ગૌરવ / અરુણાચલ પ્રદેશની પોનુંગ ડોમિંગ ઇન્ડિયન આર્મીમાં પ્રથમ મહિલા લેફ્ટેનન્ટ કર્નલ બની

Ponung Doming Is Army's First Woman Lieutenant Colonel From Arunachal

  • સરકારી શાળામાં અભ્યાસ કરનારી પોનુંગને નાનપણથી આર્મી ઓફિસર બનવું હતું

Divyabhaskar.com

Sep 24, 2019, 03:09 PM IST

ઈટાનગર: હાલ સોશિયલ મીડિયા પર આર્મી યુનિફોર્મમાં સજ્જ મહિલા ઓફિસરનો ફોટો વાઇરલ થઈ રહ્યો છે. આ ફોટો પોનુંગ ડોમિંગનો છે. પોનુંગ ડોમિંગ અરુણાચલ પ્રદેશની પ્રથમ મહિલા લેફ્ટેનન્ટ કર્નલ બની છે. તેણીએ આ ઐતિહાસિક સિદ્ધિ પર રાજ્યના મુખ્યમંત્રી પેમા ખાંડુ એ ટ્વીટ કરીને તેને અભિનંદન પાઠવ્યા છે.

સીએમે ટ્વીટ કરીને લખ્યું કે, અમારા માટે આ ગૌરવની વાત છે. મેજર પોનુંગ ડોમિંગે ઇતિહાસ રચી દીધો છે. તે અરુણાચલ પ્રદેશથી ઇન્ડિયન આર્મીમાં લેફ્ટેનન્ટ કર્નલ સુધી પહોંચનારી પ્રથમ મહિલા ઓફિસર છે. અરુણાચલ પ્રદેશની પોનુંગ ડોમિંગસિયાંગ જિલ્લાના પાસીઘાટની રહેવાસી છે. તેના ચાર ભાઈ-વાહનોમાં તે સૌથી મોટી છે. સરકારી શાળામાં અભ્યાસ કરનારી પોનુંગને નાનપણથી આર્મી ઓફિસર બનવું હતું તેની લગન અને મહેનતથી હાલ તે સપનું પૂરું થયું છે.

X
Ponung Doming Is Army's First Woman Lieutenant Colonel From Arunachal

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી