ફોર્બ્સ / ઈંદોરની ‘શોપ કિરાના’ દેશની બેબીકોર્ન કંપનીઓમાં નંબર 1, મેગેઝીનના કવર પેજ પર જગ્યા મળી

Indore's Shop Kirana startup number one in babycorn company

  • દેશની 500 કંપનીઓની વચ્ચે ઈંદોરના સ્ટાર્ટઅપે આ  ઉપલબ્ધિ પ્રાપ્ત કરી
  • 2015માં પહેલા વર્ષે ‘શોપ કિરાના’નું ટર્નઓવર 2 કરોડ હતું, જે 5 વર્ષમાં 200 કરોડ થયું

Divyabhaskar.com

Jul 07, 2019, 03:22 PM IST

ઈંદોર: બિઝનેસ વર્લ્ડનું મશહૂર મેગેઝીન ‘ફોર્બ્સ’ ઈન્ડિયાના સર્વે દ્વારા ટોપ બેબીકોર્ન કંપનીઓ પસંદ કરવામાં આવી છે. સમગ્ર દેશની 500 કંપની વચ્ચે ઈંદોરના એક સ્ટાર્ટઅપે તેમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. બિઝનેસ મોડલ અને ગ્રોથના આધાર પર પસંદ કરવામાં આવેલી ‘શોપ કિરાના’ને ફોર્બ્સ ઈન્ડિયાએ જુલાઈના અંકમાં કવર પેજ પર જગ્યા આપી છે. આ મધ્યપ્રદેશની પહેલી શોપ હશે જેણે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

ત્રણ મિત્રો દિપક ધનોતિયા, તનુતેજસ સારસ્વત અને સુમિત ઘોરાવતે 2015માં સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. તેને અમેરિકા અને જાપાનની કંપનીઓ પાસેથી 14 કરોડ રૂપિયાનું ફંડિગ મળ્યું છે. દિપકે વાત કરતાં જણાવ્યું કે, ફોર્બ્સ ઈન્ડિયાએ લગભગ બે મહિના પહેલાં સર્વે શરૂ કર્યો હતો. દોઢ મહિના પહેલાં અમારી પાસે તેમના એડિટર પોતાની ટીમ સાથે આવ્યા. લગભગ એક મહિના સુધી તેમણે અમારી કંપનીની તમામ માહિતી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ફોર્બ્સની ટીમે તેમને જણાવ્યું કે, અત્યાર સુધીમાં મધ્યપ્રદેશની એકપણ કંપનીને ફોર્બ્સના કવર પેજ પર જગ્યા નથી મળી.

ફોર્બ્સે પહેલાં 50 કંપની પસંદ કરી
ફોર્બ્સની ટીમે બેબીકોર્ન કંપનીઓને પસંદ કરવા માટે પહેલાં સમ્રગ દેશની 500 કંપનીમાંથી 50 પસંદ કરી. ત્યારબાદ પબ્લિશ કરવા માટે તેમાંથી 10 કંપની પસંદ કરી. તેમની સક્સેસ સ્ટોરી જુલાઈ એડિશનમાં પબ્લિશ કરવામાં આવી રહી છે. પરંતુ શોપ કિરાનાનું બિઝનેસ મોડલ અને કંપનીના ગ્રોથ જોઈને એટલી પ્રભાવિત થઈ કે મેગેઝીને કવર પેજ પર છાપવાનો નિર્ણય કર્યો.

ચાર વર્ષ પહેલાં શરૂ થયું સ્ટાર્ટઅપ
તનુ તેજસ અને સુમિતે જણાવ્યું કે, કંપનીની શરૂઆત અમે વર્ષ 2015માં ઈંદોરમાં કરી હતી. પહેલાં વર્ષનું ટર્નઓવર લગભગ 2 કરોડ રૂપિયા હતું. ત્રણ વર્ષ સુધી સતત મહેનત કરી. ગત વર્ષે અમે અમેરિકાની બેટર કેપિટલ, જાપાનની ઈન્ક્યૂબેટ ફંડ અને ભારતની નોકરી ડોટ કોમે મળીને 14 કરોડ રૂપિયાનું ફડિંગ આપ્યું. ફડિંગ મળ્યા પછી ફેબ્રુઆરીમાં અમે જયપુર, સુરત, વડોદરામાં પણ કંપનીની શાખા શરૂ કરવાની કામગીરી શરૂ કરી. આવતા મહિને ઉત્તરપ્રદેશના લખનઉ, કાનપુર અને વારાવણીમાં બિઝનેસ શરૂ કરશે. ટોપ બેબીકોર્નમાં પસંદ કરવાની પાછળ કંપનીનો ગ્રોથ મહત્વપૂર્ણ છે. આજે શોપ કિરાનાનું ટર્નઓવર 200 કરોડ રૂપિયા છે.

બેબીકોર્ન કંપની એટલે શું?
દર વર્ષે હજાર કરોડનો વેપાર કરતી કંપનીઓને યૂનિકોર્ન કહેવામાં આવે છે. એવી કંપનીઓ જે ટર્નઓવરની બાબતે યૂનિકોર્ન્સ કરતા દસ ઘણી નાની હોય છે. પણ તેમાં એક દોઢ વર્ષમાં યૂનિકોર્ન બનવાની ક્ષમતા છે, તેમને બેબીકોર્ન કહેવામાં આવે છે.

X
Indore's Shop Kirana startup number one in babycorn company
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી