મણિપુર / દેશની યંગેસ્ટ ક્લાઈમેટ એક્ટિવિસ્ટ 8 વર્ષીય લિસપ્રિયા કાંગુજમની કામગીરીના યુએનના સેક્રેટરીએ વખાણ કર્યાં

UN Chief lavishes praise on India's 8-yr-old activist
UN Chief lavishes praise on India's 8-yr-old activist

  • યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી-જનરલ એન્ટોનિઓએ ટ્વિટર પર તેની સાથે ફોટો શેર કર્યો
  • સ્પેનિશના ન્યૂઝપેપરે લિસપ્રિયાને ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ સાથે સરખાવી
  • COP25 ક્લાઈમેટ કોન્ફરન્સમાં લિસપ્રિયાને આમંત્રણ આપવામાં આવ્યું હતું
  • આ કોન્ફરન્સ  સ્પેન દેશની રાજધાની મેડ્રિડમાં 2થી 13 ડિસેમ્બર દરમિયાન થઈ હતી

Divyabhaskar.com

Dec 14, 2019, 11:51 AM IST

યૂથ ઝોન ડેસ્ક: ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગને થોડા દિવસ પહેલાં જ અમેરિકાનાં ટાઈમ મેગેઝીને ‘પર્સન ઓફ ધ યર’ તરીકે સિલેક્ટ કરી છે. આપણા દેશની પણ સૌથી યંગેસ્ટ ક્લાઈમેટ એક્ટિવિસ્ટ 8 વર્ષની લિસપ્રિયા કાંગુજમ પણ હાલ ચર્ચામાં છે. મણિપુરની રહેવાસી ગુરુવારે ક્લાઈમેટ ચેન્જ બાબતે મીટિંગમાં સ્પેનની રાજધાની મેડ્રિડ ગઈ હતી જ્યાં તેના યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી-જનરલે એન્ટોનિઓ ગુટેરસે વખાણ કર્યા. ટ્વિટર પર તેમણે લિસપ્રિયા સાથેનો ફોટો પણ શેર કર્યો છે. સ્પેનિશ ન્યૂઝપેપરે આ ભારતીયને ગ્રેટા થનબર્ગ સાથે સરખાવી હતી.

યુએનના સેક્રેટરી-જનરલે ટ્વીટમાં લખ્યું છે કે, હું 8 વર્ષની લિસપ્રિયા કાંગુજમને મળીને ખુશ થયો. તેની હાજરીએ અમને ફ્યુચર જનરેશનની જવાબદારી યાદ કરાવી. ક્લાઈમેટ એક્શન બાબતે અર્જન્ટ એક્શન લેવા માટે આ જનરેશન કામ કરી રહી છે.

દિલ્હીના એર પોલ્યુશન વિશે યુએનના ચીફને કહ્યું
ક્લાઈમેટ ક્રાઈસિસ સામે લડવા માટે યોજાયેલી COP25 ક્લાઈમેટ કોન્ફરન્સ માટે લિસપ્રિયાને આમંત્રણ આપવામાં આવ્યું હતું. લિસપ્રિયાએ યુએનના ચીફ પાસે ડિમાન્ડ કરી હતી કે દરેક દેશની સ્કૂલમાં ફરજીયાત ક્લાઈમેટ ચેન્જનો સબ્જેક્ટ હોવો જોઈએ. આ ઉપરાંત તેણે દિલ્હીના એર પોલ્યુશન વિશે પણ જણાવ્યું હતું. તેણે દિલ્હી પોલ્યુશનનું સોલ્યુશન લાવવા ભારતની સરકાર સાથે કામ કરવા કહ્યું. ચીફે તેને જવાબમાં કહ્યું કે, તેઓ આ બાબત ચોક્કસ ધ્યાનમાં લેશે.COP25 ક્લાઈમેટ કોન્ફરન્સ સ્પેન દેશની રાજધાની મેડ્રિડમાં 2થી 13 ડિસેમ્બર દરમિયાન થઈ હતી.

લિસપ્રિયાની અચીવમેન્ટ
નાનકડી ઉંમરમાં દુનિયાભરનું ધ્યાન ખેંચનારી લિસપ્રિયાને વર્ષ 2019માં ખ્વાદ ફાઉન્ડેશને ‘ડો. એ પી જે અબ્દુલ કલામ ચિલ્ડ્રન્સ અવોર્ડ’ આપ્યો હતો. વર્લ્ડ યુથ સમિટ 2019માં તેને ‘ઈન્ડિયા પીસ પ્રાઈઝ’ અવોર્ડ આપ્યો હતો. અમેરિકામાં આ વર્ષે લિસપ્રિયાને રાઇઝિંગ સ્ટાર અવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

X
UN Chief lavishes praise on India's 8-yr-old activist
UN Chief lavishes praise on India's 8-yr-old activist

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી