્રેમ લગ્ન કર્યાં હતા. પરંતુ પિતા કલ્યાણસિંહ રાઠવાએ પોતાની ફરજ નિભાવી હતી. પિતા કલ્યાણસિંહ પુત્રીના લાપતા થવાનો મામલો મુખ્યમંત્રી સુધી લઇ ગયા હતા. તેઓએ મુખ્યમંત્રીને રજૂઆત કરીને મામલાની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવાની માંગણી કરી હતી. અને ત્યારબાદ સમગ્ર ત્રિપલ મર્ડર હત્યાકાંડ બહાર આવ્યો હતો.

વિક્રમે ધામધૂમથી બીજા લગ્ન કર્યાં હતા

વિક્રમ છેલબટાઉ યુવાન હતો, જેથી તે 2018માં ઉનાળામાં બીજા લગ્ન કરવા માટે ભીલપુર આવ્યો હતો અને ધામધૂમ પૂર્વક લગ્ન કર્યા હતા. આ વાતની જાણ શકુંતલાના પિતા કલ્યાણભાઈને થતા તેઓએ પુનીયાવાંટ જઈને દીકરીના પિતાને જાણ કરી હતી પણ કોઈ ફાયદો થયો ન હતો. એટલે તેઓ તાત્કાલિક છોટાઉદેપુર ડી.એસ.પી.ને મળીને સમગ્ર હકીકત જણાવી હતી.

હત્યારો પતિ જેલમાં બંધ

સીઆઇડી ક્રાઇમના અધિકારી એમ. ગાંગુલીયાએ જણાવ્યું હતું કે, આરોપી વિક્રમ હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં છે. અને હજુ કેસ બોર્ડ પર આવ્યો છે.

X
chhotaudepur mother and two child murder case part-3
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી