અચિવમેન્ટ / 5 વર્ષમાં 50 મેડલ મેળવી સ્વિમિંગ છોડ્યું, 13 વર્ષ પછી ડૂબકી મારી છતાં આમ્રપાલી ગોલ્ડ અને સિલ્વર લઈ બહાર આવી

Got 50 medals in 5 years and quit swimming; Amrapali came out with gold and silver after 13 years

Divyabhaskar.com

Nov 13, 2019, 04:27 PM IST

યૂથ ઝોન ડેસ્ક: ગુજરાત સરકાર દ્વારા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અને સુરત જિલ્લા રમતગમત્ત અધિકારીની કચેરી દ્વારા રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્ય કક્ષાની તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં વડોદરાની આમ્રપાલી દાસગુપ્તાએ 50 મિટર ફ્રિ સ્ટાઈલમાં ગોલ્ડ અને 50 મિટર બેક સ્ટ્રોકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

સ્પર્ધા જોવા ગઈ ને શીખવાની ઈચ્છા થઈ
આમ્રપાલી વર્ષ 1998થી વર્ષ 2004માં સ્કૂલ લેવલ પર વિવિધ સ્વિમિંગ કોમ્પિટીશનમાં ભાગ લેતી હતી. ત્યારે અભ્યાસની સાથે સાથે રોજ 4 કલાક સ્વિમિંગની પ્રેક્ટિસ કરતી હતી. ત્યારે નેશનલ લેવલ પર 2 વખત સ્વિમિંગ કોમ્પિટીશનમાં ભાગ લીધો હતો. તેણે 5 જ વર્ષમાં 50 મેડલ જીત્યા હતાં. એશિયન એજ ગૃપમાંથી ઇન઼્ડિયા માટે રમી ચૂકી હતી. ત્યારબાદ તેને ઉચ્ચ અભ્યાસ કરવો હતો અને સ્વિમિંગ પણ કરવું હતું. પરંતુ બંને પર એક સાથે ફોકસ ન થતું હોવાથી ના છૂટકે તેણે સ્વિમિંગ છોડી દિધુ હતું.

13 વર્ષ બાદ ફરી સ્વિમિંગ કર્યું
તેણે જણાવ્યું કે, ‘હાલ એક્વા ફિટનેસ ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવું છું. મેં સ્વિમિંગ છોડી દિધું એના 13 વર્ષ થઈ ગયા હતાં. થોડાં સમય પહેલાં યોજાયેલી એક સ્વિમિંગ કોમ્પિટીશન જોવા માટે ગઈ હતી. ત્યારે જ મારાં જુના દિવસો મને યાદ આવી ગયા અને મને ત્યારે જ કોચ દ્વારા સલાહ આપવામાં આવી કે તમે પણ રજિસ્ટ્રેશન કરાવો મેં તમને સ્વિમિંગ કરતાં જોયા છે. તો મેં કંઇપણ વિચાર કર્યા વગર તરત જ સ્વીમિંગ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ મારી ઊંમર હમણાં 32 વર્ષની થઇ છે. જેથી પહેલાં જેવું સ્વિમિંગ કરી શકીશ કે નહિં એવું મારા મનમાં ચાલતું હતું. પરંતુ જ્યારે હું સ્પર્ધામાં સ્વિમિંગ કરવા માટે તૈયાર થઇ ત્યારે જ મારામાં પહેલા જેવો જ પાવર આવી ગયો હતો.’

મહિલાઓની સ્વિમિંગની બે સ્પર્ધા હતી. જેમાં 50 મીટર ફ્રિ સ્ટાઇલમાં ગોલ્ડ મેળવ્યો હતો અને 50 મીટર બેક સ્ટ્રોકમાં બોન્ઝ મેળવ્યો હતો. 13 વર્ષ પછી સ્વિમિંગમાં બે મેડલ મેળવ્યા છે. તેણે કહ્યું કે, હવે હું આગલા વર્ષ પણ ખેલ મહાકુંભમાં પ્રેક્ટિસ કરીને ભાગ લઈશ.

X
Got 50 medals in 5 years and quit swimming; Amrapali came out with gold and silver after 13 years

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી