તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમાજ-મિત્રવર્તુળમાં પૂનમના નામે મ્હેણાંથી બિરેન-રાજવીર પગથી માથા સુધી સળગી જતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઘરેથી પૂનમની સાથે માતા જનકબેનને પણ ઉઠાવ્યા, રસ્તામાં નારણકા પાસે ઉતારી દીધા
  • સાત વર્ષથી પિયર રહેતી પૂનમ ફ્રન્ટ થઈ ગઈ હતી, બેરોકટોક લફરાં કરતી હતી

રાજકોટઃ પોલીસ માટે એક મહત્ત્વનો પડાવ પાર થઈ ગયો હતો પણ બીજો મોટો પડાવ સામે હતો અને તે હતો પૂનમનું મર્ડર તેના ભાઈઓએ જ કર્યું હોવાના ફોરેન્સિક પૂરાવા એકત્રિત કરવાનું. બિરેન અને રાજીવે અન્ય ત્રણ શખ્સોની મદદથી પૂનમનું 25 મે, 2017ના રોજ તેમના રાજકોટ સ્થિત ઘરેથી જ અપહરણ કર્યું હતું. પૂનમને તેમના ફાર્મહાઉસ પર લઈ જઈ તેનું કાસળ કાઢવાનું હતું.

ઘરેથી નિકળતી વેળાએ પૂનમ અને બિરેન-રાજવીરની માતાને પણ કારમાં સાથે લઈ લેવાઈ હતી. ત્યાંથી નિકળ્યા બાદ માતા જનકબેનને કોઠારિયા નજીક નારણકા પાસે ઉતારી દીધા હતા. ત્યારબાદ પૂનમને ખાનપર ગામે ફાર્મહાઉસમાં લઈ જવાઈ હતી અને ત્યાં તેને બળજબરીથી ઝેર પીવડાવ્યું હતું. આ કામમાં ગૌતમ ઉર્ફે લાલો વજુભાઈ વાળા અને રમેશગીરી ઉર્ફે મામુ ઉર્ફે મહારાજ ગોસ્વામીએ મદદ કરી હતી. 

રાજકોટના ધનાઢ્ય પરિવારની પૂનમ વાળાને તેના બે ભાઈએ જ મારી નાંખી

બિશુ વાળાની પૂત્રી પૂનમ કે જેની બંને ભાઈએ આવેગમાં હત્યા કરી નાંખી હતી તેનો ભૂતકાળ પણ અનેક ઉતારચઢાવથી ભરેલો છે. પીઆઈ ગઢવીએ જણાવ્યું હતું કે, પૂનમના લગ્ન સાત વર્ષ પહેલાં મુંબઈ થયા હતા, પરંતુ કમનસીબે તે લગ્ન એક દિવસ જ ટક્યા હતા અને પૂનમ બીજા દિવસે જ પિયર પરત આવી ગઈ હતી અને ત્યારબાદ બંને અલગ-અલગ રહેતા હતા. હજી હમણાં જ પૂનમના છૂટાછેડા થયા હતા અને હવે તે ઘણી ફ્રન્ટ થઈ ગઈ હતી.

અત્યંત સ્વરૂપવાન હોવાનો પૂનમને ગર્વ હતો અને પિતાની અઢળક સંપત્તિ હોવાથી તેને પોતાના વૈભવી મોજ-શોખ પૂરા કરવામાં પણ કોઈ રોકે તેમ નહોતું. આ ઉપરાંત હવે તે કોઈના કહ્યામાં રહેતી નહોતી અને મન ફાવે તે રીતે જ રહેતી હતી. આ કારણે પણ ઘરમાં અવાર-નવાર ઝઘડા થતાં હતા. જો કે, પૂનમે તો જાણે નક્કી જ કરી દીધું હતું કે, તેને ફાવે તે રીતે તે પોતાનું જીવન જીવશે અને ધારે તેટલા બોયફ્રેન્ડ રાખશે.

ફાઇનાન્સર બિશુ વાળાનું રાજકોટમાં મોટું નામ બહેનના લફરાંને કારણે ખરાબ થતું હોવાનું બિરેન અને રાજવીરને લાગતું હતું. બહેન પૂનમ ફ્રંટ થઈ ગઈ હોવાથી તેની સાથે વાત કરવાનો પણ અર્થ રહેતો નહોતો. સમાજમાં અને મિત્રવર્તુળમાં પણ રોજરોજ બધા પૂનમના ફેસબુક સ્ટેટસ ઉપરાંત તેની પોસ્ટમાં બોયફ્રેન્ડ સાથેના ફોટા, બોલ્ડ કમેન્ટ્સ વગેરેથી બંને ભાઈઓ કંટાળ્યા હતા.

આ કારણે જ બંનેએ હવે બહેનનું પ્રકરણ પૂરું કરવાનું નક્કી કર્યું હતું. 25 મેના રોજ પૂનમની હત્યા થઈ હતી. બનાવના 12 દિવસ પહેલા જ ભાઇ રાજવીરના મગજમાં બહેનને મારી નાખવાનો પ્લાન સળવળતો હતો, એમ પીઆઈ ગઢવીએ કહ્યું હતું.

અંતે 22 મેએ બિરેનના મિત્રના લગ્નમાં પૂનમનું મર્ડર કરવાનો પ્લાન નક્કી થયો અને 25 મેના રોજ હત્યાને અંજામ આપ્યો. જેમાં ત્રણ નવા મોબાઇલ અને સીમકાર્ડ પણ ખરીદ્યા હતા. અપહરણ, હત્યામાં પોતાની સંડોવણીની કોઇને શંકા જાય માટે રાજકોટમાં બંગલો હોવા છતાં બન્ને ભાઇએ સાગરિતો સાથે હોટેલમાં રાતવાસો કર્યો હતો. હત્યાનું કાવતરું ઘડીને ઝેરી દવાની બોટલ સાથે જ લઇ લીધી હતી.

ઘરેથી બહેન પૂનમની સાથે માતા જનકબેનને પણ લઈ લેવાના બે કારણ હતા. માતાની નજર સામે હત્યા ન થઇ શકે એ માટે તેને નારણકા પાસે ઉતારી દીધા હતા. બિરેન અને રાજવીર 25 મેના રોજ પૂનમનું કારમાં અપહરણ કરી ખાનપર ગામે વાડીમાં ગયા હતા. બન્ને ભાઈએ વાડીમાં બહેન પૂનમના હાથ-પગ પકડી રાખ્યા હતા. જ્યારે રસોઈયા રમેશગીરી ઉર્ફે મામુ ગોસ્વામીએ બળજબરીથી ઝેરી દવા પીવડાવી દીધી હતી.

(પૂનમ મર્ડર કેસ ભાગ-3 આવતીકાલે)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો