સિદ્ધિ / પૂણેના 9 વર્ષના અદ્વૈત ભારતીયએ આફ્રિકાનો સૌથી ઊંચો માઉન્ટેન કિલિમંજારો સર કર્યો

9-YO From Pune Has Climbed Africa's Highest Peak Mt. Kilimanjaro
9-YO From Pune Has Climbed Africa's Highest Peak Mt. Kilimanjaro
9-YO From Pune Has Climbed Africa's Highest Peak Mt. Kilimanjaro
9-YO From Pune Has Climbed Africa's Highest Peak Mt. Kilimanjaro

  • માઉન્ટ કિલિમંજારોની ઊંચાઈ 19,341 ફૂટ છે
  • 6 વર્ષની ઉંમરે તેણે એવરેસ્ટ બેઝ કેમ્પનું ચઢાણ કર્યું હતું

Divyabhaskar.com

Aug 16, 2019, 04:11 PM IST

યૂથ ઝોન ડેસ્ક: નવ વર્ષની ઉંમરે માઉન્ટેન કિલિમંજારો સર કરનારા બાળકે દુનિયભરનું ધ્યાન ખેંચ્યું છે. પૂણેના અદ્વૈત ભારતીયએ આફ્રિકાનો સૌથી ઊંચો માઉન્ટ કિલિમંજારોને સફળતાપૂર્વક સર કર્યો છે. ફ્રી સ્ટેન્ડિંગ પર્વતની ટોચ પર પગ મૂકીને અદ્વૈતે આખી દુનિયાને અચંબામાં મૂકી દીધી છે. આની પહેલાં અદ્વૈતે6 વર્ષની ઉંમરે તેણે એવરેસ્ટ બેઝ કેમ્પનું ચઢાણ કર્યું હતું. માઉન્ટ કિલિમંજારોની ઊંચાઈ 19,341 ફૂટ છે.

'ટેન્ટમાં રહેવાનો અનુભવ સાચેમાં ઘણો યાદગાર રહ્યો'
તાન્ઝાનિયામાં આવેલ કિલિમંજારો આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત છે. 31 જુલાઈના રોજ અદ્વૈત સમીર પાથમની લીડરશિપ હેઠળ માઉન્ટ કિલિમંજારોની ટોચ પર પહોંચ્યો હતો. અદ્વૈતે કહ્યું કે, આ ટ્રેક મારા માટે ઘણો મુશ્કેલ પણ જોરદાર હતો. એવરેસ્ટ બેઝ કેમ્પ વખતે અમે લાકડાંના ઘરમાં રહેતા હતા, જ્યારે કિલિમંજારો પર્વતના ચઢાણ વખતે અમે ટેન્ટમાં રહ્યા. આટલી ઊંચાઈએ ટેન્ટમાં રહેવાનો અનુભવ સાચેમાં ઘણો યાદગાર રહ્યો.

'પર્વતની નેચરલ બ્યુટીને માણવા મેં વધારે બ્રેક લીધા હતા'
વધુમાં તેણે કહ્યું કે, હું ઈચ્છત તો કિલિમંજારો માઉન્ટની ટોચ પર ઓછા દિવસોમાં પહોંચી ગયો હોત, પણ પર્વતો મારા દિલની ઘણી નજીક છે. હું માઉન્ટેનની નેચરલ બ્યુટીને માણવા માટે ઘણી બધી જગ્યાએ વિસામો લેતો હતો. ઉતાવળમાં ટોચ પર પહોંચવા કરતાં હું માઉન્ટેન પરની એક-એક સેકન્ડને એન્જોય કરવા માગતો હતો. જેમ-જેમ અમે ટોચની નજીક પહોંચતા ગયા તેમ-તેમ પાતળી હવામાં ઓક્સિજન લેવલ માત્ર 50 ટકા જ હતું. આ ચઢાણ હું ક્યારેય ભૂલી નહીં શકું.

'મારા દીકરા પર ગર્વ છે'
અદ્વૈતની માતા પાયલ ભારતીયએ જણાવ્યું કે, આ પર્વતારોહણ માટે મારા દીકરાએ સતત બે મહિના સુધી અઘરી ટ્રેનિંગ લીધી હતી. તે રોજ એક કલાક સ્વિમિંગ કરે છે.આ આ ઉપરાંત તે રોજ બાસ્કેટબોલ, ટેનિસ અને 100 પગથિયાંની ચડ-ઉતર કરે છે. મને મારા દીકરા પર ઘણો ગર્વ છે. તેનું પર્વતારોહણ પ્રત્યેનું સમર્પણ અભૂતપૂર્વ છે. પર્વતારોહણના છેલ્લા દિવસે તે ઈમોશનલ થઈ ગયો હતો અને તેના સાથી મિત્રોનો દિલથી આભાર માન્યો હતો.

નેક્સ્ટ ટાર્ગેટ
આવતા વર્ષે અદ્વૈતની એક પછી એક પર્વતો સર કરવાની જર્ની હજુ પૂરી થઈ નથી. તે આવતા વર્ષે યુરોપનો સૌથી ઊંચો માઉન્ટ એલ્બ્રસ સર કરવાનો છે.

X
9-YO From Pune Has Climbed Africa's Highest Peak Mt. Kilimanjaro
9-YO From Pune Has Climbed Africa's Highest Peak Mt. Kilimanjaro
9-YO From Pune Has Climbed Africa's Highest Peak Mt. Kilimanjaro
9-YO From Pune Has Climbed Africa's Highest Peak Mt. Kilimanjaro
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી