છોટાઉદેપુર ત્રિપલ મર્ડર ભાગ-2 / પોલીસે મહિલા અને બંને બાળકોના કંકાલ ઘરના પાછળના ભાગેથી બહાર કાઢ્યા

chhotaudepur mother and two child murder case part-2

  • નાયબ કલેક્ટરની હાજરીમાં સીઆઈડીની ટીમે એક જ ખાડામાંથી વિવિધ નરકંકાલ કબજે કર્યાં
  • વિક્રમે તેના ઘરની પાછળ ટાંકી મૂકી છે તેની નીચે ખાડો ખોદીને ત્રણેય લાશો દાટી દીધા હતા
     

Divyabhaskar.com

Sep 06, 2019, 12:06 AM IST

વડોદરાઃ વિક્રમ રાઠવાએ જ પોતાની પત્ની અને બંને નવજાત સંતાનોની હત્યા કરી હોવાની કબૂલાત કરતા આ બનાવની તપાસ કરી રહેલા સીઆઇડી(ક્રાઈમ)ના અધિકારીઓ પણ એક તબક્કે ચોંકી ઉઠ્યા હતા. દરમિયાન વિક્રમની કબૂલાતના પગલે વિક્રમને લઈને સીઆઈડીની ટીમે ભીલપુર ગામમાં તપાસ કરી હતી. જ્યાં વિક્રમે તેના ઘરની પાછળ ટાંકી મૂકી છે તેની નીચે ખાડો ખોદીને ત્રણેય લાશો દાટી દીધી હોવાનું જણાવ્યું હતું.

પોલીસે નવ ફૂટ ઊંડો ખાડો ખોદતા કંકાલ મળ્યા

વિક્રમના નિવેદન બાદ પોલીસે જેસીબી મશીનથી ટાંકી હટાવીને નવ ફૂટ ખાડો ખોદ્યો હતો. અને શકુંતલા અને બંને બાળકોની શોધખોળ હાથ ધરી કરી હતી. જેમાં પત્ની અને બંને સંતાનોના કંકાલ મળી આવ્યા હતા. જેથી વિક્રમે સ્વિકારેલી પત્ની અને બાળકોની હત્યાની વાતને સમર્થન મળ્યું હતું. પોલીસે ત્રણેય મૃતદેહનો નરકંકાલ કબજે કર્યાં હતા. અને વિક્રમની વધુ પૂછપરછ શરૂ કરી હતી.

મહિલાના શરીરના અવશેષો, વાળ અને બાળકો અંગો મળ્યા

છોટાઉદેપુરના પાલસંડા પીએચસીના અધિકારી અને છોટાઉદેપુરના નાયબ કલેક્ટરની હાજરીમાં સીઆઈડીની ટીમે એક જ ખાડામાંથી વિવિધ નરકંકાલ કબજે કર્યાં હતા. ખાડામાંથી મહિલાના શરીરના અવશેષો અને વાળ મળ્યા હતા જ્યારે બંને નવજાત બાળકોના કપડા અને નાના અંગ સિવાય કોઈ ખાસ અવશેષો મળ્યા નહોતા.

14 અંગોને તપાસ માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવાયા

પાલસંડા પીએચસીના મેડિકલ ઓફિસરે ખાડામાથી મળેલા ત્રણેય મૃતકોના 14 અંગોને વધુ ચકાસણી અને અક્સપર્ટ ઓપિનિયમ માટે વડોદરાની સયાજી હોસ્પિટલના ફોરેન્સિક વિભાગમાં તપાસ માટે મોકલી આપ્યા હતા. પોલીસને પગ, હાથ, પાંસળીઓ, કપડાં, માથાના વાળ,ખભાનું હાડકું મળી આવ્યા હતા.

(આવતી કાલે છોટાઉદેપુર ત્રિપલ મર્ડર ભાગ-3માં વાંચો, પત્ની અને બે સંતાનોની હત્યા કર્યા બાદ પતિએ બીજી યુવતી સાથે લગ્ન કર્યાં હતા)

X
chhotaudepur mother and two child murder case part-2
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી