તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Manipur Man Detects WhatsApp Bug, Enters Facebook’s ‘Hall Of Fame’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મણિપુરના 22 વર્ષના યુવકને વોટ્સએપ બગ ફિક્સ કરવા બદલ ફેસબુકના 'હોલ ઓફ ફેમ' લિસ્ટમાં સ્થાન મળ્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફેસબુકે ઝોનેલને પોણા ચાર લાખ રૂપિયાનું ઇનામ આપ્યું
  • 94 લોકોના લિસ્ટમાં ઝોનેલ 19મા ક્રમ પર છે

યૂથ ઝોન ડેસ્ક: વોટ્સએપ બગ ફિક્સ કરવા બદલ કેરળના યુવક બાદ ફેસબુકે 22 વર્ષના ઝોનેલ સૌગાઈજામને 'હોલ ઓફ ફેમ'માં સ્થાન આપીને તેનું સન્માન કર્યું છે. આ યુવકે વોટ્સએપ યુઝરની પ્રાઇવસીને અસર કરતા બગનું સોલ્યુશન શોધ્યું હતું.

19મા ક્રમ પર
ઝોનેલ સિવિલ એન્જિનિયર છે. ફેસબુકે તેને 5000 ડોલર એટલે કે પોણા ચાર લાખ રૂપિયાનું ઇનામ આપીને 'ફેસબુક હોલ ઓફ ફેમ 2019'માં સ્થાન આપ્યું છે. આ લિસ્ટમાં અત્યાર સુધી દુનિયાના 94 લોકોનું નામ સામેલ થઈ ગયું છે, જેમાં ઝોનેલ 19મા ક્રમ પર છે.'હોલ ઓફ ફેમ' એટલે ફેસબુક દ્વારા કોઈ ટેલેન્ટેડ યુવા વ્યક્તિને તેના પર્ટિક્યુલર ક્ષેત્રમાં નિપુણતા બદલ સન્માન આપવામાં આવે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા ઝોનેલે કહ્યું કે, વોટ્સએપમાં વોઇસ કોલ દરમિયાન તેમાં હાજર બગ રિસીવરને જાણ કર્યા વગર વોઇસ કોલને વીડિયો કોલમાં અપગ્રેડ કરી દેતો હતો. આ બગના કારણે કોલ કરનાર વ્યક્તિ રિસીવર વ્યક્તિ જે કરી રહ્યો છે, તેની પર નજર રાખે તે શક્ય હતું.

માર્ચ મહિંનામાં આકરી મહેનતના અંતે ઝોનેલને આ બગને ફિક્સ કરવામાં સફળતા મળી હતી. વધુમાં તેણે કહ્યું કે, મારા આપેલા સોલ્યુશનની મદદથી કંપનીના ટેક્નિકલ ડિપાર્ટમેન્ટે વોટ્સએપનો બગ માત્ર 15થી 20 દિવસમાં સોલ્વ કરી દીધો હતો.

આની પહેલાં વોટ્સએપ બગ ફિક્સ કરવા બદલ ફેસબુકે કેરળના 19 વર્ષીય અંનતકૃષ્ણાને 'હોલ ઓફ ફેમ'માં સ્થાન આપીને સન્માન કર્યું હતું. અનંત હાલ કેરળ પોલીસને સાઇબર ટેક્નોલોજી ક્ષેત્રે પણ મદદ કરે છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- તમારું કોઇપણ કામ પ્લાનિંગ સાથે કરવું તથા પોઝિટિવ વિચાર તમને નવી દિશા પ્રદાન કરશે. અધ્યાત્મિક કાર્યો પ્રત્યે પણ તમારો રસ રહેશે. યુવા વર્ગ પોતાના ભવિષ્યને લઇને ગંભીર રહેશે. નેગેટિવઃ- તમારી ...

વધુ વાંચો