સિદ્ધિ / જીવનમાં ક્યારેય હાર ન માનનાર 22 વર્ષીય સિમોન બાઇલ્સ જિમ્નાસ્ટ ક્ષેત્રે 25 મેડલ જીતી ચૂકી છે

The 22-year-old Simon Biles has won 25 medals in the gymnastics field

Divyabhaskar.com

Oct 14, 2019, 12:36 PM IST

યૂથ ઝોન ડેસ્કઃ બાઈલ્સનો જન્મ એવા પરિવારમાં થયો જે તૂટવાની આરે હતો. માતા ડ્રગ એડિક્ટ હતી અને પિતાએ તેને છોડી દીધી હતી. માતા બાઈલ્સ અને તેના 4 ભાઈ-બહેનની દેખરેખ કરી શકે તેમ નહોતી. તેથી બાળકોએ અનાથાલયમાં રહેવું પડ્યું. જ્યારે તે 6 વર્ષની હતી ત્યારે તેણે અને તેની નાની બહેનને નાના-નાનીએ દત્તક લીધી હતી. બાઈલ્સ પછી નાના-નાનીને જ માતા-પિતા કહેતી હતી. બાઈલ્સને જિમ્નાસ્ટિકમાં રસ અનાથાલયમાં હતી ત્યારથી છે. ત્યાં તેણે પ્રથમવાર ટ્રેમ્પોલાઈન જોઈ. બાઈલ્સને તેની પર કુદવાની ઘણી ઈચ્છા હતી પરંતુ તેને દર વખતે અટકાવવામાં આવી હતી.

બાઈલ્સ એક પરિવાર સાથે ડે કેર સેન્ટર ગઈ હતી. જ્યાં તેણે પ્રથમવાર જિમ્નાસ્ટિક કર્યું. તેની ફ્લેક્સિબલ બોડીને જોઈ ત્યાના કોચે તેને આ રમતમાં આગળ વધવા પ્રેરિત કરી. બાઈલ્સે 7 વર્ષની વયે જ એમી બોરમેનથી જિમ્નાસ્ટિકની ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યું. તે રિયો ઓલિમ્પિક-2016 સુધી બાઈલ્સની કોચ રહી. બાઈલ્સે જ્યારે જિમ્નાસ્ટિકની શરૂઆત કરી ત્યારે તે દર મહિને ટેક્સાસમાં યોજાતા નેશનલ કેમ્પમાં જતી. અહીં અમેરિકાની નેશનલ ટીમની કોર્ડિનેટર માર્થા કેરોલીએ આ ખેલાડીને ટીમમાં તક આપી. પરંતુ બાઈલ્સ બાળપણમાં બોડી શેમિંગનો શિકાર બની હતી. જિમ્નાસ્ટિકની ટ્રેનિંગના કારણે તે જીમ જતી હતી અને તેના કારણે તેના મસલ્સ બની ગયા હતા. જેથી તે અન્ય ગર્લ્સથી અલગ લાગતી. તેથી બાઈલ્સ જેકેટ પહેરીને સ્કૂલે જતી હતી. જેકેટ પહેરતી તો છોકરાઓ તેને આર્મ રેસલિંગ માટે આમંત્રણ આપી ચીઢવાતાં હતા. જિમ્નાસ્ટિકે બાઈલ્સને એડીએચડી નામના ડિસઓર્ડરમાંથી બહાર આવવા પણ મદદ કરી. આ ડિસઓર્ડરના કારણે વ્યક્તિ કોઈ વસ્તુ પર ફોક્સ નથી કરી શકતું.

બાઈલ્સના જીવનમાં એક સમય એવો આવ્યો જ્યારે તે રમતથી દૂર જવા માગતી હતી. આ તેના પ્રારંભિક દિવસોની ઘટના છે. ટ્રેનિંગ દરમિયાન તે ઘણીવાર બાર્સ પર બેલેન્સ કરી શકતી નહોતી. તેણે કોચને રમત છોડવા અંગે વાત કરી હતી પરંતુ કોચે તે જિમ્નાસ્ટિક માટે જ બની હોવા પ્રેરી હતી. ત્યારબાદ બાઈલ્સે ફરી ટ્રેનિંગ શરૂ કરી. કોચ બોરમેનની વાત સાચી સાબિત થઈ. જિમ્નાસ્ટિકના એક મૂવને તો 'બાઈલ્સ મૂવ' તરીકે ઓળખાય છે.

એક ચેમ્પિયનશિપમાં 5 ગોલ્ડ જીતનારી ત્રીજી ખેલાડી
દરેક પેઢીને એક હીરોની જરૂર હોય છે. તે મહિલા પણ હોઈ શકે છે. આ હીરો એટલે એ નહીં જેણે પોતાની અસામાન્ય શક્તિઓથી વિશ્વને બચાવ્યું હોય. હીરો એ વ્યક્તિ પણ બની શકે છે જેણે પરિવારના તૂટ્યા બાદ પણ સ્વપ્નોને જીવ્યા હોય. આવી જ એક હીરો છે સિમોન બાઈલ્સ. 22 વર્ષીય બાઈલ્સ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 25 મેડલ જીતી ચૂકી છે. અમેરિકન જિમ્નાસ્ટ સિમોન બાઈલ્સ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ ગોલ્ડ જીતનાર ખેલાડી છે

બાઇલ્સ એક મેસેજ આપતાં કહે છે કે, ‘હું ઈચ્છું છું કે લોકો સ્વપ્ન જુએ અને તેને પૂર્ણ કરે. કંઈપણ રાતોરાત નથી મળતું. અથાગ મહેનત અને દૃઢ સંકલ્પ થકી જ કંઇક મેળવી શકાય છે. તમે જોશો તો હું અહીં વર્ષોની મહેનત બાદ પહોંચી શકી છું. આનંદ છે કે મેં ક્યારેય હાર ન માની. એવા ઘણા લોકો છે, જેમના પ્રેમ અને પ્રોત્સાહને મને પ્રેરિત કરી. હું તે પ્રેમ અને પ્રોત્સાહનને આગામી પેઢીને આપવા માગું છું.’

બાઈલ્સ જર્મનીમાં ચાલી રહેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધી 5 ગોલ્ડ જીતી ચૂકી છે
બાઈલ્સે ઓલિમ્પિકમાં 4 ગોલ્ડ, 1 સિલ્વર અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 19 ગોલ્ડ, 3 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ જીતી ચૂકી છે. એફઆઈજી ઓલરાઉન્ડ વર્લ્ડ કપમાં તે 2 ગોલ્ડ, 1 સિલ્વર જીતી ચૂકી છે. તે અમેરિકાની સૌથી સફળ જિમ્નાસ્ટ છે. તે લેરિસા લેતિનિના બાદ વિશ્વની બીજી સૌથી સફળ જિમ્નાસ્ટ છે. તે સૌથી વધુ 19 વખત વર્લ્ડ ચેમ્પિયન બનનાર પ્રથમ ખેલાડી છે. તે જર્મની વોલ્ટ, ટીમ, ઓલરાઉન્ડ, બેલેન્સ બીમ અને ફ્લોર એક્સરસાઈઝમાં ગોલ્ડ જીતી ચૂકી છે.

X
The 22-year-old Simon Biles has won 25 medals in the gymnastics field

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી