અમેરિકા / 10 વર્ષના આયુષે પિતાની ચેલેન્જ પર એપલ માટે એપ બનાવી, કંપનીનો સૌથી નાની ઉંમરનો ડેવલોપર બન્યો

WWDC 2019: 10 Year Old Ayush Is the Youngest Developer at Apple's WWDC 2019
WWDC 2019: 10 Year Old Ayush Is the Youngest Developer at Apple's WWDC 2019

  • કોડિંગ સિવાય આયુષને કાર ડિઝાઇનિંગમાં પણ રસ છે
  • એપલની વર્લ્ડવાઇડ ડેવલપર્સ કૉન્ફરન્સ(WWDC)માં ભાગ લેવાની ટિકિટ 70 હજાર રૂપિયા છે 

Divyabhaskar.com

Jun 09, 2019, 09:45 AM IST

યૂથ ઝોન ડેસ્ક: એપલ કંપનીને હાલમાં જ સૌથી નાની ઉંમર એટલે કે 10 વર્ષનો ડેવલોપર મળ્યો છે. કેલિફોર્નિયાના મેન્લો પાર્ક શહેરના 10 વર્ષના આયુષને એક અઠવાડિયાંમાં માત્ર અડધો કલાક જ ડિજિટલ ડિવાઇસનો ઉપયોગ કરવાની તક મળે છે. જો કે, તેના મનપસંદ શોખ એટલે કે કોડિંગ માટે તેને આટલા સમયની જ જરૂર પડે છે. ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે, આયુષે તેના પિતાની એક ચેલેન્જ પર એપલ કંપની માટે એપ ડેવલોપ કરી દીધી હતી. આ જોઈને આયુષના ટેલેન્ટનો અંદાજો તો આપણે લગાવી જ શકીએ છીએ.

વર્લ્ડવાઇડ ડેવલપર્સ કૉન્ફરન્સ 2019
હાલમાં જ એક અમેરિકાની ન્યૂઝ ચેનલે આયુષ અને તેના પિતા અમિત કુમારનો ઇન્ટરવ્યૂ લીધો હતો. અમિતકુમારે કહ્યું કે, આયુષને મોબાઈલ અને કમ્પ્યૂટર સાથે જેટલો પણ સમય મળે છે તેટલામાં તે કોડિંગની સાથોસાથ ગેમિંગ માટે પણ સમય કાઢી લે છે. અમિતના પિતાએ જ તેના દીકરાને એપલના વર્લ્ડવાઇડ ડેવલપર્સ કૉન્ફરન્સ(WWDC) માટે ચેલેન્જ આપી હતી.

પિતાની ચેલેન્જ સ્વીકારી
એપલના આ પ્રોગ્રામમાં દુનિયાની કોઈ પણ વ્યક્તિને ભાગ લેવા માટે એક એપ બનાવવાની હોય છે. અમિતકુમારે કહ્યું કે, મેં આયુષને કહ્યું હતું કે તું કોમ્પિટિશનમાં ભાગ જ ન લઇ શકે. મારો દીકરો આ વાતને ચેલેન્જની જેમ લઇ લેશે તે વાતની મને ખબર નહોતી. એપ બનાવવા આયુષનો મોબાઈલ-કમ્પ્યૂટર વાપરવાનો સમય પણ વધારી દીધો હતો. બાકી અઠવાડિયાંના અડધો કલાકમાં તો એપ બનાવવી શક્ય નહોતી.

એક ટિકિટની કિંમત 70 હજાર રૂપિયા
એપલ કંપનીનો સ્કોલરશિપ પ્રોગ્રામ નાના બાળકોને ડેવલપર્સ કોન્ફરન્સમાં ભાગ લેવાની તક આપે છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટેની એક ટિકિટની કિંમત 1000 ડોલર એટલે કે 70 હજાર રૂપિયા હોય છે. એપલ કોન્ફરન્સમાં એન્ટ્રી લેવા માટે પણ ઓછામાં ઓછી ઉંમર 13 વર્ષ હોવી જરૂરી છે, પરંતુ આયુષનું ટેલેન્ટ જોઈને 10 વર્ષની ઉંમરે તેને ભાગ લેવા માટે છૂટ આપવામાં આવી હતી.

નાનપણથી કોડિંગમાં માહેર
ચોથા ધોરણમાં ભણતાં આયુષે કહ્યું કે, નાનપણથી મને કોડિંગ ગમે છે, તેવામાં એપલ એપ બનાવવી એ મારા માટે કોઈ મુશ્કેલ કામ નહોતું. આયુષે ફિઝિક્સ પર આધારિત પ્રોજેક્ટ પર એક એપ બનાવી છે. હાલ આ એપને એપલ સ્ટોર સુધી લઇ જવા માટે રિવ્યૂ કરવામાં આવી રહી છે. આ સિવાય તેને ગિટાર વગાડવું પણ ખૂબ ગમે છે.

કાર ડિઝાઇનિંગમાં પણ ઇન્ટરેસ્ટ
વધુમાં ટેલેન્ટેડ આયુષે કહ્યું કે, એપલની કોન્ફરન્સ માં તમે નવી વસ્તુઓ શીખી શકો છો. પ્રાઇવસી અને સુરક્ષા જેવી વસ્તુઓ વિશે મોટાભાગના લોકો વધારે વિચારતા નથી, પરંતુ તે ઘણી મહત્ત્વની બાબત છે. કોડિંગ સિવાય આયુષની રુચિ કાર ડિઝાઇનિંગમાં પણ છે. મોટી થઇને તે ટેસ્લા જેવી કારની ટેક્નોલોજી પર કામ કરવા ઈચ્છે છે.

X
WWDC 2019: 10 Year Old Ayush Is the Youngest Developer at Apple's WWDC 2019
WWDC 2019: 10 Year Old Ayush Is the Youngest Developer at Apple's WWDC 2019
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી