સિદ્ધિ / ભિલોડાની કેયા મિસ ઇન્ડિયા સ્પર્ધામાં ગુજરાતની રિપ્રેઝન્ટર

કેયા
કેયા

  • મિસ ઇન્ડિયાની પસંદગી સુરતમાં યોજાઈ
  • બેસ્ટ વોક અને બેસ્ટ કોન્ફિડન્સનો એવોર્ડ

Divyabhaskar.com

Nov 06, 2019, 05:15 AM IST
ભિલોડા: ભિલોડાના માંકરોડાના દશરથભાઈ વાઝા અને વાયોલેટબેનની દીકરી કેયાએ તાજેતરમાં સુરતમાં યોજાયેલી 2019 મીસ ઈન્ડિયામાં ભાગ લીધો હતો . તેમાં બેસ્ટ વોક અને બેસ્ટ કોન્ફીડન્સનો એવોર્ડ મેળવ્યો હતો .
મિસ ઈન્ડિયા 2019માં ભાગ લીધા બાદ હાલ તે મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલની તૈયારી કરી રહી છે. જેનો શો ઈન્ડોનેશિયામાં થશે. જેમાં તે ગુજરાત તરફથી રિપ્રેઝન્ટ કરશે. કેયાએ વધુમાં જણાવ્યું કે મોડલિંગમાં જવા માટે ફિટનેસ,યોગા સહિતનું ખાસ ધ્યાન રાખવું પડે છે.
3000 સ્પર્ધકો વચ્ચે કેયાની પસંદગી કરાઈ
મિસ ઇન્ડિયાની સ્પર્ધા સુરતમાં એપ્રિલ મહિનામાં યોજાઇ હતી. જેમાં ગુજરાતમાં 3000 સ્પર્ધકો હતા. જેમાંથી કેયાની પસંદગી કરાઈ હતી એની પાછળ તેના માતા પિતા અને પરિવારજનોનો મોટો ફાળો રહ્યો છે.
X
કેયાકેયા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી