• Home
  • Youth Zone
  • Achievement
  • Manish Singh wins two bronze medals at International Badminton Tournament, family refuses to participate in tournament

ગૌરવ / ઈન્ટરનેશનલ બૅડ્મિન્ટન ટૂર્નામેન્ટમાં માનિષી સિંહે બે બ્રોન્ઝ મેડલ જીત્યા, ટૂર્નામેન્ટમાં ભાગ લેવા પરિવારે ના પાડી હતી

Manish Singh wins two bronze medals at International Badminton Tournament, family refuses to participate in tournament

  • ઈન્ટરનેશનલ બૅડ્મિન્ટન ટૂર્નામેન્ટમાં માનિષી સિંહે સિંગલ્સ અને ડબલ્સ ટૂર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો
  • યુરોપમાં આયોજિત યુરોપિયન માસ્ટર ગેમમાં 72 દેશોના 8 હજાર ખેલાડી સામેલ હતાં
     

Divyabhaskar.com

Aug 15, 2019, 08:14 PM IST

યૂથ ઝોન ડેસ્ક. યુરોપમાં આયોજિત યુરોપિયન માસ્ટર ગેમ 2019માં માનિષી સિંહે બૅડ્મિન્ટનમાં બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે. 26 જુલાઈથી 4 ઓગસ્ટની વચ્ચે યોજાયેલ એક ઈન્ટરનેશનલ ટૂનાર્મેન્ટમાં માનિષીએ સિંગલ અને ડબલ્સ બંને ટૂનાર્મેન્ટમાં ભાગ લીધો હતો. બંનેમાં તેણે બોન્ઝ મેડલ જીત્યો હતો. આ ટૂનાર્મેન્ટમાં 72 દેશોના આઠ હજાર ખેલાડી સામેલ હતા. જો કે, સફળતાની આ સીડી માનિષી માટે સરળ નહોતી.

આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા પરિવારના સભ્યો ના પાડતા હતા તે વખતે તેણે પરિવારમાં બધાને સમજાવ્યા. ત્યારબાદ આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવાની પરમિશન મુશ્કેલીથી મળી હતી. જ્યારે પરિવારના સભ્યો માની ગયા તો વીઝા કેન્સલ થઈ ગયા. પરંતુ વીઝા કેન્સલ થઈ જવાની વાત પરિવારના લોકોથી છૂપાવીને માનિષી દિલ્હીમાં છ દિવસ સુધી રહી અને તેને વીઝા મેળવવામાં સફળતા પણ મળી.

પિતા શહેરની બહાર યોજાતી ટૂર્નામેન્ટમાં રમવા માટે ના પાડતા હતા

મૂળ કોરબાની રહેવાસી માનિષીએ જણાવ્યું કે, 'પિતા.પ્રો. કેપી સિંહ બૅડ્મિન્ટન રમતા હતા, તેમને જોઈને અમે ત્રણ બહેનો અને એક ભાઈ પણ રમવા લાગતાં. સ્કૂલની કેટલીક ટૂર્નામેન્ટમાં ભાગ લીધો અને મેડલ જીતવામાં સફળ રહ્યાં. ધીમે-ધીમે ભાઈ-બહેનોને રસ ઓછો થતો ગયો પરંતું હું રમતી હતી. મોટી થયા બાદ પિતા શહેરની બહાર યોજાતી ટૂર્નામેન્ટમાં રમવા માટે ના પાડતા અને હું શહેરમાં યોજાતી ટૂર્નામેન્ટ સુધી સીમિત રહી ગઈ'.

પતિએ કહ્યું માત્ર ફિટનેસ માટે બૅડ્મિન્ટન રમવું

માનિષીએ જણાવ્યું કે, 'લગ્ન બાદ પતિ અમિત કુમાર સિંહએ પોતાના શોખ વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે માત્ર ફિટનેસ માટે રમવું. પરંતુ મને માત્ર ફિટનેસ જ નહીં,પણ ટૂર્નામેન્ટમાં જીતવા માટે પણ રમવું હતું. દેશ માટે મેડલ જીતવું હતું. પતિ દર વખતે ના પડે અને હું તેમને મનાવતી. તેઓ જીદ્દી છે એવું કહીને નારાજ થઈ જતા, પણ જ્યારે હું મેડલ જીતીને લાવતી તો મારા પર પ્રાઉડ ફિલ કરતા. ઘણી વખત એવું પણ બન્યું છે કે ઘરે પાછા આવતી વખતે રાતે 10 વાગી જતા.પતિ ગુસ્સે થઈને દરવાજો બંધ કરી દેતા અને ખોલતા નહીં. દરવાજાની બહારથી વાત કરીને હું તેમને મનાવતી અને પછી તેઓ દરવાજો ખોલતા'.

ગવર્મેન્ટ સ્કૂલમાં ટીચર છે માનિષી, સ્પોર્ટ્સમાં પણ હોંશિયાર

માનિષી મૂળ રૂપથી કોરબામાં બાલકો ટાઉનશિપમાં રહે છે. પતિની જોબને લીધે કોરબા અને રાયપુર બંને જગ્યા આવવા-જવવાનું રહે છે. માનિષી પણ વચ્ચે વચ્ચે તેમની સાથે રાયપુર આવે છે. તે બાલકો ટાઉનશિપથી 21 કિલોમીટર દૂર ઉર્ગા સરકારી શાળામાં 11માં અને 12માં ધોરણના વિદ્યાર્થીઓને પોલિટિક્લ સબ્જેક્ટ ભણાવે છે. સ્કૂલથી સાંજે 5 વાગે ઘરે પાછી આવે છે. ઘરનું કામ કરીને 7 વાગે બૅડ્મિન્ટનની પ્રેક્ટિસ માટે જતી. દરરોજ 10 વાગે પાછી આવતી.

બર્થડે ના દિવસે સ્વિઝર્લેન્ડની ખેલાડીની સામે મેચ હતી

30 જુલાઈએ માનિષીનો બર્થ ડે હતો. આ દિવસે તે સ્વિઝર્લેન્ડની સાથે સિંગલ ટૂર્નામેન્ટની મેચ રમી રહી હતી. તેણે જણાવ્યું કે, જિંદગીમાં પહેલી વખત એવું બન્યું જ્યારે મારો બર્થ ડે મેં ઉજવ્યો ન હોય. એટલા સુધી કે કેક પણ કાપી ન હતી . માનિષીએ સિંગલ્સમાં છેલ્લી મેચ જર્મની અને વુમન્સ ડબલ્સમાં છેલ્લી મેચ ફ્રાંસના ખેલાડી સામે રમી હતી.બંનેમાં બ્રોન્ઝ મેડલ જીતવામા તે સફળ રહી છે.

X
Manish Singh wins two bronze medals at International Badminton Tournament, family refuses to participate in tournament
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી