સિદ્ધિ / મોટરસાઇકલ રેસિંગ ચેમ્પિયનશીપમાં ઋષિતા 12.26 મિનિટમાં 22.5 કીમી અંતર કાપી પાંચમા ક્રમે આવી

In the motorcycle racing championship, Rushita run 22.5 km in 12.26 minutes and ranked fifth

Divyabhaskar.com

Jul 10, 2019, 05:51 PM IST

સુરત: ચેન્નઇ ખાતે યોજાયેલી મોટરસાઇકલ રેસિંગ ચેમ્પિયનશિપ-2019માં સુરતની ઋષિતા ભાલાળા પાંચમા ક્રમે રહી હતી. મદ્રાસ મોટર રેસ ટ્રેક (MMRT) ચેન્નાઈમાં દર વર્ષે યોજાતી મોટરસાFકલ રેસિંગ ચેમ્પિયનશિપ-2019માં ટીવીએસ વન મેક ચેમ્પિયનશિપ ગર્લ્સ રેસમાં સમગ્ર ભારતમાંથી 16 છોકરીઓની પસંદગી કરવામાં આવી હતી, જેમાં ગુજરાત તરફથી એકમાત્ર ઋષિતા ભાલાળાની પસંદગી થઈ હતી.


મૂળ અમરેલી જિલ્લાના શાંતિનગર ગામના વતની ગીરીશભાઈ ભાલાળા વર્ષોથી સુરતમાં વસવાટ કરે છે. તેમની દીકરીને નાનપણથી જ બાઇક ચલાવવાનો શોખ છે. તેથી, 19 વર્ષની ઉંમરથી જ તે બાઈક ચલાવી રહી છે. ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂરો કર્યા પછી ઋષિતાએ MBA કર્યું. પરંતુ બાઈકનો શોખ હોવાથી તેણે જોબ છોડી વડોદરા ખાતે બાઇક રાઈડની પ્રેક્ટિસ શરૂ કરી.


રેસિંગ માટે કુલ 80 એન્ટ્રી આવી હતી. જેમાંથી 40 રેસરને મુંબઈ તથા 40 રેસરને બેંગ્લુરુ પ્રાથમિક રેસ માટે બોલાવવામાં આવ્યાં હતાં. કુલ 80 એન્ટ્રીમાંથી 40 રેસર ક્વોલિફાઈ થયાં હતાં. ફાઇનલ ક્વોલિફાય માટે 16 રેસરની પસંદગી કરવામાં આવી હતી, જેમાં પણ ઋષિતાએ 2 મિનિટ અને 30 સેકેન્ડમાં 3.75 કિમિ અંતર કાપીને પાંચમાં ક્રમ સાથે ફાઇનલમાં સ્થાન મેળવી લીધું હતું. 5થી 7 જુલાઈના રોજ ત્રણ દિવસ સુધી ચેન્નઈમાં આવેલા મદ્રાસ મોટર રેસ ટ્રેકમાં ફાઇનલ રેસ યોજાઈ હતી. જેમાં ગુજરાતમાંથી સુરતની ઋષિતા ભાલાળાએ 6 લેપ્સ ફક્ત 12 મિનિટ અને 26 સેકેન્ડમાં પૂર્ણ કરી પાંચમો ક્રમ પ્રાપ્ત કરી સમગ્ર દેશમાં ગુજરાત તથા સુરતનું નામ રોશન કર્યું હતું.

X
In the motorcycle racing championship, Rushita run 22.5 km in 12.26 minutes and ranked fifth
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી