સિદ્ધિ / સુરતના યસ મહેતા અને નાબરૂન ડેકાએ 16.33 સેકન્ડમાં કયૂબ પઝલ સોલ્વ કરી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

surat's two boy made guiness world record by solving rubik's cube

  • બંનેએ 6 મહિના સુધી રોજ 8 કલાક પ્રેક્ટિસ કરી હતી

Divyabhaskar.com

Jul 06, 2019, 04:04 PM IST

યૂથ ઝોન ડેસ્ક: સુરતના યશ મહેતાએ મિત્ર નાબરૂન ડેકા સાથે મળીને રૂબિક કયૂબ પઝલ માત્ર 16.33 સેકન્ડમાં સોલ્વ કરી હતી. જેના માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બન્યો છે. જેમાં યશે ડાબા હાથથી અને નાબરૂને જમણા હાથનો ઉપયોગ કરીને કયૂબ પઝલ સોલ્વ કરી હતી. યશ મહેતાએ 2018માં યોજાયેલી નેશનલ ચેમ્પિયનશિપમાં બ્લાઈન્ડ ફોલ કરી રુબીક પઝલ સોલ્વ કરી હતી.

પહેલાં ચીનના નામે હતો રેકોર્ડ
યશ મહેતા અને નાબરુન ડેકા પહેલાં ચાઈનાના બે મિત્રોએ રુબિક કયુબ સોલ્વ કરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તેમણે 18.71 સેકન્ડમાં કયૂબ સોલ્વ કરી હતી. તે પછી યશ અને નાબરુને 16.33 સેકન્ડમાં રુબિક કયૂબ સોલ્વ કરી રોકોર્ડ બનાવ્યો.

રેકોર્ડ બનાવતી વખતે 400 લોકો હાજર હોવા જરૂરી
યશ મહેતાએ દિવ્ય ભાસ્કરને કહ્યું કે, 'રુબિક કયૂબ 3X3 ની એક પ્રકારની હોય છે. દરેક ફેઝ પર એક કલર હોય છે. આ કયૂબ સોલ્વ કરવા માટે દરેક ફેઝ પર એક કલર કરવાનો હોય છે. જેમાં દરેક લોકો અલગ અલગ પ્રકારે આ કયૂબ સોલ્વ કરતા હોય છે. કોઈ વ્યક્તિ એક હાથથી કરતા હોય છે, કોઈ વ્યક્તિ આંખ બંધ કરીને કરતા હોય છે. મારી સાથે નાબરુન ડેકા નામનો મિત્ર હતો. અમે બે મિત્રોએ મળીને આ પઝલ સોલ્વ કરી હતી. મેં ડાબા હાથથી અને મારા મિત્રએ જમણા હાથથી એમ બંનેએ મળીને આ કયુબ પઝલ સોલ્વ કરી હતી. આ રેકોર્ડ બનાવતી વખતે 300 થી 400 લોકો હાજર હોવા ફરજિયાત છે. અમારી પાસે કયૂબને જોવા માટે 15 સેકન્ડ હોય છે. અને 15 સેકન્ડ જેવી પતે એટલે અમારે પઝલ સોલ્વ કરવાનું શરૂ કરી દેવાનું હોય છે.

યશ મહેતાની ઉંમર 20 વર્ષની છે. તેણે સુરતમાં ડી.પી.એસ શાળામાં અભ્યાસ કર્યો છે. યશ મહેતા હાલ બેંગ્લોરમાં ફીઝીકસ રીસર્ચ ભણી રહ્યો છે.

6 મહિના સુધી રોજ 8 કલાક પ્રેક્ટિસ કરી
યશે કહ્યું કે, અમે પઝલ માટે 6 મહિનાથી પ્રેક્ટિસ કરી હતી. પઝલ સોલ્વ કરવા માટે અમે પોતાની અલગ રીત બનાવી હતી. અઠવાડિયાના 8 કલાક પઝલ માટે પ્રેક્ટિસ કરતા હતા. જેમાં અમે પઝલ જાતે મિક્સ કરી જાતે સોલ્વ કરતા હતા. અમારે દર્શકો સામે પઝલ સોલ્વ કરવાની હતી. તેથી અમે છેલ્લાં 2 મહિના કોલેજના મિત્રોને બોલાવી તેમની સામે રુબિક ક્યૂબ સોલ્વ કરતા હતા. દર્શકોના પ્રેશરમાં કઈ રીતે પરફોર્મ કરીશું તેની પ્રેક્ટિસ કરતા હતા.

400 સ્પેશિયલ કોડ
દરેક બાજુ ફરાવવા માટેના 400 કોડ બનાવ્યા હતા. જો મારે 90 ડિગ્રી પઝલ ફેરવવી હોય તો તેના માટે અલગ કોડ અને 120 ડિગ્રી ફેરવવી હોય તો તેના માટે અલગ કોડ બનાવ્યા હતા. તેમજ ઉપરની બીજુ અને નીચે બાજુની ફેરવવા માટે અલગ કોડ બનાવ્યા હતા. પઝલ સોલ્વ કરતી વખતે બંનેએ કોડ બોલવાના હોય છે અને જેનો કોડ સરળ હોય તે રીતે પઝલ સોલ્વ કરવાની હોય છે.

X
surat's two boy made guiness world record by solving rubik's cube
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી