નવસારી મિહિર હત્યા ભાગ-2 / ગુમ માસૂમ બાળક હત્યા કરાયેલી હાલતમાં મળ્યો, લોકોમાં આક્રોશ

DivyaBhaskar.com | Updated - Apr 16, 2019, 12:06 AM
crime story: navsari mihir gandhi murder case part-2

  • આડાસંબંધની આશંકામાં પ્રેમિકાની પોલીસે ધરપકડ કરી
  • પોલીસે ઘટનાનું આરોપીને લઈ સ્થળ પર રિહર્સલ કર્યું હતું

સુરતઃ 21મી જૂનના રોજ સાંજ સુધી ગુમ થયેલા મિહિરની શોધખોળ કરવા છતાં નહીં મળતા મિહિરના પિતા સમીર ગાંધી પોલીસમાં મિહિરના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બાદ સમગ્ર જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ હતી. પરિવારમાં પિતા અને ભાઈ પણ મિહિરની શોધખોળ કરી રહ્યું હતું. રાત્રી થઈ ગઈ હતી. પિતા અને ભાઈ બીલીમોરામાં નજીકના સ્થળો અને મહિરના મિત્રોના કહેવા પ્રમાણે મિહિરની શોધખોળ કરી રહ્યા હતા.

મહિલા બાળકને લઈ જતી સીસીટીવીમાં કેદ

સમીરનો દીકરો મિહિર ખૂબ જ ભક્તિભાવના ધરાવતો હતો અને સમીરનો લાડકો પણ હતો. મિહિર જેમ કહતો તેમ જ તેના પિતા સમીર કરતા હતા. જેથી પિતાને મિહિર સાથે ખૂબ જ લાગણી હતી. અને મિહિર ગુમ થતા હતાશામાં સપડાઈ ગયો હતો. અને ગાંડા ઘેલાની શોધખોળ કરી રહ્યો હતો. તે આખા વિસ્તારમાં જે મળે તેને મિહિર અંગે પૂછપરછ કરી રહ્યો હતો. તેણે સ્કૂલમાં સીસીટીવી પણ ચેક કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સ્કૂલના સીસીટીવી બંધ હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે પણ સીસીટીવી આધારે તપાસ કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન એક મહિલા મિહિરને લઈ જતી સ્કૂલની સામે આવેલી બેંકના સીસીટીવીમાં કેદ થઈ હતી.

લોકોમાં આક્રોશ જોવા મળ્યો

પોલીસ મિહિરની શોધખોળ કરી રહી હતી. દરમિયાન આ બનાવના બીજા દિવસે(22-6-2014) વહેલી સવારે વણકર ટેકરા પાસે દરરોજ વાળવા આવતી બાઈએ કચરાપેટીમાં કોથળામાં બાળકનો મૃતદેહ જોતા બૂમાબૂમ કરતા લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. પોલીસ પણ આવી પહોંચી હતી. અને લાશ ગુમ માસૂમ મિહિરની હોવાનું સામે આવ્યું હતું. ગુમ મિહિરનો હત્યા કરાયેલો મૃતદેહ જોઈ લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.

પિતાની પ્રેમિકાની ધરપકડ કરી

ગુમ પુત્ર મિહિરની લાશ કચરાપેટીમાંથી મળ્યા બાદ પિતા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે, લોકોને સમીર અને મુનિરાના પ્રેમસંબંધની જાણ થતા લોકોએ સમીરને બરાબર મેથીપાક આપ્યો હતો. કોઈકે વચ્ચે પડીને સમીરને પોલીસમાં લઈ ગયા હતા. મિહિરની લાશ મળતા શંકાના આધારે મુનિરાની પોલીસે ધરપકડ કરી હતી. તેણે જ મિહિરને મારી નાંખ્યો હોવાની કબૂલાત પણ કરી હતી. આ બનાવ બાદ આઈ.જી. હસમુખ પટેલ, ડીવાયએસપી નિલેશ જાજડીયા સહિ‌તના અધિકારીઓ આવી વધુ તપાસને વેગ આપ્યો હતો. મરનાર મિહિરના મૃતદેહનું પીએમ કરીને મિહિરના મામા પરેશભાઈ ગાંધી તથા પંકજ ગાંધીને સોંપ્યો હતો. પોલીસે ઘટનાનું આરોપીને લઈ સ્થળ ઉપર રિહર્સલ કર્યું હતું.

નવસારી મિહિર હત્યા ભાગ-1/ મોઢા પર રૂમાલ બાંધી આવેલી મહિલા સ્કૂલમાંથી માસૂમ બાળકને ઉઠાવી ગઈ

(આવતી કાલે નવસારી મિહિર હત્યા ભાગ-3માં વાંચો, પિતાની પ્રેમિકીએ માસૂમ બાળકની હત્યા કરેલી લાશ અનાજ ભરવાના પીપડામાં સંતાડી રાખી અને રાત્રે કચરાપેટીમાં ફેંકી આવી)

X
crime story: navsari mihir gandhi murder case part-2
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App