• Home
  • Youth Zone
  • Achievement
  • Gujarat's Palanpur Pranav Mistry started gaining fame by introducing Artificial Human 'Neons', started with Microsoft Company in 2004

ગૌરવ / ગુજરાતના પાલનપુરના પ્રણવે આર્ટિફિશિયલ હ્યુમન ‘Neons’ રજૂ કરી ખ્યાતિ મેળવી, વર્ષ 2004માં માઈક્રોસોફ્ટ કંપની સાથે કરી હતી શરૂઆત

Gujarat's Palanpur Pranav Mistry started gaining fame by introducing Artificial Human 'Neons', started with Microsoft Company in 2004
Gujarat's Palanpur Pranav Mistry started gaining fame by introducing Artificial Human 'Neons', started with Microsoft Company in 2004
Gujarat's Palanpur Pranav Mistry started gaining fame by introducing Artificial Human 'Neons', started with Microsoft Company in 2004

  • તે સેમસંગની સાયન્ટિફિક અને ટેક્નોલોજિકલ એડવાન્સ રિસર્ચ લેબોરેટરી ફર્મ સ્ટાર લેબ્સનો પ્રેસિડન્ટ અને CEO છે
  • 2012માં અમેરિકાની MIT મીડિયા લેબમાં મીડિયા આર્ટ્સ એન્ડ સાયન્સમાં PhDની ડિગ્રી હાંસલ કરી
  • ઓક્ટોબર 2019માં તે સેમસંગ સ્ટાર લેબ્સ કંપનીનો પ્રેસિડન્ટ અને CEO બન્યો

Divyabhaskar.com

Jan 12, 2020, 11:09 PM IST

યૂથ ઝોન ડેસ્કઃ 12 જાન્યુઆરીના દિવસે સમગ્ર દેશમાં સ્વામી વિવેકાનંદજીના જન્મદિવસ નિમિત્તે નેશનલ યૂથ ડે (રાષ્ટ્રીય યુવા દિવસ) ઊજવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદે દેશ-વિદેશમાં ભ્રમણ કરીને આપણી સંસ્કૃતિને ઉજાગર કરી હતી. આજે પણ તેમને વર્ષ 1983માં ‘રિલિજિયન પાર્લામેનટમાં આપેલા ઐતિહાસિક ભાષણ માટે દેશ જ નહીં પરંતુ દુનિયાભરમાં યાદ કરવામાં આવે છે. દુનિયાભરમાં તેમની ખ્યાતિ અને સન્માન ભારતીય તરીકે ગૌરવનો અનુભવ કરાવે છે. ગુજરાતના પાલનપુરમાં જન્મેલા એક દીકરાએ પણ ભારતીયોને ગૌરવાંતિત કર્યા છે. દુનિયાના સૌથી મોટા કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શૉ CES 2020માં 38 વર્ષીય પ્રણવ મિસ્ત્રીએ ‘આર્ટિફિશિયલ હ્યુમન’ એવા ‘Neons’ મોડેલ્સ રજૂ કર્યા છે. આ મોડેલ્સને રજૂ કરીને ગુજરાત જ નહીં આખા દેશને ઘમંડ કરવા માટેની એક તક આપી છે.

Neons

Neons

ટેક્નોલોજીની વાત આવે એટલે સામાન્ય રીતે આપણા મનમાં વિદેશોના નિષ્ણાતોનો ફાળો યાદ આવે છે પરંતુ ગુજરાતના પ્રણવ મિસ્ત્રીએ આ પરંપરાને તોડી છે. પ્રણવ મિસ્ત્રી સેમસંગ કંપની સાથે સંકળાયેલી સાયન્ટિફિક અને ટેક્નોલોજિકલ એડવાન્સ રિસર્ચ લેબોરેટરી ફર્મ સ્ટાર લેબ્સના પ્રેસિડન્ટ અને CEO છે. CES 2020 ઇવેન્ટમાં કંપનીનું પ્રતિનિધિત્વ કરતા પ્રણવે Neons રજૂ કર્યા હતા. તેને જોઈને હાજર તમામ લોકો આશ્ચર્યચકિત થયા હતા.

Neons હ્યુમન્સ (માણસો)ની જેમ જ વાતચીત કરી શકે Neons માણસોની જેમ જ હાવભાવ બદલી શકે છે, મૂવમેન્ટ્સ કરી શકે છે અને વાર્તાલાપ કરી શકે છે. Neonsમાં R3 ટેક્નોલોજીનો ઉપયોગ થયો છે, જેમાં રિયાલિટી, રિઅલ ટાઈમ અને રિસ્પોન્સિવનેસ સામેલ છે. CORE R3ને અન્ય સ્પેસિફિક સર્વિસીસ સાથે કનેક્ટ કરીને Neonsને વધારે સ્માર્ટ બનાવી શકાય છે.

અભ્યાસ
પ્રણવે ઉચ્ચત્તર માધ્યમિકનો અભ્યસ કર્યા બાદ વર્ષ 2003માં કમ્પ્યૂટર એન્જિનિઅરિંગમાં બેચલરની ડિગ્રી હાંસલ કરી હતી. વર્ષ 2005માં તેણે ઈન્ડસ્ટ્રીયલ ડિઝાઇન સેન્ટરમાંથી માસ્ટર ઈન ડિઝાઇન કર્યું હતું. વર્ષ 2008માં તેણે અમેરિકાની મેશેચ્યુએટ્સ યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ સાયન્સની ડિગ્રી હાંસલ કરી છે. ત્યાંથી જ વર્ષ 2012માં તેને MIT મીડિયા લેબમાં મીડિયા આર્ટ્સ એન્ડ સાયન્સમાં PhDની ડિગ્રી હાંસલ કરી છે.

કરિયર
પ્રણવ મિસ્ત્રીએ તેના કરિયરની શરૂઆત વર્ષ 2004માં માઈક્રોસોફ્ટ કંપની સાથે કરી હતી. તે દરમિયાન તે કંપનીમાં ઇન્ટર્ન તરીકે કાર્યરત હતો. ત્યારબાદ વર્ષ 2005-2006 દરમિયાન તે માઈક્રોસોફ્ટમાં UX (યુઝર એક્સપિરિઅન્સ) ડિઝાઇનનો રિસર્ચર રહ્યો હતો. ત્યારબાદ તેણે વર્ષ 2007માં GigaPan પ્રોજેક્ટ (CMU, NASA, Google અને UNESCO)માં ઇન્ટર્નશિપ કરી હતી. સફળતાના અનેક પડાવો પસાર કરીને તેણે વર્ષ 2012માં સેમસંગ કંપની સાથે કરિયરની નવી શરૂઆત કરી હતી. વર્ષ 2012માં તે ‘સેમસંગ રિસર્ચ અમેરિકા’માં ડિરેક્ટર ઓફ રિસર્ચ રહ્યો હતો. ઓક્ટોબર 2019માં તે સેમસંગ સ્ટાર લેબ્સ કંપનીનો પ્રેસિડન્ટ અને CEO બન્યો છે.


સિદ્ધિ
સિક્સ્થ સેન્સ ટેક્નોલોજી માટે જાણીતા પ્રણવની સિદ્ધિઓ અગણિત છે. વર્ષ 2013માં તેને ઇકોનોમિક ફોરમ દ્વારા યંગ ગ્લોબલ લીડરનો ખિતાબ મળ્યો છે. વર્ષ 2010માં તેને સ્પીકર ફોર TED ઇન્ડિયા 2010માં સિક્સ્થ સેન્સ ટેક્નોલોજી માટે અવોર્ડ મળ્યો છે. પોપ્યુલર સાયન્સ દ્વારા તેને વર્ષ 2009માં ‘ઈન્વેન્શન ઓફ ધ યર 2009’ નો અવોર્ડ એનાયત કરાયો છે. આ સિવાય પ્રણવે અનેક અવોર્ડ પોતાને નામ કર્યા છે.

ઈન્વેન્શન્સ


ટેક્નોલોજીને સમર્પિત પ્રણવે પોતાને નામ અનેક પેટન્ટ ફાઈલ કરાવી છે. તેમાં ડિજિટલ યુઝર ઇન્ટરફેસ ફોર ઈનપુટિંગ ઈન્ડિક સ્ક્રિપ્ટ્સ, રેડિયો ફ્રીક્વન્સી કન્ટ્રોલ ફોર કમ્પ્યૂટિંગ સિસ્ટમ, સ્ટાર્ટ મેન્યુ ડિસ્પ્લે મોડેલ, હાર્ડવેર કન્ટ્રોલ ઈનિશિએટેડ ટાસ્ક સ્વિચિંગ સહિતની અનેક પેટન્ટ સામેલ છે. પ્રણવે માઉસલેસ ઇન્વિઝિબ કમ્પ્યૂટર, 3D પેન, સેમસંગ સ્માર્ટ વોચ સહિતની અનેક ટેક્નોલોજી વિકસાવવામાં પોતાનો ફાળો આપ્યો છે. CES 2020માં રજૂ કરવામાં આવેલી બેલી સ્માર્ટ બોલ અને ‘Neons’ સહિતની અન્ય પ્રોડક્ટ્સ વિકસાવવામાં પ્રણવનો મોટો ફાળો રહ્યો છે.

ગુજરાતીમાં ટ્વીટ
‘Neons’ રજૂ કરતાં પહેલા ગુજરાતીમાં ટ્વીટ કરીને તેણે આશીર્વાદ માગ્યા હતા. ટેક્નોલોજી વર્લ્ડમાં પોતાનું નામ શિખરે લઇ જનારો પ્રણવ આજે પણ પોતાની માતૃભૂમિ અને માતૃભાષા સાથે સંકળાયેલો છે. CES 2020 ઇવેન્ટ પહેલાં તેણે સફળતા માટે આશીર્વાદ માગ્યા હતા. તેને ટ્વીટમાં લખ્યું હતું કે, ‘છેલ્લા કેટલાક વર્ષોથી હું એક અદ્યતન AI તકનીક પર કામ કરી રહ્યો છું. આ જાન્યુઆરી, હું તેને વિશ્વ સમક્ષ જાહેર કરીશ. હું તેને NEON કહું છું. મને તમારા આશીર્વાદની જરૂર છે :).’

પરિવાર
પાલનપુરના પ્રણવે ચાઈનીઝ ગર્લ ફરાહ શેન સાથે લગ્ન કર્યા છે. પ્રણવને 2 બાળકો પણ છે. પ્રણવ આજે પણ પોતાના પરિવાર સાથે સંક્ળાયેલો છે. CES 2020માં ‘Neons’ મોડેલ્સ રજૂ કરતી સમયે તેને પ્રોત્સાહન આપ્યું હતું.

X
Gujarat's Palanpur Pranav Mistry started gaining fame by introducing Artificial Human 'Neons', started with Microsoft Company in 2004
Gujarat's Palanpur Pranav Mistry started gaining fame by introducing Artificial Human 'Neons', started with Microsoft Company in 2004
Gujarat's Palanpur Pranav Mistry started gaining fame by introducing Artificial Human 'Neons', started with Microsoft Company in 2004
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી