યોગદાન / એલેક્સાને હિન્દી ભાષા સમજાવવા પાછળ રાંચીના એન્જિનિઅરનું વિશેષ યોગદાન

Special contribution of Ranchi engineer rohit prasad behind updating of Hindi language in Alexa

  • રોહિત પ્રસાદ વર્ષ 2013માં તેઓ એમેઝોન સાથે જોડાયા હતા
  • તેઓ એમેઝોન ગ્લોબલના વાઇસ પ્રેસિડન્ટ અને એલેકસા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટસમાં સાયન્ટિસ્ટ છે
  • રોહિતે ફાસ્ટ કંપનીના ‘ક્રીએટિવ પીપલ ઈન બિઝનેસ’ની કેટેગરીમાં 9મો ક્રમાંક હાંલસ કર્યો હતો

Divyabhaskar.com

Sep 26, 2019, 05:29 PM IST

યૂથ ઝોન ડેસ્કઃ ‘એલેક્સા’ ગૂગલનું વોઇસ અસ્ટિસ્ટન્ટ છે. વર્ષ 2014માં તેને ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. થોડા સમય પહેલાં જ એલેકસામાં હિંગ્લીશ ભાષાનું અપડેટ આવ્યું છે. એલેકસાને હિન્દી સમજાવીને અનેક લોકોની મદદ કરવાનો શ્રેય ઝારખંડના રાંચીના 43 વર્ષીય રોહિત પ્રસાદને જાય છે. રોહિત પ્રસાદ એમેઝોન ગ્લોબલના વાઇસ પ્રેસિડન્ટ અને એલેકસા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટસમાં સાયન્ટિસ્ટ છે.


અમેરિકામાં જઈને અભ્યાસ કર્યો
વર્ષ 1997માં BITS યુનિવર્સિટીથી રોહિતે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યૂનિકેશનમાં એન્જિનિઅરિંગ પૂરું કર્યું હતું. ત્યારબારદ તેમણે અમેરિકાના શિકાગોમાં એલેનોયમાં ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજીમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિઅરિંગમાં MS કર્યું હતું. આ દરમિયાન તેમને ‘સ્પીચ રેકગ્નાઇઝ’ વિષયમાં રસ પડ્યો હતો.

વર્ષ 2013માં તેઓ એમેઝોન સાથે જોડાયા હતા અને તે દરમિયાન રોહિત અમેરિકાની રિસર્ચ અને ડેવલપમેન્ટ કંપની BBN ટેક્નોલોજી સાથે પણ કામ કરતા હતા. કંપનીના અનેક સ્પીચ રેકગ્નાઇઝ પ્રોજેક્ટ પર તેમણે કામ કર્યું હતું.

પરિવાર સાથે રહેવા BITS યુનિવર્સિટીમાં એડમિશન લીધુ

રાંચીમાં આવેલી DAV પબ્લિક સ્કૂલમાંથી રોહિતે પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેમને IIT રૂરકીમાંથી ઓફર આવી હતી પરંતુ પરિવારની નજીક રહેવા માટે તેમણે BITS યુનિવર્સિટીમાં એડમિશન લેવાનું પસંદ કર્યું હતું. રોહિત તેમના બાળપણમાં ક્રિકેટ જેવી રમતનો અસ્વીકાર કરીને વિજ્ઞાનલક્ષી સિરિયલ્સ જોવાનું પસંદ કરતા હતા.

સિદ્ધિ
એલેકસાને હિન્દી વર્ઝનમાં અપડેટ કરવા માટે વિશેષ યોગદાન આપનાર રોહિતને વર્ષ 2017માં રેકોર્ડની બિઝનેસ અને મીડિયા ક્ષેત્રની લિસ્ટમાં 15મું સ્થાન મળ્યું હતું. આ લિસ્ટમાં સુંદર પિચાઈ, માર્ક ઝુકરબર્ગ જેવી હસ્તીઓ સામેલ હતી. રોહિતે ફાસ્ટ કંપનીના ક્રીએટિવ પીપલ ઈન બિઝનેસની કેટેગરીમાં 9મો ક્રમાંક હાંલસ કર્યો હતો.

રોહિતને આ મુકામે પહોંચવા માટે 20 વર્ષનો સમય લાગ્યો છે. તેઓ જણાવે છે કે ‘અત્યારે શીખવાની લહેર ચાલી રહી છે. હું આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્ટસમાં જે કઈ નવું વિચારું તેને પૂરું કરવાની હું લડત આપી શકું છું.’

એલેક્સાને ઇમ્પ્રૂવ કરવામાં આવશે
રોહિત જણાવ છે કે, ‘હિન્દી ભાષા દર 100 કિલોમીટરનાં અંતરે બદલાય છે. તેથી એલેક્સામાં હિન્દી અને અંગ્રેજી બંને ભાષાના મિશ્ર કમાન્ડ સમજી શકે તેવી રીતે ફેરફાર કરવામાં આવ્યો છે. રોહિતનું હાલ ફોકસ એલેક્સાની કોર ઈન્ટેલિજન્ટ્સમાં સુધારો લાવીને તેને અસ્પષ્ટ કમાન્ડ અને જટિલ કાર્યોને સમજવા માટે ઇમ્પ્રૂવ કરવાનો છે.

X
Special contribution of Ranchi engineer rohit prasad behind updating of Hindi language in Alexa

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી