તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાક્ષીઓ ફરી જતાં હાઈકોર્ટમાં તમામ આરોપી જામીન પર છૂટી ગયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગામડે બહેન પૂનમની હત્યા કરી બિરેન-રાજવીરે તેની ત્યાં જ અંતિમવિધિ કરી હતી
  • લાશ ન મળવાને કારણે વૈજ્ઞાનિક ઢબે કેસ પૂરવાર કરવાનું પોલીસ માટે અઘરૂં બન્યું

રાજકોટ: બિરેન અને રાજવીરે સગી બહેનની હત્યા તો કરી નાંખી પરંતુ હવે તેના મૃતદેહનો નિકાલ કઈ રીતે કરવો તે સમજાતું નહોતું. બંને ભાઈઓએ ગામના સ્મશાનમાં જ બહેનની અંતિમવિધિ બારોબાર કોઈને ખબર ન પડે તે રીતે કરી દેવાનું નક્કી કર્યું. આ કામને તેમણે અંજામ પણ આપી દીધો પરંતુ અંતે એક જાગૃત નાગરિકે પોલીસ સમક્ષ નનામી અરજી કરી હતી અને આખો ભાંડો ફૂટ્યો હતો. ઓનર કિલિંગના કેસમાં પોલીસે વાળા બ્રધર્સ સહિત ચારની ધરપકડ કરી લીધી છે. જ્યારે પાંચમા શખ્સ રઘુને પાછળથી ઝડપી લેવાયો હતો. રઘુએ જ બંનેને નવા સીમ કાર્ડ લાવી આપ્યા હતા જેનો હત્યામાં ઉપયોગ કરાયો હતો.

રાજકોટના ધનાઢ્ય પરિવારની પૂનમ વાળાને તેના બે ભાઈએ જ મારી નાંખી

સમાજ-મિત્રવર્તુળમાં પૂનમના નામે મ્હેણાંથી બિરેન-રાજવીર પગથી માથા સુધી સળગી જતા

આ કેસમાં ઘણી અવિશ્વસનીય બાબતો જોવા મળી હતી. પહેલાં તો જે રીતે અને જે સંજોગોમાં પૂનમનું અપહરણ કરીને મર્ડર કરાયું તે જ માન્યામાં આવે તેવા નહોતા. ત્યારબાદ રાજવીર અને બિરેનની ધરપકડ થઈ પછી તેમણે પોલીસ સમક્ષ પોતાના ગુનાની કબૂલાત કરી હતી. પીઆઈ ગઢવીએ કહ્યું હતું કે, શંકાસ્પદોની પૂછપરછ દરમિયાન જ અમને ખબર પડી ગઈ હતી કે પૂનમની તેના બંગલામાંથી ધરપકડ કરીને પછી તેને ઝેર આપી દેવાયું હતું.

આ બંને ભાઈઓએ પહેલાં તો ગલ્લાં-તલ્લાં કર્યાં પરંતુ પછી તેમણે પોતાના ગુનાની કબૂલાત કરી લીધી હતી. હજી પણ સાંયોગિક અને ફોરેન્સિક પૂરાવા એકત્ર કરવાના બાકી હતા. જો કે, આ બંનેના પિતા અને રાજકોટના જાણીતા ફાયનાન્સર બિશુ વાળા જ તેમના બંને પૂત્રો સામે ફરિયાદી બન્યા હતા અને બિરેન તથા રાજવીર ઉપરાંત તેમના ત્રણ સાગરિતો સામે ઈપીકોની કલમ 302, 120બી અને 201 હેઠળ ફરિયાદ નોંધાઈ હતી.

પૂનમનું અપહરણ કર્યા બાદ તેની હત્યા કરાઈ અને પછી તેની લાશને ગામના સ્મશાનમાં જ બાળી દેવાઈ હતી. સ્મશાનમાં ઘણી લાશો બળવા માટે આવતી હોવાથી પૂનમનાં જ હાડકાં મળવા અઘરા હતા. આવામાં ફોરેન્સિક એંગલથી તપાસ પૂર્ણ કરવી અઘરી બની ગઈ હતી. તદુપરાંત કોર્ટમાં આરોપીઓ સામેનો કેસ વૈજ્ઞાનિક ઢબે પૂરવાર કરવામાં પ્રોસિક્યૂશનને ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે તેમ છે. જો કે, બંને આરોપીઓ સામે તેમના પિતા જ ફરિયાદી બન્યા હોવાથી કોર્ટમાં આ કેસ પૂરવાર કરવામાં બહુ તકલીફ નહીં પડે તેવું પોલીસનું માનવું છે.

બિશુ વાળાના બંને પુત્રો બિરેન અને રાજવીર સામે સેશન્સ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. પરંતુ બંનેએ ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી જ્યાં એડવોકેટ નાણાવટીએ તેમની તરફેણમાં જોરદાર દલીલો કરી હતી. આ ઉપરાંત સાક્ષીઓ પણ ફરી ગયા હતા અને આરોપીઓ સામે મજબૂત પૂરાવા નહોતા. આ કારણથી અદાલતે બંને ભાઈઓ- બિરેન અને રાજવીર સહિત તમામ પાંચ આરોપીને જામીન પર મુક્ત કર્યા હતા. અત્યારે પણ આ કેસ ચાલી રહ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો