• Home
  • Youth Zone
  • Achievement
  • Mumbai's Professor Meenakshi Agarwal sets the Guinness World Record by setting a periodic table in 2:49 minutes.

સિદ્ધિ / મુંબઈની પ્રોફેસર મીનાક્ષી અગ્રવાલે 2:49 મિનિટમાં પિરિયોડિક ટેબલ ગોઠવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

Mumbai's Professor Meenakshi Agarwal sets the Guinness World Record by setting a periodic table in 2:49 minutes.

  • આ સિદ્ધિ મેળવનાર મીનાક્ષી અગ્રવાલ દુનિયાની પ્રથમ મહિલા બની છે
  • તેણે 118 કેમિકલ એલિમેન્ટ્સ ગોઠવ્યા હતા
  • મીનાક્ષી અગ્રવાલ મુંબઈની કોલેજમાં ઇકોનોમિક્સ ભણાવે છે

Divyabhaskar.com

Sep 28, 2019, 11:46 AM IST

યૂથ ઝોન ડેસ્ક: મુંબઈની પ્રોફેસર મીનાક્ષી અગ્રવાલે શુક્રવારે 118 કેમિકલ એલિમેન્ટ્સને પિરિયોડિક ટેબલમાં ગોઠવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પોતાને નામ કર્યો છે. મીનાક્ષીએ આ કામ માત્ર 2 મિનિટ અને 49 સેકન્ડમાં કર્યું છે. આવું કરનારી તે દુનિયાની પ્રથમ મહિલા બની છે. તેણે પાકિસ્તાનની હાફિઝ ખુર્રમ શહઝાદનો 3 મિનિટ 15 સેકન્ડનો બનેલો રેકોર્ડ તોડી દીધો છે.

આ રેકોર્ડ બનાવવા પર ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સના જજ ઋષિ નાથે મીનાક્ષીને સર્ટિફિકેટ આપ્યું છે. મુંબઈની ખંડવામાં કોલેજમાં મીનાક્ષી ઇકોનોમિક્સ ભણાવે છે.

1000 વાર પ્રેક્ટિસ કરી
દિવ્ય ભાસ્કર સાથે વાતચીત દરમિયાન પ્રોફેસર મીનાક્ષી અગ્રવાલે, 10 જુલાઈએ મને ગૂગલમાં સર્ચ કરતી વખતે પિરિયોડિક ટેબલનો રેકોર્ડ સામે આવ્યો હતો. મને લાગ્યું કે આ રેકોર્ડ હું તોડી શકું છું. મેં ઘરે 1 હજારથી પણ વધારે વાર ટેબલ બનાવીને પ્રેક્ટિસ કરી. 10 હજાર વાર મગજમાં એલિમેન્ટ્સની ઓળખ, આંખ અને હાથ સાથેના સમન્વયની પ્રેક્ટિસ કરી.

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
પ્રોફેસર મીનાક્ષીએ બીએસીનો અભ્યાસ કર્યો છે. તેમણે ઇકોનોમિક્સમાં માસ્ટર ડિગ્રી કર્યું છે, જેણે અત્યાર સુધી દેશની ઘણી કોલેજમાં વિદ્યાર્થીઓને ભણાવ્યા છે. મીનાક્ષીને પહેલેથી પિરિયોડિક ટેબલમાં ઇન્ટરેસ્ટ છે અને જેને લઈને તેણે ગિનિસ રેકોર્ડ પોતાને નામ કર્યો છે.

X
Mumbai's Professor Meenakshi Agarwal sets the Guinness World Record by setting a periodic table in 2:49 minutes.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી