રેકોર્ડ / 3 યુવકો એક જ દિવસમાં 16,700 ફૂટ ઊંચી શિંગોલા પહાડી ઘાટીને પાસ કરી લદાખની દુર્ગમ ઘાટી ઝાંસ્કર પહોંચ્યા

Three youths crossed the 16,700-foot-high Shingola Mountains in a single day and reached zanskar

Divyabhaskar.com

Sep 08, 2019, 12:10 PM IST

મનાલી: શિંગોલા ભારતનો એક પર્વત પાસ છે, જે લદાખ અને હિમાચલ પ્રદેશની સરહદ પર છે. મનાલીના 3 યુવાનોએ શિંગોલા પહાડી ઘાટીને પાસ કરીને સૌપ્રથમ કારની ચલાવીને ઝાંસ્કર સુધી પહોંચવાનો રેકોર્ડ બનાવ્યો છે, આ દુર્ગમ ઘાટીના લોકોનો કપરો સમય ટૂંક સમયમાં સમાપ્ત થવાનો છે કારણ કે અહીં પાક્કા રસ્તા બની રહ્યા છે. આ ત્રણ યુવકોએ માત્ર એક દિવસમાં 16,700 ફૂટ ઊંચા શિંગોલા પહાડી ઘાટીને પાર કરી છે.

ઘણી મુશ્કેલીનો સામનો કર્યો ત્યારે મંઝિલ મળી
મનાલીના રહેવાસી સુરેશ શર્મા, હોટલ મેનેજર પ્રીતમ ચદ અને જયપ્રકાશ ફોર્ચ્યુનર કાર લઈને મંગળવારે સવારે 7 વાગ્યે મનાલીથી નીકળ્યા હતા અને 3:30 વાગ્યે શિંગોલા પાર કરીને 4:15 વાગ્યે તેની બીજી બાજુ પહોંચ્યા હતા. કાચા રસ્તા અને પથરાળ જમીનને પાર કરવામાં તેમને ઘણી મહેનત કરવી પડી હતી. ત્યારબાદ તે લોકોએ તીવ્ર પ્રવાહવાળી ઝાંસ્કર નદી પાર કરી હતી. તેઓ ઘાટીના કરગ્યાખ ગામમાં સાંજે 6 વાગ્યે પહોંચ્યા હતા. અહીં લોકોએ તેમને ફૂલની માળા પહેરાવીને સ્વાગત કર્યું હતું. આ અત્યાર સુધીનો પ્રથમ કેસ છે કે જેમાં કોઈ પ્રવાસી કાર લઈને શિંગોલા પહાડી ઘાટીનેપાસ કરીને ઝાંસ્કર પહોંચ્યા હોય.

બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેન શિંગોલાથી ઝાંસ્કર પહોંચી શકાય તેવા રોડ બનાવી રહ્યું છે. આ રસ્તાને લીધે ઘણા ગામ પણ એકબીજા સાથે જોડાઈ જશે.

38 બોર્ડર રોડ ટાસ્ક ફોર્સના કમાન્ડર કર્નલ ઉમા શંકરે જણાવ્યું કે, આ ત્રણ યુવાનોએ શિંગોલાથી ઝાંસ્કર પહોંચીને પોતાના નામે રેકોર્ડ નોંધાવી લીધો છે. હાલ તે લોકોએ જે કપરા રસ્તા પર કાર ચલાવી ત્યાં સારો રસ્તા બનાવવાનું કામ ચાલુ છે.

X
Three youths crossed the 16,700-foot-high Shingola Mountains in a single day and reached zanskar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી