નવસારી મિહિર હત્યા ભાગ-1 / મોઢા પર રૂમાલ બાંધી આવેલી મહિલા સ્કૂલમાંથી માસૂમ બાળકને ઉઠાવી ગઈ

Crime Story: navsari mihir gandhi murder case part-1

  • પંજાબી ડ્રેસ પહેરેલી આવેલી મહિ‌લા બાળકને લઈ ગઈ
  • બાળકના પિતાની પ્રેમિકા સામે શંકાઓ સેવવામાં આવી

DivyaBhaskar.com

Apr 15, 2019, 12:06 AM IST

સુરતઃ આપણા સમાજમાં કેટલાય આડાસંબંધો ચાલતા હશે. પરિવારોમાં સગાં-સંબંધીઓ, મિત્રો, પાડોશીઓ વગેરે સાથેના સંબંધોમાં આવા સેક્સકાંડ સહજ બની ગયા હોય એવો જમાનો આવી ગયો છે. વાસના ખૂબ સ્વાભાવિક લાગણી છે એ ગમે ત્યારે ભડકો બને છે. એના માટે સમય, વય, સંબંધ જેવા કોઈ અવરોધો નડતા નથી. શારીરિક ભૂખ લાગે એટલે સંતોષી જ લેવાય છે. જ્યારે ભૂખ સંતોષવામાં કોઈ અડચણરૂપ બને ત્યારે હત્યા સુધી દોરી જતો હોય છે. આવો જ આડાસંબંધમાં હત્યાનો કિસ્સો નવસારીના બીલીમોરામાં 2014માં સામે આવ્યો હતો.

સુખી પરિવારને કોઈની ખરાબ નજર લાગી

વાત છે 21 જૂન 2014ના બીલીમોરાના ઓડ નગરની. બીલીનાકા દ્વારકાધીશ મંદિર સામે ઓડ નગરમાં રહેતા સમીર છોટાલાલ ગાંધી હીરા ઘસવાનો ધંધો કરતો હતો. તેની પત્ની જ્યોતિ ત્રણેક વર્ષ અગાઉ ઘરેથી ગુમ થઈ હતી. સમીર ગાંધીને બે દીકરા છે, જેમાં મોટો ભાર્ગવ (ઉ.વ.15) તથા બીજો દીકરો મિહિર (ઉ.વ.11) છે. આ બંને પૈકી મિહિર એમ. એન્ડ આર. ટાટા હાઈસ્કૂલમાં ધોરણ 6માં અભ્યાસ કરતો હતો. સમીરની પત્ની 9 મે 2011ના રોજ ઘરેથી જતી રહી હતી. માતાના ગુમ થયા બાદ પિતા સમીર બંને બાળકોને માતા અને પિતાનો પ્રેમ આપતો હતો. અને સુખેથી રહેતો હતો. જોકે, આ સુખી પરિવારને કોઈની ખરાબ નજર લાગી હોય તેવી ઘટના બની હતી.

સમજાવી, પટાવીને મહિલા લઈ ગઈ

સમીર ગાંધીનો નાનો દીકરો મિહિર ટાટા હાસ્કૂલમાં ધોરણ 6માં ભણતો હતો, રોજની જેમ 21-6-2014ના રોજ શાળાએ ગયો હતો. શનિવાર હોવાથી શાળાનો સમય 11થી 2 વાગ્યા સુધીનો હતો. બપોરે ત્રણ પિરિયડ બાદ રિશેષમાં શાળાના કમ્પાઉન્ડમાં મિહિર તેના મિત્રો સાથે રમતો હતો. દરમિયાન એક મહિલા મોઢા પર રૂમાલ બાંધી આવી હતી. અને મિહિરને સમજાવી, પટાવીને મહિલા લઈ ગઈ હતી.

બાળકને લેવા આવેલો ભાઈ મૂંઝાયો

સ્કૂલના કમ્પાઉન્ડમાં બીજા બાળકોએ પંજાબી ડ્રેસ પહેરીને આવેલી મહિલાને જોઈ હતી. મહિલા શાળામાંથી મિહિરને ક્યાં લઈ ગઈ તે કોઈ જાણતું ન હતું. રોજની જેમ મિહિરનો મોટોભાઈ ભાર્ગવ શાળામાં મિહિરને લેવા આવ્યો હતો, પરંતુ મિહિર નહીં દેખાતા મૂંઝાયો હતો. મિહિરના મિત્રો પૈકી ધોરણ 5માં અભ્યાસ કરતા ધ્રુવ ઓડે તેના ભાઈ ભાર્ગવને જણાવ્યું હતું કે, મિહિરને પંજાબી ડ્રેસ પહેરેલી મોઢા ઉપર રૂમાલ બાંધીને આવેલી મહિ‌લા લઈ ગઈ છે. મિહિરના પિતા અને ભાઈને ઘણી શોધખોળ કરી હતી. જોકે, મિહિર મળી ન આવતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસ તપાસ કરતા જ મિહિરના પિતાના આડાસંબંધ અંગે જાણ થઈ ગઈ હતી. જેથી મિહિરના પિતાની પ્રેમિકા આ ઘટનામાં હોવાની શંકાઓ સેવવામાં આવી હતી.

(આવતી કાલે નવસારી મિહિર હત્યા ભાગ-2માં વાંચો, ગુમ માસૂમ બાળક હત્યા કરાયેલી હાલતમાં મળ્યો, પ્રેમીના પુત્રની હત્યાની પ્રેમિકાએ કબૂલાત કરી)

X
Crime Story: navsari mihir gandhi murder case part-1
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી