• Home
  • Youth Zone
  • Achievement
  • NASA's Astronaut raja Chari was selected for 3 missions, the third Indian to achieve this success after Sunita Kalpana

અચિવમેન્ટ / નાસામાં એસ્ટ્રોનોટ રાજા ચારીની 3 મિશન માટે પસંદગી થઈ, સુનીતા-કલ્પના પછી આ સફળતા મેળવનાર ત્રીજા ભારતીય

NASA's Astronaut raja Chari was selected for 3 missions, the third Indian to achieve this success after Sunita-Kalpana

Divyabhaskar.com

Jan 12, 2020, 01:01 PM IST

યૂથ ઝોન ડેસ્કઃ અમેરિકાએ અંતરિક્ષની દુનિયામાં તેમનું શાસન જાળવવા માટે 13 નવા અવકાશયાત્રીઓ તૈયાર કર્યા છે. તેમાં 11 અમેરિકનોનો સમાવેશ થાય છે. પરંતુ ગૌરવની વાત એ છે કે આ 11 લોકોમાં એક એસ્ટ્રોનોટ ભારતીય મૂળના છે. જેમનું નામ રાજા ચારી છે. નાસાએ ત્રણ સ્પેસ મિશન માટે મૂભ ભારતના અમેરિકી એસ્ટ્રોનોટ રાજા જોન વુરપુત્તુર ચારીની પણ પસંદગી કરી છે. સ્પેસ એનજન્સીએ શુક્રવારે ચારી સહિત 11 નવા અંતરિક્ષયાત્રીઓના નામની ઘોષણા કરી હતી.

18,000 અરજીમાંથી રાજા ચારીની પસંદગી

રાજા ચારી અમેરિકન એરફોર્સના કર્નલ છે અને F-35 ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ ફોર્સના ડિરેક્ટર તરીકે ફરજ બજાવે છે. તેઓ અમેરિકન સ્પેસ મિશન માટે પસંદ થયેલ ભારતીય મૂળના ત્રીજા વ્યક્તિ છે. અગાઉ કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ નાસાના મિશનમાં જોડાઈ ચૂક્યાં છે. નાસાએ તેના આર્ટેમિસ કાર્યક્રમની જાહેરાત કર્યા બાદ વર્ષ 2017માં આ સફળ એસ્ટ્રોનોટ્સને 18,000 અરજીઓમાંથી પસંદ કર્યા છે. જેમાં 41 વર્ષીય રાજા ચારીની પણ પસંદગી થઈ છે.

રાજાએ 2 વર્ષ ટ્રેનિંગ લીધી

વર્ષ 2017ના ઓગસ્ટ મહિનામાં રાજા ચારીએ ડ્યુટી માટે રિપોર્ટ કર્યો હતો અને મિશન અસાઇનમેન્ટ માટે એસ્ટ્રોનોટ કેન્ડિડેટની ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, ચાંદ અને મંગળ પર જવા માટેની 2 વર્ષની ટ્રેનિંગ પણ પૂરી કરી લીધી છે. તાજેતરમાં આ મિશન સંબંધિત એક ઇવેન્ટમાં દરેક નવા એસ્ટ્રોનોટને સિલ્વર પિન આપવામાં આવી હતી. આ એક ટ્રેડિશન છે જે વર્ષ 1959થી મર્ક્યુરી 7 માટે એસ્ટ્રોનોટની પસંદગીના સમયથી ચાલી આવી રહી છે.

ચારીના પિતા હૈદરાબાદના રહેવાસી
ચારીના પિતા શ્રીનિવાસ ચારી હૈદરાબાદથી અમેરિકા એન્જિનિયરિંગની ડિગ્રી મેળવવા આવ્યા હતા. ઓસમાનિયા યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગ ભણ્યા બાદ તેઓ વર્ષ 1970માં અમેરિકા જતા રહ્યા. માસ્ટર્સ કર્યાં પછી પેગી ચારી સાથે લગ્ન કર્યા અને 25 જૂન 1977ના રોજ રાજા ચારીનો જન્મ થયો. 67 વર્ષની ઉંમરે વર્ષ 2010માં ચારીના પિતા મૃત્યુ પામ્યા હતા. રાજા ચારીની પત્નીનું નામ હોલી છે અને હાલ તે સિડાર ફોલ્સની રહેવાસી છે. રાજા ચારીને ત્રણ બાળકો પણ છે.

નેવી પાયલટમાંથી રાજા ચારીએ ટ્રેનિંગ લીધી
રાજા ચારીએ અમેરિકન એરફોર્સ અકેડેમીમાંથી એસ્ટ્રોનોટિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું. ત્યારબાદ મેસાચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી એરોનોટિક્સ એન્ડ એસ્ટ્રોનોટિક્સમાં માસ્ટર્સ કર્યું. તેઓ નેવી પાયલટ સ્કૂલમાંથી ટ્રેનિંગ લઈ ચૂક્યાં છે. નાસામાં જોડાયા પહેલાં તે અમેરિકન એરફોર્સમાં લેફ્ટિનન્ટ કર્નલ હતાં અને 461 ફ્લાઇટ ટેસ્ટ સ્ક્વાર્ડનના કમાન્ડર તરીકે પણ ફરજ બજાવતા હતા.

આ મિશનમાં સાત પુરુષ અને છ મહિલા એસ્ટ્રોનોટ છે. આ ટીમમાં સામેલ મહિલાઓ આર્ટેમિશ મિશન હેઠળ વર્ષ 2024માં ચાંદ પર પગ મૂકશે , જ્યારે વર્ષ 2030માં આ જ અંતરીક્ષયાત્રીઓમાંથી કોઈ પહેલીવાર મંગળ ગ્રહ પર પણ જશે. આ નવા એરોનોટ્સને ટ્રેનિંગમાં રોબોટિક્સ, ઇન્ટરનેશનલ સ્પેસ સિસ્ટમ, સ્પેસવોકિંગ સિવાય મહત્ત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવે છે. તમામ વૈજ્ઞાનિકો અંતરિક્ષ યાન બનાવવામાં મદદ કરશે અને સ્પેસમાં રહેલા વૈજ્ઞાનિકોની મદદ પણ કરશે.

X
NASA's Astronaut raja Chari was selected for 3 missions, the third Indian to achieve this success after Sunita-Kalpana

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી