છોટાઉદેપુર ત્રિપલ મર્ડર ભાગ-1 / આર્મીમેને 2 વર્ષ બાદ પત્ની અને બે સંતાનોની હત્યા કરીને દાટી દીધા હોવાની કબુલાત કરી

chhotaudepur mother and two child murder case part-1

  • પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યાં હોવાથી પત્ની પિયરમાં જતી નહોતી
  • અભયમની ટીમની મદદથી પતિ વિરૂદ્ધ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી હતી

Divyabhaskar.com

Sep 05, 2019, 12:06 AM IST

વડોદરાઃ છોટાઉદેપુર જિલ્લાના ઉમરવા ગામમાં રહેતા અને ખેતીકામ કરતા કલ્યાણસિંહ રાઠવાની પુત્રી શકુંતલાએ 5 વર્ષ પહેલા મૂળ ભીલાપુર ગામના રહેવાસી અને આર્મીમાં ફરજ બજાવતા વિક્રમ અલસીંગ રાઠવા સાથે પ્રેમ થઇ ગયો હતો. પરિવાર બંનેના પ્રેમની વિરૂદ્ધ હોવા છતાં શકુંતલાએ વિક્રમ સાથે પ્રેમ લગ્ન કર્યાં હતા. જોકે લગ્નના થોડાક સમયમાં ભીલપુર ગામમાં રહેતા દંપતિ વચ્ચે ઝઘડાઓ શરૂ થઇ ગયા હતા. પરંતુ શકુંતલાએ પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યાં હોવાથી તે પિયરમાં જતી નહોતી. પતિ પત્ની વચ્ચે રોજ ઝઘડાઓ થતા હતા.

પતિના ત્રાસથી કંટાળેલી પત્નીએ પતિ સામે ફરિયાદ નોંધાવી

એક તરફ પતિ પત્ની વચ્ચે રોજ ઝઘડાઓ થતાં હતા. ત્યાં બીજી તરફ શકુંતલા ગર્ભવતી બની હતી. પત્ની ગર્ભવતી હોવા છતાં નો પતિ તેની પર ત્રાસ ગુજારતો હતો. જેથી કંટાળેલી શકુંતલાએ એક દિવસ 181ની ટીમને બોલાવી લીધી હતી. અને અભયમની ટીમની મદદ લઇને પતિ વિરૂદ્ધ ઘરેલુ હિંસા અધિનિયમ હેઠળ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અને શકુંતલા પતિના ત્રાસથી કંટાળીને વડોદરા નારી સંરક્ષણ ગૃહમાં રહેવા માટે ચાલી ગઇ હતી. જ્યાં થોડા સમય પછી શકુંતલાએ એક બાળક અને એક બાળકી એમ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. 29 માર્ચ 2016ના રોજ આર્મીની નોકરીમાંથી રજા લઈને વિક્રમ ભીલપુર આવ્યો હતો. જેથી તે પત્ની અને બાળકોને મળવા માટે પહોંચી ગયો હતો.

પતિ પત્ની અને બાળકોને સાથે લઇ ગયો

દરમિયાન શકુંતલાના પિતા પણ દીકરીનો વિરહ સહન કરી શક્યા ન હતા અને મળવા ગયા હતા. જમાઇ વિક્રમને દીકરીને રાખવી હોય તો નોકરીના સ્થળે સાથે લઇ જવાની વાત કરતા વિક્રમ તૈયાર થઇ ગયો હતો. વિક્રમ શકુંતલાને અને બંને બાળકોને લઇને સિક્કીમ નોકરી છે, તેવું કહીને સિક્કીમ જવાનું કહીને લઇ ગયો હતો. થોડા દિવસ પછી શકુંતલાની બહેન પિન્ટુબેને જીજાજીને ફોન કરીને બહેન અને બંને બાળકોનાં ખબર અંતર પૂછ્યા હતા. અને વાત કરવાની માંગ કરી હતી, પરંતુ વિક્રમે બહાના બતાવીને વાત કરાવી નહોતી. ને લઈને શકુંતલાના પિતા ક્લ્યાણભાઈને શંકા જતાં તેઓ પણ દીકરી સાથે વાત કરવાનો પ્રયત્ન કરતા હતા.

પતિએ પત્ની અને બે બાળકોની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો

શકુંતલા તેના બંને બાળકો સાથે ભેદી સંજોગોમાં ગુમ થતાં આ બનાવની તેના પિતાએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં જમાઈએ પુત્રી અને પૌત્રોને હત્યાના ઈરાદે ગુમ કર્યાં હોવાની શંકા સાથે ફરિયાદ કરી હતી. પિતાએ ઉચ્ચકક્ષાએ સતત રજૂઆતો કરતા આખરે સીઆઈડી ક્રાઈમને તપાસ સોંપાઈ હતી, જેમાં જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવતો વિક્રમને તપાસ માટે ગુજરાત લવાયો હતો. જ્યાં પોલીસે તેની અટકાયત કરીને પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે પત્ની અને બંને નવજાત સંતાનોની હત્યા કરી ત્રણેય મૃતદેહો ઘર પાસે ખાડામાં દાટી દીધાનો ઘટસ્ફોટ કર્યો હતો.

(આવતી કાલે છોટાઉદેપુર ત્રિપલ મર્ડર ભાગ-2માં વાંચો, પોલીસે મહિલા અને બંને બાળકોના કંકાલ ઘરના પાછળના ભાગેથી બહાર કાઢ્યા)

X
chhotaudepur mother and two child murder case part-1

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી