સિદ્ધિ / અમેરિકામાં 102 વર્ષમાં પહેલી વખત લૌરા યેગરે ભૂમિદળની કમાન સંભાળી ઇતિહાસ રચ્યો

Divyabhaskar.com

Jun 12, 2019, 06:36 PM IST
Laura Yeager creates history for the first time in 102 years in America
Laura Yeager creates history for the first time in 102 years in America

અમેરિકાઃ હવે કોઈ ક્ષેત્ર એવું નથી રહ્યું જ્યાં માત્ર પુરુષોનો દબદબો હોય. દરેક ક્ષેત્રે મહિલાઓ આગળ આવીને નેતૃત્વ કરી રહી છે. તાજેતરમાં અમેરિકામાં બ્રિગેડિયર જનરલ લૌરા યેગરે ઇતિહાસ રચી દીધો છે. તેને અમેરિકાની સેનાના ભૂમિદળ ડિવિઝનનું નેતૃત્વ સોંપવામાં આ‌વ્યું છે.


1917માં સ્થાપિત કેલિફોર્નિયાના લોસ અલમિતોસના જોઇન્ટ ફોર્સેજ ટ્રેનિંગ બેઝના 40મા ભૂમિદળ ડિવિઝનનું અત્યાર સુધી પુરુષ જ નેતૃત્વ કરતા હતા. હવે પહેલી વખત આ પદ માટે મહિલા લૌરાને ભૂમિદળનું નેતૃત્વ સોંપવામાં આવ્યું છે. આ ડિવિઝનના સૈનિકોએ પ્રથમ વિશ્વયુદ્ધ, દ્વિતીય વિશ્વયુદ્ધ, કોરિયા યુદ્ધ અને હાલમાં જ અફઘાનિસ્તામાં લડાઈ લડી હતી. જનરલ લૌરા 29 જૂનના રોજ સેનાની કમાન સંભાળશે. લૌરા 2011માં ઇરાકમાં પણ તહેનાત હતી અને બટાલિયન અને બ્રિગેડ કમાન્ડરના પદ પર પણ ફરજ બજાવી હતી. લૌરાને 2016માં બ્રિગેડિયર જનરલના પદ પર પ્રમોટ કરવામાં આવી હતી.


1500 કલાક હેલિકોપ્ટર ઉડાવવાનો અનુભવ
લૌરા યેગરે 1986માં સેનામાં કેરિયરની શરૂઆત કરી હતી. ત્યારે તેણે સૈન્ય હેલિકોપ્ટર પ્રશિક્ષણ પૂરું કર્યું હતું. ઇરાક યુદ્ધ દરમિયાન તે યુએચ-60, બ્લેક હોક, હેલિકોપ્ટર ઉડાવી ચૂકી છે. તેણે અત્યાર સુધીમાં 1500 કલાકથી વધુ સમયની ઉડાન ભરી છે.

X
Laura Yeager creates history for the first time in 102 years in America
Laura Yeager creates history for the first time in 102 years in America
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી