સિદ્ધિ / સુરતની બે મહિલાએ 24 કલાકમાં 80 કિમી ઊંધા દોડી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો

Two women from Surat set a Guinness World Record in 80 hours reverse running in 24 hours

  • 33 વર્ષના ટ્વિન્કલ ઠાકર અને 43 વર્ષના સ્વાતી ઠાકર અનોખી રીતે દોડ્યા
  • બંનેએ આ દોડ માટે 45 દિવસ પ્રેક્ટિસ કરી હતી

Divyabhaskar.com

Oct 03, 2019, 01:09 PM IST

યૂથ ઝોન ડેસ્ક: 33 વર્ષના ટ્વિન્કલ ઠાકર અને 43 વર્ષના સ્વાતી ઠાકરે 24 કલાકમાં 80 કિલોમીટર ઉંધા દોડીને ગિનિસ બુક ઓ‌ફ વર્લ્ડ રેકોર્ડ પોતાને નામ કર્યો છે. બારડોલીના સરદાર મ્યુઝિયમથી 1 ઓક્ટોબરના રોજ ઉંધા દોડવાની શરૂઆત કરી અને 2 ઓક્ટોબરના રોજ બારડોલીના સરદાર મ્યુઝિયમ ખાતે જ આ દોડ પુરી કરી હતી.

41 વોલેન્ટિયરે મદદ કરી
મદદ કરવા માટે કુલ 41 લોકોની ટીમમાં 22 સાઈકલિસ્ટ હતાં. તેઓ આગળ પાછળ ચાલતા એ સિવાય કેમેરામેન, ગાડીના ડ્રાઈવર અને કરાટેના વિદ્યાર્થીઓ હતાં.

45 દિવસ પ્રેક્ટિસકરી
ટ્વિન્કલ અને સ્વાતી ઠાકર 45 દિવસ સુધી રોજ પ્રેક્ટિસ કરતાં હતાં. ખાલી રોડ હોય તેવી જગ્યા પર વહેલી સવારે 2 કલાક સુધી પ્રેક્ટિસ કરતા જેમાં એક કલાકમાં 6 થી 10 કિમી સુધી દોડતા હતાં.

પગમાં વાગ્યુ છતાં દોડવાનું ચાલુ રાખ્યું
રનર સ્વાતિ ઠાકરે કહ્યું કે,  'અમે સાંજે 5 વાગ્યે દોડવાની શરૂઆત કરી હતી. શરૂઆતમાં અમારો ઉત્સાહ ખુબ જ હતો. અમે ખૂબ જ સ્પીડમાંમાં દોડી રહ્યાં હતાં, અમે 15 કિલોમીટર દોડ્યા ત્યારે અમારી સ્પીડના કારણે અચાનક જ મારા પગમાં છાલા પડી ગયા હતાં. ત્યારે અમારી સ્પીડ દર કલાકે 5 કિલોમીટર હતી. મારા પગમાં ખુબ જ દુ:ખાવો થઈ રહ્યો હતો. જેના કારણે મારી સ્પીડમાં ઘટાડો થઈ ગયો. છાલા પડ્યા પછી માંડ માંડ 2 કિલોમીટર દોડ્યા પછી મારે બ્રેક લેવો પડ્યો હતો. ત્યાર બાદ અમે ઉંધા દોડવાની શરૂઆત કરી ત્યારે અમારી સ્પીડ ઘટી ગઈ હતી'

દર કલાકે માત્ર 5 મિનિટનો બ્રેક લેતા હતાં
ટ્વિન્કલ ઠાકરે પોતાના અનુભવ વિશે કહ્યું કે, 'અમે માંડ માંડ 22 કિલોમીટર દોડ્યા ત્યાં તો મૂશળધાર વરસાદ શરૂ થઈ ગયો હતો. જેના કારણે અમને દોડવામાં મુશ્કેલી પડી રહી હતી. પગ સ્લિપ થઈ રહ્યાં હતાં. સતત 2 કલાક સુધી વરસાદમાં અમે દોડ્યા હતાં. 2 કલાકમાં અમે માંડ માંડ 2 કિલોમીટર દોડી શક્યા હતાં. અમે દર એક કલાકે માત્ર 5 મિનિટનો બ્રેક લેતા હતા. દોડમાં 14 લિટર પાણી પીધું છે.'

X
Two women from Surat set a Guinness World Record in 80 hours reverse running in 24 hours

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી