વિધવા હત્યાકાંડ ભાગ-3 / અમી શાહની હત્યા બદલ બંને નણંદને આજીવન કેદની સજા કરાઈ

Divyabhaskar.com

Mar 13, 2019, 02:07 PM IST
Youth Zone Crime story-3,Ami shah Murder case surat
X
Youth Zone Crime story-3,Ami shah Murder case surat

  • કારના ડ્રાઈવર અને માલિકની જુબાનીથી બંને બહેનો સામે મજબૂત પૂરાવા મળ્યા
  • બંને બહેનો- બીના અને ફાલ્ગુની હાલ સુરતની જેલમાં સજા ભોગવી રહી છે

સુરતઃ બીનાની કબૂલાતથી આ કેસ લગભગ ઉકેલાઈ ગયો હતો. પરંતુ હજી બીજી આરોપી ફાલ્ગુની ફરાર હતી. જો કે, સામાજિક અને પોલીસનું દબાણ વધતા ફાલ્ગુનીએ 4 જાન્યુઆરી 2008ના રોજ કામરેજ પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારી લીધી હતી. ત્યારબાદ પોલીસે ફાલ્ગુનીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. બંને નણંદોને સબ જેલમાં મોકલી આપવામાં આવી હતી. પોલીસે કોર્ટમાં અમી હત્યા કેસની ચાર્જશીટ રજૂ કરી હતી. જેમાં ક્વોલિસ ગાડીના ડ્રાઈવર અને કાર ભાડે આપનાર માલિકની જુબાની, ઢાબા પરથી નણંદ બીનાએ પેટ્રોલ ભરવા ડબ્બો લીધો હતો, તે ઢાબાવાળાની કેસને સમર્થન કરતી જુબાની, અમીના ભાઇ અને બહેનની હત્યા પાછળના હેતુને સિદ્ધ કરતી જુબાની, આરોપીઓ અને મરનાર ઘટનાની રાત્રે એક સાથે હતા તે અંગેની કોલ ડિટેઇલને મુખ્ય પુરાવા તરીકે મૂક્યા હતા.

ક્રાઈમ સ્ટોરી-1 / સુરતની જૈન વિધવાની મિલ્કત માટે બે નણંદોએ હત્યા કરી લાશ સળગાવી હતી

ક્રાઈમ સ્ટોરી-2 / હત્યા સમયે અમી અને બંને નણંદોના મોબાઈલ લોકેશન એક જ હતા

એક નણંદ સરકારી કર્મચારી, બીજી વ્યાજે રૂપિયા ફેરવતી હતી
1.2008થી આ કેસમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન 2010માં બીના અને ફાલ્ગુની પાસેથી જેલમાં એક મોબાઈલ પણ મળી આવ્યો હતો. જેમાં પણ બંનેની ખટોદરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાઈ તે પહેલાં બીના પૂરવઠા વિભાગમાં કામ કરતી હતી અને ફાલ્ગુની રીક્ષાવાળાઓને વ્યાજે રૂપિયા આપતી હતી. જેલમાં પણ બપોરના સમયે તેમજ રાત્રે નવ વાગ્યા પછી બન્ને બહેનોએ મોબાઇલ પરથી સંખ્યાબંધ લોકો સાથે વાત કરતી હતી. જેમાં વ્યાજના રૂપિયાને લઈને વાતો થતી હોવાનું કહેવાય છે.
બીનાએ જેલમાં ઘેનની ગોળીઓ ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો
2.

આ કેસમાં જેલવાસ દરમિયાન 29 ઓક્ટોબરના રોજ બીનાએ ઘેનની સંખ્યાબંધ ગોળી ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અમી શાહ હત્યા કેસમાં 9 વર્ષે ચુકાદો આવવાનો હતો. જૈન સમાજમાં ખળભળાટ મચાવનાર હત્યાકાંડને લઈને પરિવારજનો પણ યોગ્ય સજાની રાહ જોઈને બેઠા હતા. દરમિયાન 26 સપ્ટેમ્બર 2016ના રોજ સેશન્સ કોર્ટ દ્વારા બંને નણંદો બીના અને ફાલ્ગુનીને આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો.

બીના અને ફાલ્ગુનીને 302 અને 120(બી) હેઠળ આજીવન કેદ, 365 હેઠળ સાત વર્ષની સજા, સાત હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ છ માસની સજા,  201 હેઠળ સાત વર્ષની સજા, 2000નો દંડ અને જો દંડ ન ભરે તો એક માસની સજા, 506(2) હેઠળ એક વર્ષની સજા, 2000નો દંડ અને દંડ ન ભરે તો વધુ એક માસની સજા ફટકારવામાં આવી હતી. હાલ બંને નણંદો જેલમાં સજા ભોગવી રહી છે.

વારસાગત મિલ્કતમાં હકનો ઝઘડો અમીના મર્ડર સુધી પહોંચ્યો
3.ભારતીય સમાજમાં લગ્ન બાદ પતિ જેટલી પત્ની પણ હક્કદાર બની જાય છે. પતિની મિલકતમાં પત્નીને પણ હક્ક આપવામાં આવે છે. જો કે, પતિના મોત બાદ ઘણા એવા કિસ્સાઓ ધ્યાનમાં આવે છે જેમાં પત્નીને હડધૂત કરવામાં આવતી હોય છે. પતિની મિલકતના ઝઘડાઓ થતા હોય છે. પતિના મોત બાદ વિધવા પત્ની સાથે થતું શોષણ સભ્ય સમાજની કડવી વાસ્તવિકતા છે. આવી જ શોષણની ખેવના અમી શાહની હત્યાનું કારણ બની હતી. ભાઈની મિલકતના ઝઘડામાં બહેનોએ સગી ભાભીની હત્યા કર્યાની જાણ થતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી