ઇન્સ્પિરેશન / હિમા દાસે 15 દિવસમાં ચોથો ગોલ્ડ મેડલ જીત્યો, આસામના પૂર અસરગ્રસ્તો માટે પોતાનો અડધો પગાર દાન કર્યો

  • 19 વર્ષીય હિમાએ દેશવાસીઓને પણ આસામ માટે ફંડ ડોનેટ કરવા વિનંતી કરી છે 

Divyabhaskar.com

Jul 18, 2019, 06:27 PM IST

યૂથ ઝોન ડેસ્ક: ભારતીય સ્પ્રિન્ટર હિમા દાસે 15 દિવસની અંદર ચોથો ગોલ્ડ મેડલ જીત્યો છે. આસામની 19 વર્ષીય રહેવાસીએ ગોલ્ડ જીતવાની સાથે જ લોકોને એક વિનંતી કરી છે. હાલ આસામમાં ભારે વરસાદને લીધે પરિસ્થતિ ઘણી ખરાબ છે. હિમાએ પોતાનો અડધો પગાર સીએમ રિલીફ ફંડમાં દાન કર્યો છે અને બીજાને પણ આસામવાસીઓની મદદ કરવા માટે આજીજી કરી છે.

હિમાએ ટ્વીટ કરીને લખ્યું કે, આસામ રાજ્યની હાલત અત્યારે ઘણી ખરાબ છે. 33માંથી કુલ 30 જિલ્લામાં ભારે વરસાદની અસર થઇ છે. હું તમને બધાને આસામની મદદ કરવા માટે આગળ આવવા વિનંતી કરું છું. તમે સીએમ રિલીફ ફંડમાં દાન કરીને અમારી મદદ કરી શકો છો. આ પોસ્ટ સાથે હિમાએ પાણીમાં ડૂબી ગયેલાં ઘરોના 4 ફોટા પણ શેર કર્યા છે.


વર્લ્ડ ચેમ્પિયનશીપમાં એન્ટ્રી
હિમાએ બુધવારે ચેક રિપબ્લિકના તાબોર એથલેટિક્સ મીટમાં મહિલાઓની 200 મીટર રેસ 23.25 સેકન્ડમાં પૂર્ણ કરી હતી. જયારે નેશનલ રેકોર્ડ હોલ્ડર મોહમ્મદ અનસે પણ 400 મીટરની રેસમાં ગોલ્ડ જીત્યો હતો. તેણે 45.40 સેકેંડમાં રેસ પૂરી કરી હતી. આ જીત સાથે હિમા અને અનસે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પણ ક્વોલિફાય કરી લીધું છે.

હિમાએ આ રીતે જીત્યા છેલ્લા 3 ગોલ્ડ મેડલ

પહેલો ગોલ્ડ: 2 જુલાઈએ હિમાએ પોજ્નાન એથલેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સની 200 મીટરની રેસમાં ભાગ લીધો હતો. તેણે 23.65 સેકેંડમાં રેસ પૂરી કરીને ગોલ્ડ જીત્યો હતો.
બીજો ગોલ્ડ: હિમાએ 7 જુલાઈના પોલેન્ડના કુટનો એથલેટિક્સની 200 મીટરની રેસ 23.97 સેકેંડમાં પૂરી કરીને ગોલ્ડ જીત્યો હતો.
ત્રીજો ગોલ્ડ: હિમાએ 13 જુલાઈના ચેક રિપબ્લિકમાં રમાયેલી ક્લાંદો મેમોરિયલ એથ લેટિક્સની 200 મીટરની રેસ 23.43 સેકેંડમાં પૂરી કરીને જીત મેળવી હતી.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી