ઇનોવેશન / લખનઉના 10માં ધોરણના વિદ્યાર્થી પ્રાંજલે થર્મોઈલેક્ટ્રિક સ્ટવ જનરેટર બનાવ્યું, કિંમત માત્ર 400 રૂપિયા

Lucknow's 10th standard student Pranjal makes thermoelectric stove generator, cost only Rs. 400

  • આ સ્ટવમાં ઈલેક્ટ્રિક ઊર્જીની મદદથી જમવાનું બનાવી શકાશે અને ફોન પણ ચાર્જ થઈ શકશે
  • સ્ટવમાં અકત્રિત થયેલી ઊર્જા ઈલેક્ટ્રિક ઊર્જામાં પરિવર્તિત થાય છે
  • સ્ટવમાં સુપર કેપેસિટર લગાવવમાં આવ્યા છે, જે ઇલેક્ટ્રિક ઉર્જાનો સંગ્રહ કરે છે
  • પ્રાંજલને તેના આ આવિષ્કાર માટે નેશનલ ઇન્સ્પાયર અવોર્ડમાં પ્રથમ સ્થાન મળ્યું છે

Divyabhaskar.com

Dec 01, 2019, 05:21 PM IST

યૂથ ઝોન ડેસ્કઃ લખનઉના 10મા ધોરણના વિદ્યાર્થી પ્રાંજલ શ્રીવાસ્તવએ કેરોસીન સ્ટવના ઉપયોગના ઓપ્શનને બદલે 'થર્મોઈલેક્ટ્રિક સ્ટવ જનરેટર' વિકસાવ્યું છે. પ્રાંજલને આ જનરેટર બનાવવા માટે 6 મહિનાનો સમય લાગ્યો હતો. તેણે ઊષ્મા ઊર્જાના વ્યયને અટકાવવા માટે અને ગ્રામીણ ક્ષેત્રના લોકોને કેરોસીનનો ઉપયોગથી દૂર રાખવા માટે આ સ્ટવ બનાવ્યો છે.

કેવી રીતે બનાવ્યો સ્ટવ?
લખનઉની જીડી ગોયનકા સ્કૂલમાં 10માં ધોરણમા અભ્યાસ કરતા પ્રાંજલે વ્ય્ય થયેલી ઊષ્મા ઊર્જાને ઇલેક્ટ્રિક ઊર્જામા પરિવર્તિત કરતું જનરેટર વિકસાવ્યું છે. આ સ્ટવમાં વ્ય્ય થતી ઊષ્મા ઊર્જાનો સંગ્રહ સુપર કેપેસિટર કરે છે. તેની કેપિસિટિ 1F (ફેરાડ)ની, જે ઇલેક્ટ્રિક ઉર્જાનો સંગ્રહ કરે છે. આ ઊર્જીનો સંગ્રહ બગ બુસ્ટરમાં થાય છે, જે 0.5 વૉલ્ટને 5.0 વૉલ્ટમાં પરિવર્તિત કરે છે.

પ્રાંજલે સ્ટવમાં USB પોર્ટ પણ અટેચ કર્યો છે. તેની મદદથી સરળતાથી મોબાઈલ ફોન ચાર્જ કરી શકાય છે. ઊષ્મા ઊર્જાનો સંગ્રહ કરવા માટે પ્રાંજલે નાની સ્ટીલની સગડીનો ઉપયોગ કરે છે. આ મોડલમાં 1000 સેલ્સિયસ સુધીનું તાપમાન સહન કરી શકે તેવી સિરામિક પ્લેટ લગાવવામાં આવી છે.

માત્ર 400 રૂપિયામાં સ્ટવ બનાવ્યો
આ સ્ટવના મોડેલને તૈયાર કરવામાં પ્રાંજલને 6 મહિનાનો સમય લાગ્યો હતો. ત્યારબાદ છેલ્લાં 2 વર્ષથી પ્રાંજલ આ સ્ટવનું ટેસ્ટિંગ કરી રહ્યો છે. આ સ્ટવની મદદથી ગ્રામીણ ક્ષેત્રના લોકોને ફાયદો થશે. પારંપરિક ચૂલો અને કેરોસિન સ્ટવનો ઉપયોગ કરતા લોકો માટે આ સ્ટવ ઘણો ફાયદાકારક સાબિત થશે.

કેવી રીતે વિચાર આવ્યો?
પ્રાંજલ પોતે ગ્રામીણ ક્ષેત્રમાંથી આવે છે. ગામડામાં તેણે કેરોસિનવાળા સ્ટવનો ઉપયોગ જોયો હતો. તેણે અવલોકન કર્યું કે આ કેરોસિન સ્ટવ પર જમવાનું બનાવતી વખતે ઘણી બધી ઊર્જા વેડફાઈ જાય છે અને તેને સ્ટોર કરી શકાતી નથી. તેથી પ્રાંજલે ઉષ્મા ઊર્જા (ગરમી)ને એકત્રિત કરીને ઇલકેટ્રિક ઊર્જામાં પરિવર્તિત કરે તેવો સ્ટવ વિકસાવ્યો છે.

સન્માન
પ્રાંજલને તેના આ આવિષ્કાર માટે નેશનલ ઇન્સ્પાયર અવોર્ડમાં પ્રથમ સ્થાન મળ્યું છે. ફિલિપિન્સમાં એક સ્ટૂડન્ટ ઇનોવેશનની સ્પર્ધામાં પણ પ્રાંજલએ જીત હાંસલ કરી છે. પ્રાંજલનું સપનુ ISROમાં એરોસ્પેસ એન્જિનિઅર બનવાનું છે.

X
Lucknow's 10th standard student Pranjal makes thermoelectric stove generator, cost only Rs. 400
Lucknow's 10th standard student Pranjal makes thermoelectric stove generator, cost only Rs. 400
Lucknow's 10th standard student Pranjal makes thermoelectric stove generator, cost only Rs. 400
Lucknow's 10th standard student Pranjal makes thermoelectric stove generator, cost only Rs. 400

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી