તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Kaziranga Forest Guard Who Protected Rhinos For 30 Years Honoured With Earth Heroes Award

કાઝીરંગા નેશનલ પાર્કમાં 30 વર્ષથી ગેંડાઓનું રક્ષણ કરતા દિમ્બેશ્વર દાસને ગ્રીન વૉરિઅર અવોર્ડ મળ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 53 વર્ષીય ફોરેસ્ટ ગાર્ડ દિમ્બેશ્વર દાસને 2 લાખ રૂપિયા પણ મળ્યા
  • ભારતીય ગેંડા પ્રજાતિના બે તૃતિયાંશ ગેંડાઓ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં રહે છે
  • દિમ્બેશ્વર દાસે બોટમેનથી નોકરીની શરૂઆત કરી હતી

યૂથ ઝોન ડેસ્ક: 5 નવેમ્બરે નવી દિલ્હીમાં  9મા રોયલ બેન્ક ઓફ સ્કોટલેન્ડ (આરબીએસ)અર્થ હીરોઝ અવોર્ડ 2019નું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવોર્ડમાં દેશના 7 પ્રેરણાદાયક વ્યક્તિઓને ગ્રીન વૉરિઅર અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં 53 વર્ષીય ફોરેસ્ટ ગાર્ડ દિમ્બેશ્વર દાસનું નામ પણ સામેલ છે.  આસામ રાજ્યમાં આવેલ કાઝીરંગા નેશનલ પાર્કમાં છેલ્લા 30 વર્ષથી દિમ્બેશ્વર તડકો-છાંયડો જોયા વગર એક શીંગડાવાળા ગેંડાનું રક્ષણ કરી રહ્યા છે. 

2 લાખ રૂપિયાનું ઈનામ
ભારતના આસામમાં આવેલું કાઝીરંગા નેશનલ પાર્ક ગેંડાઓનું ઘર છે. દિમ્બેશ્વર દાસ આસામ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે. તેમણે ગેંડાની જિંદગી બચાવવા માટે આરબીએસ અર્થ હીરોઝ અવોર્ડ 2019 આપ્યો છે. આ અવોર્ડની સાથે તેમને 2 લાખ રૂપિયાનું ઈનામ પણ આપ્યું છે. 

દિમ્બેશ્વર દાસ નોકરી માટે ઘરથી દૂર રહે છે
રોયલ બેન્ક ઓફ સ્કોટલેન્ડે તેમના સ્ટેટમેન્ટમાં કહ્યું કે, 30 વર્ષથી દિમ્બેશ્વર દાસે કાઝીરંગા નેશનલ પાર્ક પાછળ પોતાની જિંદગી સમર્પિત કરી દીધી છે. અહીં તે માત્ર ગેંડા જ નહીં પણ હાથી અને એનું પ્રાણી-પક્ષીઓનું પણ ધ્યાન રાખી રહ્યા છે. ફોરેસ્ટ ગાર્ડની નોકરી માટે તેઓ ઘણા સમય તેમના ઘરથી દૂર પણ રહ્યા છે. તેમના પ્રયત્નોએન લીધે આજે ઘણા પ્રાણીઓ કાઝીરંગામાં સુરક્ષિત જીવન જીવી રહ્યા છે. તેમને કોઈથી શિકાર થવાનો ભય પણ નથી.

બોટમેનથી નોકરીની શરૂઆત કરી હતી

ફોરેસ્ટ મિનિસ્ટરે તેમની વાત સોશિયલ મીડિયા પર શેર કરી
આસામના ફોરેસ્ટ મિનિસ્ટરે દિમ્બેશ્વર દાસને સન્માન મળ્યું હોવાથી વાત તેમના ટ્વિટર અકાઉન્ટ પર શેર કરી છે. તેમણે ટ્વીટ કર્યું છે કે, દિમ્બેશ્વર દાસને મોટાભાગે લોકો ડિમ્બા તરીકે ઓળખે છે. તે પોતાના કામ માટે કોઈ ઋતુને પણ ધ્યાનમાં લેતા નથી. છેલ્લા 30 વર્ષથી કાઝીરંગા નેશનલ પાર્કમાં તેઓ દુનિયાભરમાં પ્રખ્યાત એવા ગેંડા અને અન્ય પ્રાણીઓનું સંરક્ષણ કરે છે. 

કાઝીરંગા નેશનલ પાર્કમાં ફોરેસ્ટ ગાર્ડની નોકરી સરળ નથી
ઉલ્લેખનીય છે કે, આસામમાં આવેલ 430 કિલોમીટરમાં ફેલાયેલ કાઝીરંગા નેશનલ પાર્કમાં ફોરેસ્ટ ગાર્ડની નોકરી કરવી તે કોઈ સહેલી વાત નથી. પ્રોટેક્ટેડ એરિયામાં એક સીંગી ગેંડાનો શિકાર કરવા માટે ઘણા અજાણ્યા લોકોના  હુમલા થતા રહે છે. આ હુમલામાં દિમ્બેશ્વર દાસ ઘણી વખત ઘવાયા પણ છે, તો ઘણી વખત કોઈ પ્રાણીના હુમલાથી પણ ઘવાયા છે તેમ છતાં કાઝીરંગા નેશનલ પાર્કમાં રહેતા પ્રાણીઓના રક્ષણ કરવાની વાત પર તેઓ અડીખમ ઊભા છે.

અન્ય સમાચારો પણ છે...