• Home
  • Youth Zone
  • Achievement
  • jaunpur's young boy Allauddin place Guinness and Golden Book of World Records for reading more than 27 hours continuously

સિદ્ધિ / જૌનપુરના અલાઉદ્દીને 27 કલાકથી વધારે નિરંતર વાંચીને ગિનીસ અને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ પોતાને નામ કર્યો

jaunpur's young boy Allauddin place Guinness and Golden Book of World Records for reading more than 27 hours continuously

  • અલાઉદ્દીને 27 કલાક અને 5 મિનિટ વાંચીને તેના પરિવાર અને દેશનું નામ રોશન કર્યું છે
  • અત્યાર સુધી આ રેકોર્ડ લખીમપુરના યતીશ ચંદ્ર શુક્લાને નામ હતો
  • પરિવારનું નામ રોશન કરવા માટે રેકોર્ડ બનાવ્યો

Divyabhaskar.com

Sep 10, 2019, 04:53 PM IST

યૂથ ઝોન ડેસ્ક: विद्या ददाति विनयं विनयाद्याति पात्रताम् ।पात्रत्वाद्धनमाप्नोति धनाद्धर्मं ततः सुखम् ॥ અર્થાત વિદ્યા વિનય આપે છે, વિનયથી યોગ્યતા આવે છે. યોગ્યતાથી સંપન્નતા આવે છે અને તેનાથી વ્યક્તિને સુખની પ્રાપ્તિ થાય છે. આ સંસ્કૃત શ્લોકના અર્થનું મહત્ત્વ સમજીને તેનું અનુકરણ કાનપુરના 23 વર્ષીય એક વિદ્યાર્થીએ કરીને ‘ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ અને ‘ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ’ પોતાને નામ કર્યો છે.

કાનપુરના છત્રપતિ સાહુજી મહારાજ વિશ્વવિદ્યાલયમાં BMLT (બેચલર ઓફ લેબોરેટરી ટેક્નિશિયન) ભણતા અલાઉદ્દીને અવિરત 27કલાક અને 5મિનિટ સુધી ચોપડીમાંથી બોલીને વાંચીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. વિદ્યાર્થીને 24 કલાક 5 મિનિટ વાંચવા માટેનો ટાસ્ક આપવામાં આવ્યું હતું પરંતુ, વિદ્યાર્થીએ 27કલાક અને 5 મિનિટ વાંચીને તેના પરિવાર અને દેશનું નામ રોશન કર્યું છે.

અલાઉદ્દીન જૌનપુરના બહારીપુર ગામનો રહેવાસી છે. તે ખૂબ ગરીબ પરિવારમાંથી આવે છે. અલાઉદ્દીને વર્ષ 2014માં ઇન્ટરની પરીક્ષા પાસ કરી હતી. ત્યારબાદ તે કાનપુર આવીને છત્રપતિ સાહુજી મહારાજ વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરી રહ્યો છે.
અલાઉદ્દીન પર નજર રાખતા અધિકારી મહેશ વિશ્નોઇ દિલ્હીથી આવ્યા હતા. અલાઉદ્દીન 25 ઓગસ્ટે રવિવારે સવારે 10 વાગ્યે અને 7 મિનિટે ચોપડી લઈને બેઠો હતો. ખાધા પીધા વગર અને બાથરૂમ સુદ્ધાં ગયા વિના અલાઉદ્દીને આ ટાસ્ક પૂરો કર્યો હતો અને બીજા દિવસે સોમવારે બપોરે 1 વાગ્યે અને 7 મિનિટે તેણે વાંચવાનું બંધ કર્યું હતું. અલાઉદ્દીને રેકોર્ડ સ્થાપિત કરતા જ અધિકારી મહેશ વિશ્નોઇ ખુશ થઈ ગયા હતા.

અલાઉદ્દીને સિંગલ સીટિંગ લોંગેસ્ટ મેરેથોન રીડિંગ અલાઉડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. અત્યાર સુધી આ રેકોર્ડ લખીમપુરના યતીશ ચંદ્ર શુક્લાને નામ હતો. યતીશ ચંદ્ર શુક્લાએ 24 કલાક સુધી સતત મોટેથી વાંચીને રેકોર્ડ આ બનાવ્યો હતો.

પરિવારનું નામ રોશન કરવા રેકોર્ડ બનાવ્યો
અલાઉદ્દીન જણાવે છે કે, ‘આ રેકોર્ડ પહેલાં ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં 24 કલાકનો અને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં 25 કલાકનો હતો. આ બંને રેકોર્ડને મેં બ્રેક કર્યા છે. હું ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવું છું. મારું મન હતું કે મારાં માતા-પિતા અને પરિવારના સદસ્યોને અન્ય લોકો સન્માન આપે એટલે હું કંઈક એવું કરવા માગતો હતો કે, જેથી મારું અને મારા પરિવારનું નામ રોશન થાય.’

X
jaunpur's young boy Allauddin place Guinness and Golden Book of World Records for reading more than 27 hours continuously
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી